Mobile in Toilet: જો તમે પણ ટોયલેટ સીટ પર 10 મિનિટથી વધારે સમય સુધી બેઠેલા રહો છો, થઈ જજો તમારી આદત તમને ઘણા પ્રકારની બીમારીઓ આપી શકે છે. ડોક્ટરનું (Mobile in Toilet) કહેવું છે કે આ આદત હરસ અને મસા નું જોખમ વધારે છે.
મોટાભાગના લોકો ટોયલેટમાં જઈને ફોન વાપરે છે અથવા તો પેપર વાંચે છે અને દુનિયામાં આવા લોકોની કોઈ કમી નથી. પરંતુ શું તમે જાણો છો કે તમારી આદમી ઘણા પ્રકારની બીમારીઓ આપી શકે છે. જણાવ્યા અનુસાર ટોયલેટ શીટ પર દસ મિનિટથી વધારે ન બેસવું જોઈએ.
યુનિવર્સિટી ઓફ ટેક્સાસ સાઉથ વેસ્ટર્ન મેડિકલ સેન્ટરના કોલોરેક્ટલ સર્જન ડોક્ટર લાઈ ઝુ એ કહ્યું આ આદત હરસ તેમજ મસા ને નોતરી શકે છે. ડોક્ટરે કહ્યું કે જ્યારે દર્દી મારા પાસે ફરિયાદ લઈને આવે છે તો મુખ્ય રૂપે જે કારણથી તેઓ બીમાર થાય છે તે છે ટોયલેટ શીટ પર વધારે સમય સુધી બેસી રહેવું.
વધારે સમય સુધી બેસવાને લીધે થાય છે ખતરનાક બીમારીઓ
સ્ટોની બ્રુક મેડિસિનમાં મેડિસિનના આસિસ્ટન્ટ પ્રોફેસર અને ઇમ્પ્લીમેન્ટરી બાઉલ ડીસીસ સેન્ટરની ડાયરેક્ટર ડોક્ટર ફરાહ મોંજુર એ ભાર દઈને કહ્યું કે લોકોએ ટોયલેટમાં પાંચથી દસ મિનિટથી વધારે સમય ન આપવો જોઈએ. તેણે આગળ જણાવ્યું કે લાંબા સમય સુધી બેસી રહેવા અને લીધે પર દબાવ વધારે પડી શકે છે જેનાથી એના મસલ્સ નબળા પડે છે અને પેલ્વિક ફ્લોર ડીસફંક્શન જેવી બીમારીઓ થાય છે.
ટોયલેટ સીટ ઓવલ શેપની હોય છે જેનાથી પાછળનો ભાગ દબાઈ જાય છે અને રેક્ટમની પોઝીશન ખૂબ નીચે થઈ જાય છે. ગુરુત્વાકર્ષણ શરીરના નીચેના ભાગને ખેંચે છે જેનાથી નસ પર દબાવ પડે છે. ડોક્ટરે કહ્યું કે આ એક તરફી વાલ બની જાય છે જ્યાં લોહી આવે છે, પરંતુ ક્યાંથી લોહી પાછું જઈ શકતું નથી. તેના લીધે એનસ અને આજુબાજુ ની નસ મોટી થઈ જાય છે અને લોહીથી ભરાઈ જાય છે, જેનાથી મસા નો ખતરો વધી જાય છે.
વધારે પડતો ભાર આપવાથી ખતરો
મોંજુર એ કહ્યું કે પરાણે ભાર આપવાથી મસા નો ખતરો વધે છે. ટોયલેટમાં બેઠા બેઠા પોતાના ફોનને ક્રોલ કરવાવાળા લોકો સમયનું ધ્યાન નથી રાખતા અને બેઠા બેઠા પોતાના મસાજ પર દબાણ આપે છે. ડોક્ટરે કહ્યું કે આજકાલ ટોયલેટ સીટ પર વધારે સમય વિતાવનારા લોકોની સંખ્યામાં ખૂબ વધારો થઈ રહ્યો છે. એના લીધે થતા રોગોનું પણ વધારો થઈ રહ્યો.
બાઉલ મુવમેન્ટ કરે છે હેરાન
ડોક્ટરે એ સલાહ આપી છે કે જો તમે દરરોજ બાઉલ મોમેન્ટથી પરેશાન રહો છો તો દસ મિનિટ સુધી ચાલો. હાઇડ્રેટિંગ અને ફાઇબર રીંછ ખોરાક અપનાવો. ફાઇબર વાળા ખોરાક ભજન ક્રિયામાં મદદ કરે છે. ક્યારેક ક્યારેક થતો ગેસ આ કારણે પણ થઈ શકે છે.
- ગુગલ ન્યુઝમાં Trishul News Gujarati ની અપડેટ મેળવવા ક્લિક કરો: Trishul News Gujarati
- નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.
- વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.
- યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરીને જોતા રહો વિડીયો ન્યુઝ: Trishul News YouTube
- એન્ડ્રોઇડ એપ ડાઉનલોડ કરો: Trishul News Gujarati Android App આઈફોન માટે એપ ડાઉનલોડ કરો: Trishul News Gujarati iPhone App