Difference between CV and resume: નોકરી માટે તમારી અરજી એ તમારા વ્યક્તિત્વની લેખિત અભિવ્યક્તિ છે યુવા મિત્રો તમે કોઈપણ સ્થળે નોકરી માટે કે બીજા કોઈપણ હેતુ માટે જ્યારે લેખીત અરજી કરવાની હોય ત્યારે યાદ રાખવું જોઈએ કે, તમારી અરજી એ તમારા વ્યક્તિત્વની (Difference between CV and resume) લેખિત અભિવ્યક્તિ છે. લોકો નોકરી માટે અરજી કરતી વખતે પોતાની આવડત, શિક્ષણ અને અનુભવનું વર્ણન કરતા દસ્તાવેજને સી.વી., રીઝયુમ અથવા બાયોડેટા તરીકે ઓળખાવતા હોય છે. દેખીતી રીતે આ ત્રણે શબ્દોનો અર્થ એક્સરખો લાગે, પણ મૂળભૂત રીતે આ ત્રણે વિભિન્ન અર્થ ધરાવતા શબ્દો છે.
રીઝ્યુમ
રીઝયુમ ફ્રેન્ચ શબ્દ છે, જેનો અર્થ છે સમરી અથવા તો સંક્ષિ’ પરિચય અને એ શબ્દાર્થ પ્રમાણે જ તેમાં નવી જગ્યા માટે અરજી કરનારની વર્તમાન નોકરી, શિક્ષણ અને અન્ય લાયકાતો ટૂંકમાં દર્શાવાય છે. રીઝયુમ ફુલસ્કેપ કાગળની એક તરફ કે બહુમાં બહુ તો બે બાજુ પર સમાઈ જવું જોઈએ. એમાં તમારી શૈક્ષણિક લાયકાતોનો ઈતિહાસ વર્ણવવાની જરૂર નથી.
માત્ર તમારી લક્ષિત નોકરીમાં ઉપયોગી હોય તેવી લાયકાતોને જ મહત્વ આપવાનું હોય છે. સામાન્ય રીતે રીઝયુમ મુદ્દાસર (બુલેટથી અલગ પાડેલા મુદ્દાવાર) અને ત્રીજા પુરૂષમાં લખાયેલું હોવું જોઈએ. સારૂં રીઝયુમ એને કહેવાય કે જેમાં વર્તમાનથી માંડીને ભૂતકાળના ક્રમમાં લાયકાત, વિશિષ્ટ કૌશલ્ય અને વ્યાવસાયિક અનુભવની વિગતો આપવામાં આવી હોય. સૌથી વધુ મહત્વ વર્તમાન અનુભવને આપીને તે પૂર્વેના અનુભવને ખૂબ ટૂંકમાં દર્શાવેલા હોય.
સી.વી.(CV)
સી.વી. એ લેટિન શબ્દ છે જેનો અર્થ થાય છે. જીવન યાત્રા, આથી સી.વી. એ રીઝયુમ કરતા વિસ્તૃત સ્વરૂપ છે. જે બે-ત્રણ ફુલસ્કેપ સુધી અને જરૂર લાગે તો તેથી પણ વધુ લંબાઈ શકે. સી.વી.માં સામાન્ય રીતે ઉમેદવારની તમામ આવડતો, નોકરીઓ, ડીગ્રીઓનો ક્રમાનુસાર ઉલ્લેખ થતો હોય છે. કોઈ ચોક્કસ જગ્યા માટેની ચોક્કસ લાયકાતને બદલે સી.વી. ઉમેદવારની તમામ લાયકાતોનો ખ્યાલ આપે છે.
બાયોડેટા
બાયોડેટા એ બાયો ગ્રાફીકલ ડેટાનું ટુંકુ સ્વરૂપ છે. સી.વી. અને રીઝયુમના નામો જાણીતા નહોતા થયા ત્યાં સુધી બાયોડેટાનો જ દબદબો હતો. બાયોડેટામાં સામાન્ય રીતે અંગત વિગતો જેવી કે જન્મતારીખ, ધર્મ, જાતિ, રાષ્ટ્રીયતા, નિવાસસ્થાન, વૈવાહિક દરજજો વગેરેને વધારે મહત્વ અપાય છે. પછી ચડતા ક્રમમાં શૈક્ષણિક લાયકાત અને અનુભવનો સમાવેશ થાય છે. રીઝયુમમાં જેને સૌથી વધુ મહત્વ આપવામાં આવે છે તેવી લક્ષિત નોકરી માટેની વિશિષ્ટ કુશળતાનો બાયોડેટામાં કાં તો છેક છેલ્લે ઉલ્લેખ કરાય છે અને મોટેભાગે તો ઉલ્લેખ જ નથી થતો. બાયોડેટાની સાથે કંપનીએ સૂચવેલા નિયત નમૂનાની અરજી જોડવાની રહે છે.
- ગુગલ ન્યુઝમાં Trishul News Gujarati ની અપડેટ મેળવવા ક્લિક કરો: Trishul News Gujarati
- નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.
- વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.
- યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરીને જોતા રહો વિડીયો ન્યુઝ: Trishul News YouTube
- એન્ડ્રોઇડ એપ ડાઉનલોડ કરો: Trishul News Gujarati Android App આઈફોન માટે એપ ડાઉનલોડ કરો: Trishul News Gujarati iPhone App