ચૂંટણી આયોગે દિલ્હી વિધાનસભાની ૭૦ બેઠકો માટે ચુંટણી ની તારીખ નું એલાન કરી દીધું છે. આની જાહેરાત ચૂંટણી આયોગે એક પ્રેસ કોન્ફરન્સમાં કરી. 70 ધારાસભ્યોની દિલ્હી વિધાનસભા નો કાર્યકાળ 22 ફેબ્રુઆરીએ સમાપ્ત થશે. તેના પહેલા એટલે કે 8 ફેબ્રુઆરીએ ચૂંટણી થશે અને 11 ફેબ્રુઆરીએ પરિણામ આવશે. દિલ્હી વિધાનસભા ચૂંટણીમાં કુલ 1.46 કરોડ મતદારો ભાગ લેશે.
જાણો દિલ્હી ચૂંટણી ની વિગતો તમામ તારીખો અને શિડયુલ…
14 જાન્યુઆરીએ નોટિફિકેશન જાહેર થશે, 21 જાન્યુઆરી ફોર્મ ભરવાની છેલ્લી તારીખ, 22 જાન્યુઆરીએ ફોર્મની ચકાસણી થશે, 8 ફેબ્રુઆરીએ ચૂંટણી યોજાશે, 11 ફેબ્રુઆરીએ મતગણતરી બાદ પરિણામ આવશે.
આચાર સંહિતા આજથી તાત્કાલિક ધોરણે લાગુ કરી દેવામાં આવી છે. ઘણા બધા પ્રકારના અવલોકન કર્તાઓ દિલ્હીમાં હાજર રહેશે. જેમાં સિવિલ ઓબ્ઝર્વર, પોલીસ ઓબ્ઝર્વર વગેરેની નિમણૂક કરવામાં આવશે, જેની મહત્વપૂર્ણ ભૂમિકા હશે.
દિલ્હીની તમામ 70 સીટો માટે વોટિંગ થશે. સિનિયર સિટીઝનો, દિવ્યાંગો માટે ચૂંટણી આયોગ ખાસ પ્રકારની વ્યવસ્થા કરશે. 80 વર્ષથી વધારે ઉંમરના વૃદ્ધો માટે પોસ્ટલ બેલેટ થી મતદાન કરી શકાશે. પાંચ દિવસ પહેલા ફોર્મ જમા કરાવવું પડશે.
13750 મતદાન કેન્દ્ર બનાવવામાં આવશે. દિલ્હીમાં 2689 જગ્યા પર વોટીંગ થશે, જેના માટે 90 હજાર કર્મચારીઓની જરૂર પડશે.
મીડિયા મોનિટરિંગ ટીમ બનાવવામાં આવી છે જે રોજ અપડેટ આપશે. દિલ્હીમાં આ વર્ષે કુલ 1.46 કરોડ મતદારો વોટિંગ કરશે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.
તમે અમને વૉટસએપ, ટેલિગ્રામ, ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.