Physical Relationship: કપલ જ્યારે ઇન્ટીમેટ થાય છે, તો તેમનું સંપૂર્ણ ધ્યાન પ્લેઝર પર હોય છે. આ દરમિયાન તે જે પણ વિચારે છે તે પ્લેઝર સાથે જ જોડાયેલું હોય છે. જો કે, આવું હંમેશા થાય તે જરૂરી નથી. મહિલાઓની વાત કરવામાં આવે તો તે સંબંધ બાંધવા દરમિયાન માત્ર સંભોગ (Physical Relationship) વિશે નથી વિચારતી પરંતુ તેના મગજમાં અનેક પ્રકારના વિચારો ચાલતા હોય છે, જેને તેના પુરુષ પાર્ટનરના પર્ફોર્મન્સ સાથે કોઈ લેવા-દેવા નથી. આ વાત તમને ચોંકાવી શકે છે પરંતુ આ હકીકત છે. જો તમે પણ જાણવા માગતા હોય કે સંભોગ વખતે મહિલાઓ શું વિચારે છે, તો ચાલો તમને જણાવીએ.
પાર્ટનરના રિએક્શન પર ફોકસ
સંભોગ દરમિયાન મહિલાઓના મનમાં ઘણીવાર પોતાના લુક્સને લઈને ચિંતા હોય છે. તે વિચારે છે કે મારું શરીર કેવું દેખાઈ રહ્યું હશે. પાર્ટનરને આકર્ષક લાગી રહી છું કે નહીં. મહિલાઓ સંભોગ દરમિયાન તે પણ વિચારે છે કે શું તેમનો પાર્ટનર સંતુષ્ટ અને ખુશ છે. તે પોતાના પાર્ટનરના રિએક્શન પર ફોકસ કરે છે અને પ્રયાસ કરે છે કે આ અહેસાસ બંને માટે સારો રહે.
પાર્ટનરના પર્ફોર્મન્સનું કરેછે આકલન
કેટલીક મહિલાઓ ઇન્ટીમેટ થતી વખતે વિચારે છે કે, તે બધું બરાબર રીતે કરી રહી છે કે નહીં. તે પોતાના પર્ફોર્મન્સને લઈને ચિંતિત થઈ શકે છે. ખાસ કરીને તે કોઈ નવી પોઝિશન કે ટેકનિક ટ્રાય કરી રહી હોય. મહિલાઓ જ્યારે સંભોગ કરે છે તો તે પણ જુએ છે કે શું તે આ ક્ષણને એન્જોય કરી રહી છે. તે પાર્ટનરના પર્ફોર્મન્સનું પણ આકલન કરે છે.
પ્રેમ અને કેરને અનુભવવાનો પ્રયાસ
ઘણી મહિલાઓ સંભોગને માત્ર શારીરિક જ નહીં, પરંતુ ઇમોશનલ જોડાણ પણ માને છે. તે આ દરમિયાન પોતાના પાર્ટનર સાથે જોડાણ અને આત્મીયતા અનુભવે છે. સંભોગ કરતી વખતે મહિલાઓ પોતાના પાર્ટનરના પ્રેમ અને કેરને અનુભવવાનો પ્રયાસ કરે છે. તે વિચારે છે કે શું તેનો પાર્ટનર તેને ખરેખર પ્રેમ કરે છે કે ફક્ત ફિઝિકલ અટ્રેક્શન છે.
પ્રોટેક્શનનો યોગ્ય રીતે ઉપયોગ
સેફ્ટી અને કમ્ફર્ટ પણ મહિલાઓ માટે એક મોટું ફેક્ટર હોય છે. તે આ વિશે વિચારી શકે છે કે શું તે સેફ છે, શું પ્રોટેક્શનનો યોગ્ય રીતે ઉપયોગ થઈ રહ્યો છે? આવા વિચાર મહિલાઓને ઇન્ટીમેટ થતી વખતે આવે છે.
- ગુગલ ન્યુઝમાં Trishul News Gujarati ની અપડેટ મેળવવા ક્લિક કરો: Trishul News Gujarati
- નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.
- વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.
- યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરીને જોતા રહો વિડીયો ન્યુઝ: Trishul News YouTube
- એન્ડ્રોઇડ એપ ડાઉનલોડ કરો: Trishul News Gujarati Android App આઈફોન માટે એપ ડાઉનલોડ કરો: Trishul News Gujarati iPhone App