ડોનાલ્ડ ટ્રમ્પનું માથુ વાઢી લાવનાર વ્યક્તિને મળશે અબજો રૂપિયાનું ઈનામ, ઈરાનમાંથી થઈ જાહેરાત

અમેરિકા દ્વારા ઈરાન કમાન્ડર જનરલ કાસિમ સુલેમાનીની હત્યા પછી ઇરાન અને અમેરિકા બંને આમને-સામને છે. રવિવારે, જ્યારે ડોનાલ્ડ ટ્રમ્પે ઈરાનને ધમકી આપી હતી, ત્યારે ઈરાનની વળતો હુમલો પણ શરૂ થયો હતો, અને તેના થોડા જ સમયમાં ઇરાને એક મોટી જાહેરાત કરી હતી અને ટ્રમ્પ પર ઈનામ જાહેર કર્યું હતું.

અમેરિકાના હુમલામાં ઈરાનના કમાંડર જનરલ કાસિમ સુલેમાનીની હત્યા બાદ ઈરાન અમેરિકા પર રોષે ભરાયું છે. જનરલ સુલેમાનીના અંતિમ સંસ્કાર વખતે ઈરાને ડોનાલ્ડ ટ્રમ્પનું માથું વાઢી લાવવા પર 80 મિલીયન ડોલર (ભારતીય રૂપિયા મુજબ લગભગ 5.76 અબજ રૂપિયા)નું ઈનામ જાહેર કર્યું છે.આ માટે ઈરાનના સ્થાનિક નાગરિકો પાસે એક એક ડોલરનું દાન કરવાની અપીલ પણ કરવામાં આવી છે.

ટ્રમ્પ માટે ઈરાની નાગરિકો આપશે દાન

જનરલ સુલેમાનીના અંતિમ સંસ્કાર દરમ્યાન એક સંસ્થાએ ઇરાનના તમામ નાગરિકો પાસેથી એક ડોલર દાન કરવાની અપીલ કરી છે. ટ્રમ્પના માથાની બદલામાં મૂકવામાં આવેલા 80 મિલિયન ડોલરની રકમને એકત્રિત કરવા માટે સંસ્થાએ તમામ ઇરાની નાગરિકો પાસેથી દાનની અપીલ કરી છે. મસાદમાં જે સમયે સુલેમાનીના અંતિમ સંસ્કાર કરાયા હતા તે દરમ્યાન એક ઇરાની સંસ્થાએ આ જાહેરાત કરી.


સુલેમાનીની અંતિમ યાત્રામાં મોટી સંખ્યામાં લોકો જોડાયા

જનરલ કાસિમ સુલેમાનીનું સ્થાન ઈરાનમાં ઘણું જ ઉંચું હતું અને તેની હત્યા બાદ દેશવાસીઓ ગુસ્સે ભરાયા છે. જનરલ કાસિમ સુલેમાનીનો મૃતદેહ રવિવારે ઈરાનની રાજધાની તહેરાન પહોચ્યો જ્યાં સુલેમાનીની અંતિમ યાત્રા કાઢવામાં આવી હતી, જેની શરૂઆત અહવાજથી કરાઈ હતી, અહવાજમાં હજારો લોકો સુલેમાનીના સન્માનમાં ભેગા થયા હતા અને અમેરિકા-ઈઝરાયલ તથા સાઉદી અરબ વિરુદ્ધ નારા લગાવ્યા હતા.

ટ્રમ્પની પણ ઇરાનને ધમકી, નુકસાન પહોંચાડ્યું તો…

અમેરિકન રાષ્ટ્રપતિ ટ્રમ્પ ટ્વિટર પર સતત ઇરાનની વિરૂદ્ધ પોસ્ટ લખી રહ્યા છે. માથા પર ઇનામ જાહેર કર્યા બાદ ટ્રમ્પે પણ એક ટ્વીટ કરી. તેમણે કહ્યું કે, ‘ઇરાન જો કોઇ યુએસ પ્રતિષ્ઠાન કે અમેરિકનનને ઇજા પહોંચાડી તો તેને તાત્કાલિક અને સંપૂર્ણપણે ખતરનાક અંદાજમાં જવાબ અપાશે. આવી કાયદાકીય નોટિસની આમ તો જરૂર નથી પરંતુ તેમ છતાંય મેં ચેતવી દીધા છે.’

પરમાણુ કરાર અંગે ઇરાનની જાહેરાત

ઇરાને જાહેરાત કરી છે કે, ઈરાન હવે 2015 માં કરાયેલા પરમાણુ કરારના કોઈપણ નિયમો અને શરતોને સ્વીકારશે નહીં. ત્યાર બાદ એવું માનવામાં આવી રહ્યુ છેકે, ઈરાન અને અમેરિકા વચ્ચેનો તણાવ ઘટવાને બદલે વધ્યો છે.

અત્યાર સુધી શું બન્યું

વાસ્તવમાં, સૌથી પહેલાં અમેરિકન હુમલામાં ઈરાની જનરલ કાસિમ સુલેમાનીનું મોત થયુ છે. ત્યાર બાદ અમેરિકાને જવાબ આપવાની ચેતાવણી આપવામાં આવી છે. ત્યારબાદ શનિવારે મધરાતની આસપાસ બગદાદમાં યુએસ એમ્બેસી અને બલાદ એર બેઝ પર ઈરાન તરફી લશ્કરી વિરોધી રોકેટ દ્વારા હુમલો કરવામાં આવ્યો.

હવે આગળ શું થઈ શકે છે?

ટ્રંપની ધમકી બાદ ઈરાન સક્રીય થઈ ગયુ છે. એવું માનવામાં આવી રહ્યુ છેકે, મધ્ય પૂર્વ ક્ષેત્રમાં ઈરાન દ્વારા સમર્થિતક પ્રોક્સી ફોર્સિસ વિનાશ મચાવી શકે છે. જ્યારે ઈરાનને યમનમાં હૂતી બળવાખોરોનું સમર્થન છે, જ્યારે ઈરાનને લેબનોનમાં હિઝબુલ્લાહ અને ઇરાકમાં શિયા મિલિશિયા સાથે પણ મજબૂત સંબંધ છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.

તમે અમને વૉટસએપ, ટેલિગ્રામ, ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *