Tata Nano Car: ઓટોમોબાઇલ ક્ષેત્રમાં સતત વિકસિત થઈ રહેલા આ સમયમાં ટાટા નેનો ની વાત ન થાય એ કેવી રીતે સંભવ થઈ શકે. ભારતના મધ્યમ વર્ગીય પરિવારો (Tata Nano Car) માટે એક ક્રાંતિકારી કાર નેનો ને વર્ગીય રતન ટાટાએ લોન્ચ કરી હતી.
નેનો કાર પાછળ રતન ટાટાનું વિઝન
ટાટા નેનોની કહાની એક વિઝનથી શરૂ થાય છે જે દાટા ગ્રુપના ઉચ્ચ હોદ્દા પર રહેલા દુરદર્શી ઉદ્યોગપતિ રતન ટાટા નું હતું. 2000 ના દશકની શરૂઆતમાં ટાટા એ ભારતના વ્યસ્ત રોડ પર એક એવું દ્રશ્ય જોયું કે જે સામાન્ય વાત હતી. ટુ વ્હીલર બાઈક પર જોખમી રીતે બેઠેલા પરિવાર માતા-પિતા અને ત્રણ બાળકો ટ્રાફિક માંથી પસાર થઈ રહ્યા હતા.
ટાટાએ 2022 માં એક ઇન્સ્ટાગ્રામ પોસ્ટમાં ખુલાસો કર્યો હતો. તેમણે જણાવ્યું હતું કે જે વસ્તુથી મને હકીકતમાં પ્રેરણા મળી અને તેના ઉત્પાદન વિશે મને ખ્યાલ આવ્યો.
રતન ટાટાના આ સૂક્ષ્મ અવલોકનને એક મહત્વકાંક્ષીને જન્મ આપ્યો. અને એ હતું એક સુરક્ષિત ફોરવીલર જે સામાન્ય પરિવારના સ્કૂટરની જગ્યા લઈ શકે. અને તેની કિંમતનું લક્ષ્ય હતું માત્ર 1 લાખ રૂપિયા.
રતન ટાટાનો આ વિચાર હકીકતમાં મુશ્કેલીથી ભરેલો હતો. ટાટા નેનો ને સૌ પ્રથમ વખત 2008માં નવી દિલ્હીમાં આયોજિત ઓટો એક્સપોમાં દુનિયા સામે મૂકવામાં આવી હતી, જેણે વૈશ્વિક સ્તર પર હલચલ ઉભી કરી હતી. આ એક એવી કાર હતી જેણે સામાન્ય લોકોની પ્રગતિ માં ક્રાંતિ લાવવાનું વચન આપ્યું હતું. અને એક મધ્યમ વર્ગીય પરિવાર માટે કાર ખરીદવી સરળ બની ગઈ હતી.
જોકે તેના ઉત્પાદનના પ્લાન્ટ ધ્યાન રાખવો તે ખૂબ મુશ્કેલી ભર્યું હતું. આ જાહેરાતથી પ્લાન્ટના સ્થળને લઈને રાજનીતિક વિવાદો શરૂ થઈ ગયા. તત્કાલીન વિપક્ષ નેતા મમતા બેનર્જીના નેતૃત્વમાં વિરોધ પ્રદર્શનને કારણે ઓક્ટોબર 2008માં તેને પશ્ચિમ બંગાળના સિંગુરથી ગુજરાતના સાણંદમાં સ્થાનાંતરિત કરવો પડ્યો. આ અસફળતા મળ્યા છતાં નેનોને આખરે માર્ચ 2009 માં રતન ટાટા દ્વારા ખૂબ ધામધૂમથી લોન્ચ કરવામાં આવી.
Tata nano ના લોન્ચ વખતે અભૂતપૂર્વ ઉત્સાહ જોવા મળ્યો. બુકિંગ કરવા માટે લોકોની પડાપડી થવા લાગી. 625 સીસી એન્જિન વાળી આ ગાડી મારુતિ 800 જેવી ગાડીઓથી ખૂબ નાની હતી અને ભારતના ઓટોમોબાઇલ ક્ષેત્રમાં મોટો બદલાવ લાવવા માટે તૈયાર હતી.
તેમ છતાં જેમ જેમ શરૂઆતમાં ઉત્સાહ ઓછો થતો ગયો અને મુશ્કેલીઓ સામે આવવા લાગી. અમુક ટેકનિકલ ખામીઓને કારણે તેમાં આગ લાગવાની ઘટનાએ ટાટા નેનોને પાછળ ધકેલી. સૌથી ગંભીર બાબત તો એ હતી કે જે ટાટા નેનોની ખૂબી હતી તે જ તેની સૌથી મોટી કમજોરી બની ગઈ.
