આ ચમત્કારી સૂર્ય મંદિરના તળાવમાં માત્ર સ્નાન કરવાથી મળે છે રક્તપિત્તથી રાહત!

Handia Sun Temple: બિહાર રાજ્યના નવાદા જિલ્લાના નારદીગંજ તાલુકાના હાંડિયા ગામમાં એક અલૌકિક સૂર્ય મંદિર આવેલું છે, જેના ઐતિહાસિક પુરાવાઓ જોતા તે દ્વાપરયુગનું હોવાનું માનવામાં આવે છે. હંડિયા સૂર્ય મંદિર તરીકે ઓળખાતા આ મંદિરની આગળના ભાગમાં (Handia Sun Temple) એક મોટુ તળાવ આવેલુ છે. તેના વિશે એવી માન્યતા રહેલી છે કે આ તળાવમાં સ્નાન કરવાથી જટિલ રક્તપિત્તના રોગમાંથી છુટકારો મળે છે. તેમજ મંદિર અને તેની આસપાસ ઐતિહાસિક પુરાતત્વીય ઘણી વસ્તુઓ જોવા મળે છે, જે તેના ભવ્ય ભૂતકાળની યાદ અપાવે છે.

અવશેષો પ્રમાણે આ મંદિર દ્વાપર યુગના સમયનું હોવાનું માનવામાં આવે છે
આ મંદિરમાં સૂર્યનારાયણની અતિ દુર્લભ મુર્તિ પણ છે. હાંડિયાના સૂર્ય નારાયણ ધામ મંદિરનું અલૌકિક મહત્વ છે. આ ઐતિહાસિક સૂર્ય મંદિરની આસપાસ ખોદકામ દરમિયાન કેટલાક પ્રતીકો મળી આવ્યા હતા જે આ મંદિર અતિ પ્રાચીન હોવાની સાક્ષી પૂરે છે. પથ્થરથી બનેલા રથ માર્ગને જોડે છે અને તે અવશેષો દર્શાવે છે કે મંદિર દ્વાપર યુગના સમયનું છે.

શ્રીકૃષ્ણના પુત્ર સામ્બએ બનાવડાવ્યું હતું આ સુર્ય મંદિર
હંડિયાનું આ મંદિર ભગવાન શ્રીકૃષ્ણના પુત્ર (Samba, Son of Sri Krishna) સામ્બે બનાવડાવ્યું હોવાનું માનવામાં આવે છે. પૌરાણિક કથા અનુસાર શ્રીકૃષ્ણના પુત્રની કેટલીક ભૂલોના કારણે શ્રીકૃષ્ણએ શ્રાપ આપ્યો હતો, જેના કારણે સામ્બ રક્તપિત્તના રોગથી પીડાતો હતો. સામ્બે જ્યારે તેમાથી મુક્તિ માટે પ્રાર્થના કરી, ત્યારે તેને બાર સુર્ય મંદિરોના નિર્માણ કરવા માટે કહેવામાં આવ્યું હતું.

એવું માનવામાં આવે છે કે સામ્બ દ્વારા નિર્માણ કરવામાં આવેલા સુર્યમંદિર પૈકીનું આ એક મંદિર છે. અને તે પછી સામ્બને કુષ્ઠરોગ (રક્તપિત્ત)નો રોગમાથી મુક્તિ મળી હતી. જેના પછી આ માન્યતા પ્રચલિત થઈ હતી કે આ મંદિરમાં સ્નાનથી રક્તપિત્તથી છુટકારો મળી જાય છે. હાલમાં આ બિહારના હાંડિયા જીલ્લામાં આવેલુ છે.

અહીંયા આવેલું છે આ મંદિર
આ મંદિર નાલંદા જિલ્લાની સરહદ પર આવેલું છે. તે રાજગીરથી પાંચ કિલોમીટર અને નવાદાથી 31 કિલોમીટરના અંતરે છે. વરિષ્ઠ સાહિત્યકાર રામરતન પ્રસાદ સિંહ રત્નાકર કહે છે કે આ શ્રી કૃષ્ણના પ્રભાવ હેઠળનો વિસ્તાર રહ્યો છે. મગધ સમ્રાટ જરાસંધનું મુખ્ય મથક રાજગીર હતું. બડગાંવ સહિત હદિયાની આસપાસ ઘણા મોટા સૂર્ય મંદિરો છે.