ધનતેરસ પર આ 5 રાશિઓને મળશે જૅકપોટ, થશે જબરદસ્ત ધન લાભ

Dhanteras 2024: સનાતન ધર્મમાં ધનતેરસના તહેવારનું વિશેષ મહત્ત્વ છે. હિંદુ પંચાંગ મુજબ, ધનતેરસ દર વર્ષે આસો મહિનાના કૃષ્ણ પક્ષની ત્રયોદશી તિથિએ (Dhanteras 2024) ઉજવવામાં આવે છે. ધાર્મિક માન્યતાઓ અનુસાર, આ દિવસે ભગવાન ધનવંતરી સમુદ્ર મંથનમાંથી અમૃતનું પાત્ર લઈને પ્રગટ થયા હતા.

જ્યોતિષના મતે આ વર્ષે ધનતેરસ 29 ઓક્ટોબરે ઉજવવામાં આવશે. આ વખતે આ તહેવાર ખૂબ જ ખાસ માનવામાં આવે છે કારણ કે આ દિવસે ત્રણ મુખ્ય ગ્રહ – બુધ, શુક્ર અને ગુરુ ત્રિગ્રહી યોગ બનાવી રહ્યા છે. એવું માનવામાં આવે છે કે આ યોગ તમામ રાશિઓ પર થોડી અસર કરશે. પરંતુ આ 5 રાશિઓ માટે આ સમય ખૂબ જ શુભ અને ફળદાયી સાબિત થઈ શકે છે. જાણો કઈ કઈ રાશિઓ છે.

ધન રાશિ
ત્રણ શુભ ગ્રહો બુધ, શુક્ર અને ગુરુના ત્રિવિધ સંયોગથી ધન રાશિના લોકો ઉર્જાથી ભરપૂર રહેશે. આવકના નવા સ્ત્રોત ખુલી શકે છે. જૂના રોકાણથી તમને સારો ફાયદો થશે. ધાર્મિક કાર્યોમાં રસ વધશે. માનસિક શાંતિનો અનુભવ કરશો. વેપારમાં તમને લાભ મળી શકે છે. વિવાહિત જીવનમાં ખુશીઓ આવી શકે છે. લવ લાઈફમાં ઉત્સાહ રહેશે.

તુલા રાશિ
આ ધનતેરસ તુલા રાશિવાળા લોકો માટે ભાગ્યશાળી સાબિત થશે. આવકમાં વધારો થશે. કરિયરમાં સ્થિરતા રહેશે. વેપારમાં ભાગીદારી તમારા માટે ફાયદાકારક રહેશે. પરિવાર સાથે શુભ કાર્યોમાં ભાગ લઈ શકશો. લવ લાઈફમાં પણ મધુરતા વધશે. સ્વાસ્થ્ય સારું રહેશે. જો તમે નોકરી કરતા હોવ તો તમને પ્રમોશન મળી શકે છે.

સિંહ રાશિ
આ રાશિમાં લક્ષ્મી નારાયણ યોગનું નિર્માણ ચોથા ભાવમાં થઈ રહ્યું છે. તેવામાં આ રાશિના જાતકોના જીવનમાં ખુશીઓ આવી શકે છે. સુખ-સુવિધામાં વધારો થવાની સાથે સંપત્તિ, વાહન વગેરે ખરીદી શકો છો. કરિયરની વાત કરીએ તો નોકરીમાં નવી તક મળી શકે છે. કાર્યક્ષેત્રમાં તમારા કામની પ્રશંસા થશે. તેવામાં તમે ખુશ જોવા મળી શકો છો. વેપારમાં પણ તમને ખુબ લાભ મળવાનો છે. તમારા દ્વારા કરવામાં આવેલી મહેનત રંગ લાવશે. આ સાથે તમે તમારા વિરોધીઓને ટક્કર આપી શકો છો . આર્થિક સ્થિતિ સારી રહેવાની છે.