ખોડીયાર માતાને નાગકુળ સાથે શું છે સબંધ? જાણો માં ખોડલની પ્રાગટ્ય કથા

Khodiyar Mataji Temple: બોટાદ જિલ્લાના રોહિશાળા ગામે 1242 વર્ષ પ્રાચીન ખોડિયાર માતાજીનું મંદિર આવેલું છે, રોહિશાળા ગામમાં ખોડિયાર માતાજી (Khodiyar Mataji Temple) તેમના સાત બહેનો અને એક ભાઈ સાથે પ્રગટ થયા હતા. વાંઝીયા મહેણુ ભાંગવા માતાજી આ સ્થળે પ્રગટ થયા હતા. બોટાદ થી 30 કિલોમીટર દુર રોહિશાળા ગામ આવેલું છે. રોહીશાળામાં ખોડિયાર માતાજી તેમની સાત બહેનો અને ભાઈ સાથે વાંઝીયા મહેણું ભાંગવા પ્રગટ થયેલાં જેથી રોહિશાળા ખોડિયાર માતાજીનું પ્રાગટય સ્થાન કહેવાય છે.

રાજકવિ મામડિયા નિસંતાન હોવાના કારણે રાજ દરબારમાં તેમને નિસંતાન પણાનુ મહેણુ મારવામાં આવતા. ચારણે ભોળાનાથની ઉપાસના કરતા ભોળાનાથે પ્રસન્ન થઈ સાત ભવ સુધી સંતાન સુખ ન હોવાનુ કહ્યુ આ સાંભળી માતા પાર્વતીએ ભગવાનને તેમના ભક્તને નિરાશ ના કરવાનુ કહેતા ભગવાન ભોળાનાથે વરદાન આપ્યું કે જા તારા ઘરે 7 દીકરી અને 1 દીકરો પ્રગટ થશે.

મા ખોડિયારની પ્રાગટ્ય ગાથા
ભગવાન શિવના શેષનાગને આદેશ બાદ નાગ કન્યાઓ રોહિ‌શાળા ગામમાં મામડિયા ચારણને ત્યાં સવંત 835 ચૈત્ર સુદ નોમના પાવન દિવસે હાલનું જ્યાં મંદિર છે ત્યાં તે સમયના મામડિયા ચારણના ઘરે વરખડીમાં ખોડલ, આવડ, જોગડ, તોગડ, સાંસાઈ, બીજબાઈ, હોલબાઈ અને ભાઈ મેરખીયાએ અવતાર ધારણ કર્યો. હાલ રોહીશાલામાં ખોડિયાર માતાજીનું ભવ્ય મંદિર આવેલું છે. દરરોજ દૂર દૂર થી ભાવિક ભક્તો ખોડિયાર માતાજીના દર્શન કરવા મંદિરે આવી ધન્ય થાય છે. જે કોઈ દુખિયા લોકો શ્રધ્ધાથી માતાજીને પોતાના દુખની પ્રાથના કરે એટલે માતાજી તેમના દુ:ખ દુર કરે છે.

ગ્રામવાસીઓ પણ પોતાને ખૂબ નસીબદાર માને છે
માતાજીના મંદિરે વારે તહેવારે ધાર્મિક ઉત્સવોની ભવ્ય ઉજવણી કરવામાં આવે છે. રામનવમીના દિવસે ખોડિયાર માતાજીનો પ્રાગટ્ય દિવસ હોવાથી મંદિરે ખૂબ મોટા ઉત્સવની ઉજવણી થાય છે. રોહીશાળા ગામ માતાજીનુ પ્રાગટ્ય સ્થળ છે એટલે ગ્રામવાસીઓ પણ પોતાને ખૂબ નસીબદાર માને છે

નિ:સંતાન દંપતિ રાખે છે માનતા
માતાજીના અનેક પરચાઓના પુરાવા છે. વલભીપુર રજવાડામાં રાજાના માનીતા પાડાને ખોડિયાર માતાજી છોડીને આવ્યા અને રાજાના આદેશથી બે પગી શોધતા શોધતા રોહિ‌શાળા ગામે આવીને ખોડિયાર માતાજીને તોછડા વહેણ કહેતા માતાજીએ બંનેને શ્રાપ આપી સ્થળ પર જ પથ્થર બનાવી દીધા જે હાલમાં પણ મંદિર પરિસરમાં હયાત છે. પરદેશમાં સ્થાયી થયેલા અને ખોડીયાર માતાજીમાં અતૂટ શ્રદ્ધા ધરાવતા ભાવિકો જ્યારે પણ દેશમાં આવે ત્યારે ખોડીયારમાતાજીના ચરણોમાં અચુક પહોંચી જાય છે. વર્ષો પહેલા શિવજીના આદેશથી રાજકવિ પર વાંઝિયાપણાનુ મહેણુ દૂર કરવા પ્રસન્ન થયેલા માં ખોડીયારના મંદિરે નિસંતાન દંપતિ માતાજી સમક્ષ સંતાનપ્રાપ્તિ માટે ખોળો પાથરે છે અને માતાજી તેમના ઘરે પારણુ બંધાવી આશીર્વાદ આપે છે.

જન્મેલા બાળકોના ફોટા મંદિરે લગાવે છે
ભાવિકો પોતાના દુખ દૂર કરવા સાચી શ્રદ્ધા આસ્થાથી માતાજીને પાર્થના કરે એટલે માતાજી તેના દુખ દુર કરી આશીર્વાદ વરસાવે છે. માતાજી પ્રત્યે શ્રધ્ધાને લઈને રાખેલી માનતા પુરી કરવા લોકો મોટી સંખ્યામાં પગપાળા મંદિરે આવે છે. ખોડીયાર માતાજીના મંદિરે રોજ ભાવિકો દેશ વિદેશમાંથી દર્શન કરવા આવે છે. લોકો પોતાની માનતા આખડીઓ પૂર્ણ થતાં માતાજીને સાડી, છત્તર, ચુંદડી, લાપસી અને નિસંતાન લોકોને ત્યાં જન્મેલા બાળકોના ફોટા મંદિરે લગાવે છે.