વિડંબના એ હતી કે નેનો ને દુનિયાની સૌથી સસ્તી કારના રૂપે રજૂ કરવી જ એ તેની કમજોરી બની ગઈ. જેને નવા સસ્તા એન્જિનિયરિંગનું પ્રતિક માનવામાં આવ્યું હતું તેને જ ગરીબોની કારના રૂપે કલંકિત કરવામાં આવી. ઘણા મધ્યમ વર્ગીય ભારતીય જેમના માટે આ કાર બનાવવામાં આવી હતી તેવા લોકો આને ખરીદવાથી પીછે હટ કરવા લાગ્યા.
શીખ્યા અને આગળ વધ્યા
2013માં એક ટેલિવિઝનમાં જ્યારે ટાટા નેનોની બજારમાં હાજરી ઓછી થતી જઈ રહી હતી, ત્યારે રતન ટાટા એ જાતે આ કારની માર્કેટિંગ માં થયેલી ભૂલોનો સ્વીકાર કર્યો. ટાટા નેનોની ઓછી કિંમત પર ભાર મુકવાની માર્કેટિંગ રણનીતિ ઉલટી પડી. નેનોની ઓછી કિંમત પર ભાર મૂકવાની લીધે તેની અસર દેખાય જેનાથી લોકોએ આ આ કાર ખરીદવાનું બંધ કરી દીધું.
પોતાના વ્યવસાયિક સંઘર્ષો હોવા છતાં રતન ટાટા આ પ્રોજેક્ટની વળગી રહ્યા. ટાટા નેનોની આ સ્ટોરી એ વાતની સાક્ષી પૂરે છે કે મન હોય તો માળવે જવાય.
શું ઈલેક્ટ્રીક સંસ્કરણથી થશે ઉદ્ધાર?
2024 સુધી નેનોની પુન્દ્રા ગમનની ચર્ચાઓ જોર પકડી રહી છે. ટકાઉ પરિવહન પર વધુ ધ્યાન કેન્દ્રિત કરનાર આ યુગમાં નેનોના ઇલેક્ટ્રીક અવતાર ની વાપસી વિશે ખૂબ અટકળો લગાવવામાં આવી રહી છે.
રિપોર્ટનું માનીએ તો ટાટા મોટર્સ નેનોને ઇલેક્ટ્રીક ડ્રાઈવ મેકેનિઝમ સાથે પાછી લોન્ચ કરવાનું વિચાર કરી રહ્યું છે. આ વર્ઝનમાં પ્લેટફોર્મ, એક્સટિરિયર, અને ટાયરને વધારે અપગ્રેડ સાથે લોન્ચ કરશે તેવી આશાઓ છે.
જો આ સપનું સાકાર થાય છે તો ઇલેક્ટ્રીક નેનો સંભવિત રીતે પર્યાવરણ સંબંધિત ચિંતાઓ થી મુક્ત કરી દેશે અને સસ્તી સુરક્ષિત પારિવારિક વાહન ના રૂપે ખરી ઉતરશે.
નેનોનો સ્થાયી પ્રભાવ
જોકે ટાટા નેનો એ પોતાના શરૂઆતના વ્યવસાયિક લક્ષ મેળવ્યા નથી પરંતુ ઓટોમોબાઇલ ઇન્ડસ્ટ્રી અને ભારતીય વીનિર્માણ પર ઓછું આપવું એ ભૂલ હશે. કાકા નેનો એ દર્શાવી દીધું હતું કે સસ્તું અને ટકાવ એન્જિનિયરિંગ પણ આ ભારત દેશમાં શક્ય છે.
નેનો ઈલેક્ટ્રીક રૂપમાં સફળતાપૂર્વક પાછી ફરી શકે છે કે નહીં તે તો આવનારો સમય જ રહેશે.
- ગુગલ ન્યુઝમાં Trishul News Gujarati ની અપડેટ મેળવવા ક્લિક કરો: Trishul News Gujarati
- નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.
- વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.
- યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરીને જોતા રહો વિડીયો ન્યુઝ: Trishul News YouTube
- એન્ડ્રોઇડ એપ ડાઉનલોડ કરો: Trishul News Gujarati Android App આઈફોન માટે એપ ડાઉનલોડ કરો: Trishul News Gujarati iPhone App