‘તેરા તુજકો અર્પણ કાર્યક્રમ’ અંતગર્ત વરાછા પોલીસે લાખોના હીરા મૂળ માલિકને સુપરત કર્યો

Varachha Police Team: સુરતમાં વરાછા વિસ્તારમાં વરાછા પોલીસ દ્વારા તેરા તુજકો અર્પણ કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો.જેમાં હીરાના માલિકને તેનો 1,50,000નો હીરાનો (Varachha Police Team) માલ પરત કરવામાં આવ્યો હતો.ત્યારે હીરાના વેપારીને મુદ્દામાલ વહેલી તકે પરત મળી જતા પોલીસની કામગીરીને બિરદાવી આભાર વ્યક્ત કર્યો હતો.

આ અંગે પોલીસ પાસેથી મળતી માહિતી મુજબ, કતારગામ વિસ્તારમાં આવેલ લક્ષ્મીકાંત સોસાયટીમાં દિવ્યાંગ દામજીભાઇ ગોપાણી નામના વ્યક્તિ રહે છે. જેઓ હીરાનો ધંધો કરે છે.ત્યારે 13-09-2024ના રોજ તેઓ કેવલ માવજીભાઈ તેજાણી નામનાં વ્યક્તિને મળ્યા હતા.

ત્યારે કેવલ તેજાણીએ ફરિયાદી દિવ્યાંગને પોતાના વિશ્વાસમાં લીધા હતા. તેમજ તેમને ફરિયાદીને કહ્યું કે તેને સીવીડી હીરાના માલની જરૂર છે.આથી ફરિયાદીએ તેને પોતાનો માલ વેચવા માટે કહ્યું હતું જે બાદ દિવ્યાંગે કેવલને 22.5 કેરેટના 1,50,000ના સીવીડી હીરા મિનીબજાર પાસે ઠાકોરધ્વજ ગેટ પાસે આપ્યા હતા.

જે બાદ કેવલએ દિવ્યાંગને વિશ્વાસમાં લઇ કહ્યું કે તમે અહીંયા ઉભા રહો હું હમણાં એવું છું તેવું કહી હીરા લઈને ફરાર થઇ ગયો હતો.જે બાદ પોતાનો મોબાઈલ ફોન પણ બંધ કરી દીધો હતો. જે બાદ ફરિયાદી પોતે છેતરાયા હોવાની શંકા જતા તેઓએ આ અંગે વરાછા પોલીસને જાણ કરી હતી. ત્યારે વરાછા પોલીસે ફરિયાદીની ફરિયાદ લઈને તપાસ કરીને ગણતરીના જ દિવસોમાં કેવલને ઝડપી પાડી તેની પાસેથી હીરાનો માલ કવર કર્યો હતો.

જે બાદ કોર્ટમાંથી ઓર્ડર મેળવીને ફરિયાદીને બોલાવીને તેરા તુજકો અર્પણ કાર્યક્રમ અંતર્ગત હીરાનો માલ મૂળ માલિકને પરત કરવામાં આવ્યો હતો. જેને લઇ ફરિયાદીમાં ખુશીની લાગણી જોવા મળી હતી અને તેને પોલીસની ટીમનો આભાર વ્યક્ત કર્યો હતો.