National Milk Day: સ્વચ્છ ઇંધણ વિશે જાગૃતિ ફેલાવવા માટે અમુલ દ્વારા નેશનલ મિલ્ક ડેની ઉજવણી કરવામાં આવી રહી છે. આ ઉજવણીના ભાગરૂપે અમુલ દ્વારા ચાર મેગા ક્લિન ફ્યુલ રેલીનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાંથી એક બાઈક રેલી પુણેથી શરૂ થઈ હતી અને ગુજરાતના સુરત ખાતે આવી પહોંચી હતી. આ રેલીમાં તમામ બાઈક સીએનજી સંચાલિત છે અને બાઈક રેલીનો (National Milk Day) મુખ્ય હેતુ ખેડૂતોને વધારાની આવકનો સ્ત્રોત મળી રહે, સ્વચ્છ ઈંધણ અને કાર્બનિક ખાતર ખેડૂતોને મળે, કોઝિલ ફ્યુલ પર નિર્ભરતા ઘટે અને વાતાવરણ સ્વચ્છતામાં બાયો સીએનજીનું યોગદાન વધારવાનો છે.
અમુલ દ્વારા નેશનલ મિલ્ક ડેની ઉજવણી કરવામાં આવી
સ્વચ્છ ઇંધણ વિશે જાગૃતિ ફેલાવવા માટે અમુલ દ્વારા નેશનલ મિલ્ક ડેની ઉજવણી કરવામાં આવી રહી છે અને આ ઉજવણીના ભાગરૂપે સમગ્ર ભારતમાં ચાર મેગા ક્લીન ફ્યુલ રેલીનું આયોજન પણ કરવામાં આવ્યું છે. અમુલ દૂધ ક્રાંતિમાં અગ્રણી ભૂમિકા ભજવે છે અને ખાસ કરીને ગાયના છાણમાંથી બળતણ ઉત્પન્ન કરવા માટે બાયો સીએનજી પ્રોજેક્ટ સાથે અમુલ પરિવર્તિત અર્થતંત્ર સાથે ચેમ્પિયન બનવા જઈ રહ્યું છે.
અમૂલની આ પહેલના કારણે ખેડૂતોને વધારાની આવકનો સ્ત્રોત મળી રહેશે અને સાથે સાથે સ્વચ્છ ઇંધણ અને કાર્બનિક ખાતર પણ ખેડૂતોને મળશે અને આના કારણે કોઝિલ ફ્યુલ પર નિર્ભરતા ઘટી છે અને સ્વચ્છ વાતાવરણમાં બાયો સીએનજીનું યોગદાન પણ વધ્યું છે.
ઉજવણીના ભાગરૂપે બાઇકરેલી કાઢવામાં આવી
સ્વચ્છ ઇંધણ માટે જાગૃતિ ફેલાવવા માટે અને ખાસ કરીને નેશનલ મિલ્ક ડેની ઉજવણીના ભાગરૂપે અમુલ દ્વારા જે ચાર મેગા ક્લીન ફ્યુલ રેલીનું આયોજન કરવામાં આવ્યું છે તેમાંથી એક બાઈક રેલી પુણેથી શરૂ થઈ હતી. આ રેલી ગુજરાતના સુરત ખાતે આવી પહોંચી હતી મહત્વની વાત છે કે આ રેલીમા જે બાઈકોનો ઉપયોગ કરવામાં આવ્યો છે તે બાઈક પણ સીએનજી સંચાલિત બાઇક છે અને આ બાઈટ રેલી પુણેથી શરૂ થઈ હતી અને મહારાષ્ટ્ર બાદ ગુજરાતના સુરત ખાતે પહોંચી હતી અને સુરતથી રાજસ્થાન અને ત્યાંથી દિલ્હી આ બાઈક રેલી પહોંચશે.
દિલ્હીમાં આ રેલીનું સમાપન કરવામાં આવશે
દિલ્હીમાં 2000 કિલોમીટરની મુસાફરી બાદ આ બાઈક રેલીનું સમાપન કરવામાં આવશે. જ્યાં ભારત સરકારના પશુપાલન અને ડેરી મંત્રાલય દ્વારા 26 નવેમ્બર નેશનલ મિલ્ક ડેની ઉજવણી કરવામાં આવશે. 15 નવેમ્બરના રોજ પુણેમાં બજાજના આરકુડી પ્લાન્ટથી રેલીનું ફ્લેગ ઓફ કરવામાં આવ્યું હતું અને 17મી નવેમ્બરે આરેલી સુરત પહોંચી હતી. જ્યાં સુમુલ ડેરી અને વસુધારા ડેરી દ્વારા બાઇક રેલીના તમામ રાઈડર્સનું સ્વાગત કરવામાં આવ્યું હતું.
- ગુગલ ન્યુઝમાં Trishul News Gujarati ની અપડેટ મેળવવા ક્લિક કરો: Trishul News Gujarati
- નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.
- વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.
- યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરીને જોતા રહો વિડીયો ન્યુઝ: Trishul News YouTube
- એન્ડ્રોઇડ એપ ડાઉનલોડ કરો: Trishul News Gujarati Android App આઈફોન માટે એપ ડાઉનલોડ કરો: Trishul News Gujarati iPhone App