નેતાજીને સીન સપાટા કરવા પડી ગયા ભારે, દેખાઈ ગયા યમરાજ: જુઓ વિડીયો

Maharashtra Viral Video: મહારાષ્ટ્રમાં વિધાનસભાની ચૂંટણીઓ નજીક છે. એવામાં દરેક પાર્ટીઓ કમર ખસી રહી છે. રાજ્યની 288 સીટ પર એક જ ચરણમાં 20 નવેમ્બરના રોજ મતદાન થશે અને 23 નવેમ્બરના રોજ પરિણામ જાહેર થશે. વિધાનસભા ચૂંટણીના (Maharashtra Viral Video) અંતિમ ચરણના પ્રચાર માટે ગયેલા એક નેતાજીને યમરાજ દેખાઈ ગયા હતા.

વિધાનસભા ચૂંટણી માટે પ્રચારના છેલ્લા દિવસોમાં જીજાઓ વિકાસ પાર્ટીના ઉમેદવાર રાકેશ મુથા રવિવારના રોજ કલ્યાણ પશ્ચિમ વિધાનસભા ક્ષેત્રમાં પ્રચાર કરી રહ્યા હતા. નેતાજીના સ્વાગતમાં 150 કિલોની ભવ્ય માળા તૈયાર કરવામાં આવી હતી.

આ માળાને ક્રેનની મદદથી તેમના ગળામાં પહેરાવવામાં આવી. આ ભવ્ય ફૂલોની માળા સાથે કેટલા ઇલેક્ટ્રિક ફટાકડાઓ પણ ગોઠવવામાં આવ્યા હતા. આ ફટાકડામાંથી એક તણખો નેતાજીના માથા પર પડ્યો.

ઉમેદવારના વાળમાં આગ લાગી ગઈ
ત્યારબાદ થોડી જ ક્ષણોમાં રાકેશ મુથાના વાળમાં આગ લાગી ગઈ. સ્થળ પર હાજર રહેલા લોકોએ તરત જ આગ બુજાવી. જોકે રાહતની વાત એ હતી કે કોઈ જાનહાની થઈ ન હતી. જો ધ્યાન રાખવામાં ન આવ્યું હોત તો મોટી જાનહાની થવાની પણ સંભાવના હતી.

શિવસેના વિરુદ્ધ શિવસેનાની લડાઈ
શિવસેના ઠાકરે જૂથના સચિન બસરે ને કલ્યાણ પશ્ચિમ વિધાનસભા ક્ષેત્રમાંથી ઉમેદવાર બનાવવામાં આવ્યા છે તો એવામાં એક સિંધીના જૂથમાંથી વિશ્વનાથ ને મેદાનમાં ઉતારવામાં આવ્યા છે. બંને પાર્ટીઓના ઉમેદવારો ચૂંટણી જીતવા માટે પૂરું જોર લગાવી રહ્યા છે અને ખૂબ પ્રચાર કરી રહ્યા છે. એવામાં જોવું રહ્યું કે આ બંને શિવસેનામાંથી કોની જીત થાય છે.