Ganga Jal: ભારતમાં લોકો ખૂબ જ ધાર્મિક છે. આમ તો આ દેશમાં ઘણાં ધર્મના લોકો રહે છે. અહીં મંદિર છે, મસ્જિદ છે, ગુરુદ્વારા છે. પરંતુ, મોટાભાગે ભારતમાં હિન્દુ ધર્મના લોકો રહે છે. જો વાત હિન્દુ ધર્મની કરવામાં આવે તો તેને સનાતન ધર્મ પણ (Ganga Jal) કહેવામાં આવે છે. આ ધર્મમાં પ્રકૃતિને ખૂબ જ મહત્વ આપવામાં આવે છે. પૂજા-પાઠમાં પણ પાંચ તત્વોને મહત્વ આપવામાં આવે છે. જો વાત હિન્દુ ધર્મ અને પૂજા પાઠની કરીએ તો તેમાં ગંગાજળનું ખૂબ જ મહત્વ છે. કોઈપણ પૂજા ગંગાજળ વિના પૂરી થતી નથી.
ગંગા નદીનું પાણી ક્યારેય ખરાબ નથી થતું
ગંગાજળને એટલું મહત્વ આપવા પાછળ એક કારણ છે. ભલે ઘણા લોકો પૌરાણિક કથાઓ પર વિશ્વાસ ન કરતા હોય, પરંતુ એ હકીકત છે કે ગંગા નદીનું પાણી ક્યારેય ખરાબ નથી થયું. કોઈ પણ અન્ય વૉટર બૉડીથી પાણી કલેક્ટ કરીને તમે એક બોટલમાં ભરી લો. થોડા સમય બાદ તે પાણી ખરાબ થઇ જાય છે.પરંતુ, ફક્ત ગંગા નદીનું જ પાણી એવું જળ છે જે ક્યારેય ખરાબ નથી થતું. તો શું આ નદી ભગવાનના મળેલા વરદાનના કારણે ચમત્કારિક છે? અથવા તેની પાછળ પણ કોઈ ખાસ કારણ છે?
નથી પડતી જીવાત
જો તમે કોઈ અન્ય નદીનું પાણી બોટલમાં ભરો છો તો તે એક સમય બાદ સડી જાય છે. એટલું જ નહીં, તેમાંથી વાસ પણ આવવા લાગે છે. પરંતુ, ગંગાજળમાં એવા વાયરસ જોવા મળે છે જે સડો કરતાં બેક્ટેરિયાને પ્રવેશવા નથી દેતાં. જો પાણીમાં કોઈ અશુદ્ધુ હોય તો તે તેને સમાપ્ત કરી દે છે. આ કારણે જ ગંગાજળને કેટલા પણ વર્ષ સુધી બોટલમાં બંધ કરી દો, જેનાથી ના તેમાંથી વાસ આવે છે ના તો તે ખરાબ થાય છે.
સામે આવ્યું આ કારણ
વરિષ્ઠ વૈજ્ઞાનિકો જણાવે છે કે ગંગાજળ ખરાબ ન થવા પાછળ ઘણા વૈજ્ઞાનિક કારણ પણ છે. એક કારણ એવું પણ છે કે ગંગાજળમાં બૈટ્રીયા ફોસ નામનો એક બેક્ટેરિયા મળી આવે છે, જે પાણીની અંદર રાસાયણિક પ્રક્રિયાઓ થી ઉત્પન્ન થતાં અવાંછનીય પદાર્થોને ખાતો રહે છે. તેનાથી પાણીની શુધ્ધતા જળવાઈ રહે છે. બીજું કારણ એવું છે કે ગંગાના પાણીમાં ગંધક ની પ્રચુર માત્રા છે, તેનાથી આ પાણી ખરાબ થતું નથી.
જાતે જ સાફ થતી રહે છે ગંગા
લાંબા સમયથી ગંગા નદી પર શોધ કરવા વાળા આઇઆઇટી રૂડકી માં પર્યાવરણ વિજ્ઞાનનાં પ્રોફેસર દેવેન્દ્ર સ્વરૂપ ભાર્ગવ નું કહેવું છે કે ગંગા ને ચોખ્ખી રાખવા વાળું તત્વ ગંગાની તળેટીમાં જ બધી જગ્યાએ રહેલું છે. તેમનું કહેવું છે કે ગંગોત્રીથી આવતું મોટાભાગનું પાણી હરિદ્વાર થી નહેરોમાં ઉમેરી દેવામાં આવે છે. નરોડા બાદ ગંગામાં મુખ્યત્વે ભુગર્ભ રિચાર્જ થયેલ અને બીજી નદીઓમાંથી પાણી આવે છે. તેમ છતાં પણ બનારસ સુધી ગંગાનું પાણી સડતું નથી. તેનો મતલબ છે કે નદી ની તળેટીમાં જ ગંગા ને ચોખ્ખી રાખનાર વિલક્ષણ તત્વો રહેલા છે.
- ગુગલ ન્યુઝમાં Trishul News Gujarati ની અપડેટ મેળવવા ક્લિક કરો: Trishul News Gujarati
- નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.
- વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.
- યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરીને જોતા રહો વિડીયો ન્યુઝ: Trishul News YouTube
- એન્ડ્રોઇડ એપ ડાઉનલોડ કરો: Trishul News Gujarati Android App આઈફોન માટે એપ ડાઉનલોડ કરો: Trishul News Gujarati iPhone App