આ સીઝનમાં નવી રીતે કરો કાકડીની ખેતી, ખેતર બની જશે ATM મશીન; થશે લાખોની કમાણી

Cucumber Farming: રોકડીયા પાક માટે કાકડીની ખેતી કરવામાં આવે છે. કાકડી એ ભારતીય મૂળનો પાક છે, જે ઝૈદ પાક સાથે ઉગાડવામાં આવે છે. તેના ફળો એક ફૂટ સુધી લાંબા હોય છે. કાકડીનો ઉપયોગ મુખ્યત્વે સલાડ માટે થાય છે.કાકડીનો પાક (Cucumber Farming) તમને થોડા મહિનામાં લાખો રૂપિયાનો નફો અપાવી શકે છે. તમે તેમાં ઓછું રોકાણ કરીને વધું નફો મેળવી શકો છો.

કાકડીની ખેતી માટે શું જરૂરી છે ?
તમે તેને કોઈપણ પ્રકારની જમીનમાં ઉગાડી શકો છો. એટલે કે જો તમે ઈચ્છો તો તમે તેને રેતાળ જમીન, કાળી માટી, ચીકણું માટી, કાંપવાળી જમીન કોઈપણ પ્રકારની જમીનમાં ઉગાડી શકો છો. જો કે લોમ અને રેતાળ લોમ જમીન આ માટે શ્રેષ્ઠ માનવામાં આવે છે.

કેટલા દિવસમાં પાક તૈયાર થાય ?
આ પાક 60 થી 80 દિવસમાં તૈયાર થઇ જાય છે. હાલ ખીરા કાકડીની ડિમાન્ડ શહેર અને ગામડામાં મોટા પ્રમાણમાં છે. ખીરા વિના સલાડ અધૂરું માનવામાં આવે છે. ઉનાળામાં ખીરાની ડિમાન્ડ ખૂબ વધુ હોય છે. ખીરા કાકડીની ખેતી કરવા માટે જમીનનો PH 5.5થી 6.8 હોવો જોઈએ. ખીરાને નદી કે તળાવના કિનારે પણ ઉગાડી શકાય છે

ખેતરને આ રીતે તૈયાર કરવું
સૌ પ્રથમ તેના ખેતરને તૈયાર કરવામાં ખેડાણની કાળજી લેવી જરૂરી છે. આ માટે તમારે પ્રથમ ખેડાણ માટી ઉલટાવતા હળ વડે કરવું જોઈએ અને દેશી હળ વડે 2-3 ખેડાણ કરવું જોઈએ. આ પછી, 2-3 વાર સમાર લગાવીને જમીનને નરમ અને સમતલ કરવી જોઈએ. આ ઉપરાંત છેલ્લા ખેડાણમાં 200થી 250 ક્વિન્ટલ સડેલું છાણનું ખાતર ભેળવીને ક્યારા બનાવવા જોઈએ.

કાકડીની જાતો
પુસા સંયોગ, પુસા બરખા, સ્વર્ણ પૂર્ણિમા, પુસા ઉદય, પૂના કાકડી, સ્વર્ણ અગેતી, પંજાબ સિલેકશન, કાકડી 90, કલ્યાણપુર હરા ખીરા, કાકડી 75, પીસીયુએચ-1, પુસા ઉદય, સ્વર્ણ પૂર્ણા અને સ્વર્ણ શીતલ તેની સારી જાતો ગણવામાં આવે છે. પુસા સંયોગ હાઈબ્રીડ જાત છે, જે 50 દિવસમાં તૈયાર થાય છે. જેની ઉપજ પ્રતિ હેક્ટર 200 ક્વિન્ટલ સુધી થઇ શકે છે. જ્યારે પુસા બરખા ખરીફ સીઝનની વેરાઈટી છે. તેની સરેરાશ ઉપજ 300 ક્વિન્ટલ પ્રતિ હેક્ટર છે.

90 દિવસમાં એકથી બે લાખની કમાણી
કાકડીનો છોડ 80 થી 90 દિવસ પછી ઉપજ આપવાનું શરૂ કરે છે. જ્યારે તેના ફળ કોમળ અને નરમ થઈ જાય છે, ત્યારે તેની કાપણી કરવી જોઈએ. તેના ફળો અઠવાડિયામાં ત્રણ વખત લણણી માટે તૈયાર છે. એક હેક્ટર ખેતરમાંથી 200 ક્વિન્ટલ ઉત્પાદન મળે છે. કાકડીની બજાર કિંમત 1 રૂપિયાથી લઈને 3 રૂપિયા પ્રતિ કાકડી સુધીની હોય છે. જેના કારણે ખેડૂત ભાઈઓ કાકડીની ખેતી કરીને એકથી બે લાખની કમાણી કરીને વધુ નફો મેળવી શકે છે.