ધંધુકાની RMS હોસ્પિટલના ટ્રસ્ટીની ઘરઆંગણે તીક્ષણ હથિયારના ઘા ઝીંકી કરી કરપીણ હત્યા

Trustee of RMS Hospital News: ગુજરાતમાં ક્રાઇમની ઘટનામાં દિવસેને દિવસે વધારો થઇ રહ્યો છે ત્યારે બોટાદના ભીમનાથ ગામના અને ધંધુકાની RMS હોસ્પિટલના ટ્રસ્ટી (Trustee of RMS Hospital News) ધરમશી પટેલની અજાણ્યા શખસોએ તીક્ષણ હથિયારના ઘા ઝીંકી હત્યા કરી નાખી હોવાનું સામે આવ્યું છે.

ત્યારે આ ટ્રસ્ટીની હત્યાના પગલે લોકો ચોકી ગયા હતા અને આ ઘટના એક ચર્ચાનો વિષય બન્યો છે. જો કે આ અંગે પોલીસને જાણ કરવામાં આવતા પોલીસનો કાફલો ઘટનાસ્થળ પર પહોંચ્યો હતો અને તપાસ હાથ ધરી હતી.

બોટાદમાં બરવાળાના ભીમનાથ ગામે રહેતા ધરમશી પટેલની અને ધુકા આર એમ એસ હોસ્પિટલના મુખ્ય ટ્રસ્ટીની કેટલાક અસામાજિક ઈસમો દ્વારા હત્યા કરી નાખવામાં આવતા સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી જવા પામી છે. જો કે આ હત્યા પાછળનું શું કારણ છે કોણે હત્યા કરી છે તે અંગેનું કારણ હજી સુધી સામે આવ્યું નથી. જો કે આ અંગે પોલીસને જાણ થતા પોલીસનો કાફલો ઘટનાસ્થળ પર પહોંચ્યો હતો. તેમજ આ ઘટના અંગેની તજવીજ હાથ ધરી હતી.

જો કે આ ઘટનાના પગલે તેમનો પરિવાર ભારે આઘાત તેમજ શોકમાં ગરકાવ થયો છે, તેમજ હોસ્પિટલના આ ટ્રસ્ટીની કોઈ સાથે કોઈ દુશમની હતી કે કેમ તે દિશામાં પોલીસે તપાસ હાથ ધરી છે.