Geyser Water Side Effects: જો તમે શિયાળાની ઋતુમાં ખૂબ ગરમ પાણીથી સ્નાન કરો છો, તો આ સમાચાર તમારા માટે છે, કારણ કે આમ કરવાથી થતા નુકસાન વિશે જાણવું જરૂરી છે. ઘણીવાર આપણે ઠંડીની ઋતુમાં ગિઝરમાં પાણી ગરમ કરીએ છીએ જેમાં પાણી ગરમ (Geyser Water Side Effects) થવામાં કંટ્રોલ રહેતું નથી ત્યારે વધુ પડતા ગરમ પાનીથી સ્નાન કરવાથી અનેક નુકશાન થઇ શકે છે.
સ્કિન ઇન્ફેક્શનનું જોખમ વધે છે
જ્યારે તમે ગિઝરના ગરમ પાણીથી સ્નાન કરો છો તો ત્યારે સ્કિનની ઉપરનો ભાગ સેન્સેટિવ થઇ જાય છે. જો પાણી વધારે ગરમ હોય તો સ્કિન પર લાલ ચકમા થઇ જાય છે. જેના કારણે ખંજવાળ આવી શકે છે. ત્વચા બર્ન પણ થઈ શકે છે. તે સનબર્ન જેવું જ છે. જેના કારણે ત્વચાની ભેજ ખતમ થવા લાગે છે. ત્વચામાં જે નેચરલ ઓઇલ, ફેટ અને પ્રોટીન ઓછું થવા લાગે છે, સ્કિન ડ્રાય થઇ જવાને કારણે ઇન્ફેક્શનનું જોખમ વધી જાય છે.
આંખને થઇ શકે છે નુકસાન
ઘણી વખત લોકો ગીઝરનું તાપમાન સેટ કરતા નથી. જો આપણા શરીરનું તાપમાન કરતાં ઘણું વધારે હોય તો તે આંખોને પણ નુકસાન પહોંચાડી શકે છે. આ પ્રકારની ઇજાને થર્મલ ઇજા કહેવામાં આવે છે. જો આંખો ગરમ પાણીના સીધા સંપર્કમાં આવે તો તે થર્મલ નેક્રોસિસનું કારણ બની શકે છે. ગંભીર કિસ્સાઓમાં આંખોમાં અંધત્વ પણ આવવાની શક્યતા રહે છે.
શરીરના તાપમાન જેટલું જ પાણીની તાપમાન રાખવું જોઈએ
શિયાળામાં ઠંડી વધુ પડતી હોવાથી નહાવાના પાણીનું તાપમાન અન્ય ઋતુઓ કરતા વધારે હોવું જોઈએ. નહાવાના પાણીનું તાપમાન શરીરના તાપમાનની નજીક હોવું જોઈએ. માનવીના શરીરનું સામાન્ય તાપમાન 36 થી 37 ડિગ્રી સેલ્સિયસ હોય છે. તેથી જ શિયાળામાં આપણું શરીર 40 થી 45 ડિગ્રી સેલ્સિયસ તાપમાન સાથે પાણી સાથે એડજસ્ટ થઈ જાય છે. જો ગરમ પાણીનું તાપમાન 32 ડિગ્રી સેલ્સિયસથી વધુ હોય તો તે તમારા સ્વાસ્થ્યને બગાડી શકે છે. જો પાણીને 60-70 ડિગ્રી સેલ્સિયસ સુધી ગરમ કરવામાં આવે તો તે તમારી ત્વચા અને વાળ બંનેને નુકસાન પહોંચાડે છે. જો આ ગરમ પાણીમાં લાંબા સમય સુધી નહાવામાં આવે તો સ્વાસ્થ્ય બગડી શકે છે. ત્વચામાં ખરજવું પણ થઈ શકે છે
હાઈ બીપીના દર્દીઓ માટે ગરમ પાણી સારું નથી
હાઈ બીપીના દર્દીઓ જ્યારે ગરમ પાણીથી સ્નાન કરે છે ત્યારે બ્લડ પ્રેશર વધે છે. જો કોઈ વ્યક્તિને બ્લડ પ્રેશર અથવા કાર્ડિયો સંબંધિત બીમારી છે, તો તેણે ગરમ પાણીથી સ્નાન કરવાનું ટાળવું જોઈએ. તેના બદલે ક્યારેક હૂંફાળા પાણીનો ઉપયોગ કરી શકાય છે.
- ગુગલ ન્યુઝમાં Trishul News Gujarati ની અપડેટ મેળવવા ક્લિક કરો: Trishul News Gujarati
- નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.
- વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.
- યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરીને જોતા રહો વિડીયો ન્યુઝ: Trishul News YouTube
- એન્ડ્રોઇડ એપ ડાઉનલોડ કરો: Trishul News Gujarati Android App આઈફોન માટે એપ ડાઉનલોડ કરો: Trishul News Gujarati iPhone App