GPSCએ જાહેર કરી ભરતી: ગુજરાતમાં સરકારી નોકરી શોધતા ઉમેદવારોની દિવાળી સુધરી, જાણો વિગતે

GPSC Recruitment: ગુજરાત સરકારમાં નોકરી મેળવવા માટે સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારીઓ કરતા ઉમેદવારો માટે સારા સમાચાર આવી ગયા છે. ગુજરાત જાહેર સેવા (GPSC Recruitment) આયોગ દ્વારા વર્ગ-1, વર્ગ-2, વર્ગ-3 અધિકારીઓની વિવિધ પોસ્ટ પર ભરતી નોટીફિકેશન બહાર પાડ્યું છે. આ પોસ્ટ પર ઉમેદવારોની પસંદગી કરવા માટે સંસ્થાએ ઓનલાઈન અરજીઓ મંગાવી છે.

23 જગ્યાઓ પર ભરતી કરવામાં આવશે
GPSC દ્વારા કરવામાં આવેલી જાહેરાત અનુસાર, સાયન્ટીફિક ઑફિસર (ભૌતિક જૂથ) વર્ગ-3ની 21 જગ્યા, નાયબ સહાયક મોટર વાહન નિરિક્ષક વર્ગ-3ની 153 જગ્યા, અધિક મદદનીશ ઈજનેર વર્ગ-3 માટે 23 જગ્યાઓ પર ભરતી કરવામાં આવશે. આ ઉપરાંત ગાંધીનગર મહાનગર પાલિકાની 40 જગ્યા તેમજ નાયબ સેક્શન અધિકારી (કાયદા)ની 40 જગ્યા પર ભરતી જાહેર કરવામાં આવી છે.

આ લિંક પર જઈને કરો અરજી
આ તમામ પોસ્ટ માટે ઈચ્છુક અને યોગ્ય લાયકાત ધરાવતા ઉમેદવારો માટે અરજી પ્રક્રિયા શરૂ થઈ ચૂકી છે. જેના માટે ઉમેદવાર GPSCના સત્તાવાર પોર્ટલ https://gpsc.gujarat.gov.in/dashboard પર જઈને ઑનલાઈન અરજી કરી શકે છે. આ સાથે જ ભરતી માટે ચોક્કસ ફી જમા કરાવ્યા બાદ અરજી પ્રક્રિયા પૂરી માનવામાં આવશે. સમયસર ફી જમા નહીં કરનાર ઉમેદવારની અરજી રદ્દ કરવામાં આવશે.

ગુજરાત જાહેર સેવા આયોગ ભરતી માટે શૈક્ષણિક લાયકાત
ગુજરાત જાહેર સેવા આયોગ દ્વારા બહાર પાડવામાં આવેલી વર્ગ-1, વર્ગ-2 અને વર્ગ-3ની વિવિધ પોસ્ટ ભરતી માટે પોસ્ટ પ્રમાણે ઉમેદવારો પાસેથી શૈક્ષણિક લાયકાત માંગવામાં આવી છે. શૈક્ષણિક લાયકાત વિશે વધારે માહિતી માટે જેતે પોસ્ટ માટે અરજી કરના ઉમેદવારોએ જેતે પોસ્ટનું સત્તાવાર નોટિફિકેશન વાંચવું.

અરજી કરવા અંગે મહત્વની તારીખો
ગુજરાત જાહેર સેવા આયોગ દ્વારા જાહેર કરવામાં આવેલી 314 જગ્યાઓની ભરતી માટે ઉમેદવારો 15 ઓક્ટોબર 2024 બપોરે 13.00 વાગ્યાથી 30 ઓક્ટોબર 2024 રાતના 23.59 વાગ્યા સુધી ઓનલાઈન અરજી કરી શકે છે.

નોટિફિકેશન
ગુજરાત જાહેર સેવા આયોગ ભરતી માટે વિવિધ પોસ્ટની વિગતો, શૈક્ષણિક લાયકાત, વય મર્યાદા, મહત્વની તારીખો, નોકરીનો પ્રકાર, અરજી ફી, અરજી કરવાનો પ્રકાર, પગાર ધોરણ સહિતની મહત્વની માહિતી જાણવા માટે ઉમેદવારોએ આ સમાચાર છેલ્લે સુધી ચોક્કસ વાંચવા જોઈએ.