Tilak On Forehead: સનાતન પરંપરામાં દેવી-દેવતાઓની પૂજામાં વપરાતા તિલકનું ધાર્મિક મહત્વ ઘણું છે. ભગવાનની પૂજાનું અભિન્ન અંગ ગણાતા તિલકનો ઉપયોગ અલગ-અલગ દેવી-દેવતાઓ માટે અલગ-અલગ રીતે કરવામાં આવે છે. જેમ ભગવાન શિવ માટે ભસ્મનું તિલક (Tilak On Forehead) કરવામાં આવે છે તેમ ભગવાન વિષ્ણુ માટે પીળા ચંદનનું તિલક વપરાય છે. દેવતાઓના શણગાર માટે વપરાતા તિલકને ભગવાનનો મહાપ્રસાદ પણ માનવામાં આવે છે. આવો જાણીએ પૂજામાં ઉપયોગમાં લેવાતા વિવિધ પ્રકારના તિલકના ધાર્મિક મહત્વ અને તેનાથી સંબંધિત ચોક્કસ ઉપાય વિશે.
કઈ આંગળીથી તિલક કરવો જોઈએ
માથા પર તિલક લગાવવા માટે મુખ્ય રૂપથી અનામિકા આંગળીનો ઉપયોગ કરવામાં આવે છે. હકીકતે તેના પાછળ ત્રણ તર્ક છે. પહેલું તો આ આંગળીને સૌથી શુભ માનવામાં આવે છે. બીજુ આ આંગળીમાં શુક્ર ગ્રહનો વાસ હોય છે. જે સફળતાનું પ્રતીક છે અને તેના દ્વારા કરવામાં આવેલા કામ લાંબા સમય સુધી ટકી રહે છે. સાથે જ આ આંગળીને સૂર્ય પર્વત વાળી આંગળી પણ કહેવાય છે. એટલે કે જ્યારે તમે અનામિકા આંગળીથી કોઈ વ્યક્તિને તિલક કરો છો તો તેને સૂર્ય જેવા ચમકવા ક્યારેય ન ખત્મ થવા વાળો અને સફળતા અને પ્રબળ માનસિક શક્તિ મેળવવાના આશીર્વાદ આપો છો.
તિલક કરવાના નિયમ
તિલક લગાવતી વખતે તમારો ચહેરો હંમેશા પૂર્વ કે ઉત્તર દિશામાં હોવું જોઈએ.
બીજુ, તિલક કરતી વખતે લગાવનારને માથા પર હાથ રાખવો જોઈએ જેથી શરીરમાં એક સકારાત્મક ઉર્જા પેદા થાય. તેના ઉપરાંત બીમાર વ્યક્તિને ક્યારેય પણ માથાની વચ્ચે તિલક લગાવવું જોઈએ.
સાથે જ જો કોઈ મૃત વ્યક્તિના ફોટોને તિલક લગાવવા જઈ રહ્યા છો તો નાની આંગળીથી પણ તિલક લગાવી શકો છો.
આ ઉપરાંત બીમાર વ્યક્તિને ચંદનનું તિલક લગાવો તે પણ અંગુઠાથી. સાથે જ તમે જો પોતાને તિલક લગાવી રહ્યા છો તો માથાની વચ્ચે બિલકુલ ભમરના મધ્ય ભાગમાં લગાવો.
પૂજામાં તિલક લગાવવાથી લાભ થાય છે
ભગવાનની પૂજામાં તિલકને ભગવાનનો પ્રસાદ માનવામાં આવે છે, જ્યારે માથા પર લગાવવામાં આવે છે, તો માત્ર દૈવી કૃપા જ નથી રહેતી, પરંતુ તેના શુભ પ્રભાવથી વ્યક્તિનું મન શાંત રહે છે. આજ્ઞા ચક્ર પર તિલક લગાવવાથી તમારું મન શાંત રહે છે એટલું જ નહીં તમને સકારાત્મક ઉર્જા પણ મળે છે. આ જ કારણ છે કે હિંદુ ધર્મ સાથે જોડાયેલા શૈવ, વૈષ્ણવ અને શાક્ત પરંપરાના તમામ લોકો પૂજા દરમિયાન ખૂબ જ આસ્થા સાથે કપાળ પર તિલક લગાવે છે. પૂજામાં વપરાતું તિલક માત્ર કપાળ પર જ નહીં પરંતુ માથા, ગરદન, બંને હાથ, હૃદય, નાભિ, પીઠ વગેરે પર પણ લગાવવામાં આવે છે.
- ગુગલ ન્યુઝમાં Trishul News Gujarati ની અપડેટ મેળવવા ક્લિક કરો: Trishul News Gujarati
- નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.
- વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.
- યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરીને જોતા રહો વિડીયો ન્યુઝ: Trishul News YouTube
- એન્ડ્રોઇડ એપ ડાઉનલોડ કરો: Trishul News Gujarati Android App આઈફોન માટે એપ ડાઉનલોડ કરો: Trishul News Gujarati iPhone App