સંતાનપ્રાપ્તિની મનોકામના પૂર્ણ કરતાં આ મંદિરમાં જુલ્મી બાદશાહને માતાજીએ બતાવ્યો હતો પરચો

Chamunda Mata Temple: ચંડ અને મુંડ નામના દૈત્યનો અતિશય ત્રાસ વધતા માર્કંડ ઋષિએ પ્રગટ કરેલી શક્તિએ દૈત્યનો નાશ કરતા.. તે શક્તિ કહેવાયા માં ચામુંડા…. મૃત્યુલોકમાં હજારો લોકોના દુઃખ દર્દ અને સમસ્યાઓથી માં ચામુંડા મુક્તિ અપાવે છે.. સાબરકાંઠા જીલ્લામાં (Chamunda Mata Temple) ખેડબ્રહ્માના વરતોલમાં.. મા ચામુંડા અને સ્વયંભૂ ભગવાન શિવજી બિરાજમાન છે. હજારો લોકોની મનોકામના પૂર્ણ કરતા માં ચામુંડાના દર્શન કરી ભક્તો ધન્યતા અનુભવે છે.

ખેડબ્રહ્માના વરતોલમાં બિરાજમાન
સાબરકાંઠા જીલ્લાના ખેડબ્રહ્મામાં જગતજનની માં જગદંબાના પ્રગટ સ્થાનથી માત્ર પાંચ કિલોમીટરના અંતરે વરતોલ ગામ આવેલુ છે વરતોલ ગામમાં તળાવ કિનારે મા ચામુંડા અને શિવજીનું મંદિર છે. દરરોજ ઘણા ભાવિક ભક્તો પોતાના દુઃખ દર્દ અને વિવિધ સમસ્યાઓથી છુટકારો મેળવવા માં ચામુંડા અને શીવજીના દર્શને આવે છે. માં ચામુંડા અને ભગવાન શિવજી ની ઘણી લોકવાયકાઓ પ્રચલિત છે. લોકવાયકા મુજબ દૈત્યોથી છુટકારો અપાવવા માર્કંડ ઋષિએ પ્રગટ શક્તિનું નિર્માણ કર્યું તે પ્રગટ શક્તિએ બંને દૈત્યનો નાશ કર્યો.

ચંડ અને મુંડનો કર્યો વિનાશ
ચંડ અને મુંડ એ બંને દૈત્યના નાશ કર્યો એટલે એમના નામથી માં ચામુંડા નામ થયું.. માં ચામુંડા કેટલાય દુઃખી અને ની સંતાન દંપતિઓ માટે એક માત્ર આશા નું કિરણ બની રહ્યા છે. ખેડબ્રહ્મા નજીક વરતોલ ગામના નાના રમણીય પહાડો વચ્ચે સુંદર તળાવ કિનારે માં ચામુડા અને શિવજી બિરાજમાન છે દિવસ દરમ્યાન હજારો ભાવિકો મંદિરે દર્શનાર્થે આવે છે. ની-સંતાન દંપતિઓ માટે માતાજીનુ મંદિર આશા સમાન સ્થળ છે.

મા ચામુંડાના મંદિરે આવે છે અનેક ભક્તો
જે દંપતી નિઃસંતાન હોય તેમની બાધા ચામુંડા માતાજીના મંદિરે રવિવાર, મંગળવાર અને ગુરુવારે સવારે 8.00 થી 11 વાગ્યા સુધી રાખવામાં અને છોડવામાં આવે છે. નિઃસંતાન દંપતી તળાવમાં સ્નાન કરી ભીના કપડા પહેરી માતાના ચરણોમા ખોળો પાથરે છે અને પૂજારી દ્વારા પાઠ કરવામાં આવે છે. લાખ્ખો શ્રધ્ધાળુઓ પોતાની મનોકામના માટે મંદિરે આવતા હોય છે અને તેમની મનોકામનાઓ પ્રગટ સ્થાન પર ચોક્કસ પૂર્ણ થાય છે. ચામુંડા માતાજીના મંદિરે બાળકોની બાબરી ઉતારવા પણ ભાવિકો આવે છે.માતાજીની સમીપે સાચી આસ્થા દ્વારા અપારશક્તિનો સંચાર થાય છે.

ભીમનાથ મહાદેવ બિરાજમાન
મંદિરનો રંગબેરંગી કાચથી સુંદર શણગાર કરવામાં આવ્યો છે. મંદિરના ઘુમટ્ટમાં ચામુંડા માતાજીની અલગ અલગ કૃતિ, વિષ્ણુ ભગવાન, મહાદેવજી અને બીજા અનેક દેવી-દેવતાઓના કાચથી સુંદર ચિત્રો બનાવવામાં આવ્યા છે જે મંદિરની શોભામાં અભિવૃધ્ધી કરે છે. માતાજીના દર્શન માત્રથી ભાવિકોના દુઃખ દૂર કરતી માં ચામુંડાના અલૌકીક દર્શન કરીને ભક્તો ધન્યતા અનુભવતા હોય છે. સુંદર રમણીય જગ્યાએ બિરાજમાન માતાજીના મંદિરની બાજુમાં ભીમનાથ મહાદેવ બિરાજમાન છે.