Farmers News: ગુજરાતમાં આ વર્ષે અતિવૃષ્ટિ અને પૂરની સ્થિતિ સર્જાઈ હતી. જેના કારણે સૌરાષ્ટ્ર, દક્ષિણ ગુજરાત અને મધ્ય ગુજરાત સહિતના કેટલાક વિસ્તારોમાં અતિભારે વરસાદ વરસતા ખેડૂતોના પાક અને જમીન ધોવાતાં ખેડૂતોને મોટાપાયે નુકસાની (Farmers News) વેઠવાનો વારો આવ્યો છે. ત્યારે રાજ્ય સરકાર અતિવૃષ્ટિને લઈ રાહત પેકેજની જાહેરાત કરશે એવા સમાચાર સામે આવ્યા હતા.
તે મુજબ, આજે સવારે 10 વાગે ગાંધીનગર ખાતે કેબિનેટ બેઠકમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં બેઠક મળી છે. ત્યારે સૂત્રો દ્વારા મળતી માહિતી અનુસાર ખેડૂતોની સ્થિતીને લઇ દિવાળી પહેલા અતિવૃષ્ટિમાં પાક નુકસાની બાબતે આજે જ સારા સમાચાર મળી શકે તેવી સંભાવના રહેલી છે.
જેમાં રાજ્ય સરકાર આજે ભારે વરસાદના સંદર્ભમાં બંડલ રિપોર્ટ કરશે. આજે મળનારી બ્યુરોની બેઠકમાં મહત્વની પસંદગી થવાની છે. જ્યાં સરકાર ખેડૂતો માટે અંદાજે એક હજાર કરોડના રાહત પેકેજની જાહેરાત કરશે.
એક હજાર કરોડના રાહત પેકેજ
મળતી માહિતી મુજબ આશરે રાજ્યના 21 જેટલા જિલ્લામાં નુકસાનીનો અંદાજ લગાવવામાં આવ્યો છે. ભારે વરસાદના કારણે રાજ્યના મોટા ભાગના ખેડૂતોને હાલાકી વેઠવાની વારી આવી છે. ત્યારે જો આજે જાહેર પેકેજ જાહેર કરવામાં આવે તો જગતના તાતને આર્થિક મદદ મળી શકે એમ છે.
મળતી માહિતી અનુસાર, ડેટા દર્શાવે છે કે રાજ્યના અંદાજે 21 જિલ્લાઓમાં નુકસાન થયું છે. ધોધમાર વરસાદને કારણે રાજ્યના મોટાભાગના પશુપાલકોએ સહન કરવું પડ્યું છે. તેથી, જો આજે જાહેર પેકેજ જાહેર કરવામાં આવે તો વિશ્વ નાણાકીય સહાય મેળવી શકે છે.
- ગુગલ ન્યુઝમાં Trishul News Gujarati ની અપડેટ મેળવવા ક્લિક કરો: Trishul News Gujarati
- નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.
- વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.
- યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરીને જોતા રહો વિડીયો ન્યુઝ: Trishul News YouTube
- એન્ડ્રોઇડ એપ ડાઉનલોડ કરો: Trishul News Gujarati Android App આઈફોન માટે એપ ડાઉનલોડ કરો: Trishul News Gujarati iPhone App