ખ્યાતિકાંડ બાદ જાગી સરકાર: ગુજરાતની 7 ખ્યાતનામ હોસ્પિટલ બ્લેકલિસ્ટ, 4 મોટા ડોક્ટર સસ્પેન્ડ; જાણો વિગતે

Khyati Hospital: હાલમાં ખ્યાતિ હોસ્પિટલકાંડ સામે આવ્યા બાદ આરોગ્ય વિભાગ દ્વારા અત્યારે મોટી કાર્યવાહી કરવામાં આવી છે. ખાસ કરીને વાત કરવામાં આવે તો ગુજરાતમાં એવી અનેક હોસ્પિલટો છે, જેમાં PM-JAY યોજનાનો ખોટી રીતે ઉપયોગ કરીને સરકાર પાસે પૈસા (Khyati Hospital) પડાવી લેવાનું કૌભાંડ ચાલી રહ્યું હતું. મહત્વની વાત છે કે, અત્યારે આવી અનેક હોસ્પિટલોના નામ પણ સામે આવ્યાં છે. જે બાબતે અત્યારે કાર્યવાહીનો દોર શરૂ કરી દેવામાં આવ્યો છે. મળતી જાણકારી પ્રમાણે અત્યારે આરોગ્ય વિભાગ દ્વારા PM-JAY યોજનામાંથી સાત જેટલી હોસ્પિટલનો સસ્પેન્ડ કરી દેવામાં આવી છે

PM-JAY યોજનામાં સાત હોસ્પિટલોને સસ્પેન્ડ
નોંધનીય છે કે, અત્યારે PM-JAY યોજનામાંથી અમદાવાદની ખ્યાતિ હોસ્પિટલ સહિત સાત હોસ્પિટલોને સસ્પેન્ડ કરવામાં આવી છે. આરોગ્ય વિભાગે PM-JAY યોજનામાં સાત હોસ્પિટલોને સસ્પેન્ડ કરીને મોટી કાર્યવાહી કરીને આવી રીતે કૌભાંડ આચરતી હોસ્પિટલનો ચેતવણી આપી છે. વધારે વિગતે વાત કરવામાં આવે તો, અમદાવાદની 03 હોસ્પિટલ, સુરત-વડોદરા-રાજકોટની 1-1 તથા ગીર સોમનાથની એ હોસ્પિટલને સસ્પેન્ડ કરવામાં આવી છે. આ કાર્યવાહી PM-JAYમાં આવતી અન્ય હોસ્પિટલો માટે પણ ચેતવણીરૂપ છે.

ડોકટરો રૂપિયા પડાવવા કરે છે આવા કાંડ
સુરતની સનસાઈન ગ્લોબલ હોસ્પિટલને પણ સસ્પેન્ડ કરવામાં આવી હોવાના અહેવાલ સામે આવ્યા છે આ સાથે જ વડોદરા અને રાજકોટની પણ 1-1 અને ગીર સોમનાથની હોસ્પિટલ સહિત સ્પેશિયાલિસ્ટ ડોક્ટરોને પણ સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. જેથી આવી રીતે અન્ય કોઈ હોસ્પિટલમાં ડૉક્ટરો કૌભાંડ કરતા પહેલા વિચાર કરે કારણકે લોકો ડૉક્ટરનો ભગવાન ગણતા હોય છે પરંતુ આવા ડૉક્ટરો માત્ર પૈસા માટે દર્દીના શરીર સાથે રમત રમીને સરકાર પાસેથી પૈસા પડાવી લેતા હોય છે. જેથી સેવાને ધંધો બનાવી બેઠેલા કૌભાંડી ડૉક્ટરો અને હોસ્પિટલો સામે કડક કાર્યવાહી થવી જોઈએ. એટલું જ નહીં પરંતુ આવી રીતે કૌભાંડ આચતે તો તેમના લાયસન્સ જ રદ કરી દેવા જોઈએ.

આ હોસ્પિટલને કરવામાં આવી સસ્પેન્ડ
શ્રી જીવનજ્યોત આરોગ્ય સેવાસંઘ, ગીરસોમનાથ સસ્પેન્ડ
નારીત્વ – ટ્રનિંગ પોઈન્ટ હેલ્થ કેર હોસ્પિટલ સસ્પેન્ડ
શિવ હોસ્પિટલ, અમદાવાદ સસ્પેન્ડ
નીહિત બેબીકેર ચિલ્ડ઼્રન હોસ્પિટલ, રાજકોટ સસ્પેન્ડ
ખ્યાતિ મલ્ટિસ્પેશ્યાલિટી હોસ્પિટલ, અમદાવાદ સસ્પેન્ડ
સનસાઈન ગ્લોબલ હોસ્પિટલ, સુરત સસ્પેન્ડ
સનસાઈન ગ્લોબલ હોસ્પિટલ, વડોદરા સસ્પેન્ડ

આ હોસ્પિટલો સાથે સાથે સ્પેશિયાલિસ્ટ ડોક્ટરોને પણ સસ્પેન્ડ કરવામાં આવ્યાં છે. જેમાં DCH સ્પેશિયાલિસ્ટ ડો. હિરેશ મશરૂ, Radiation Oncologist ડો.કેતન કલરીયા, Surfical Oncologist ડો.મિહિર શાહ અને Cadidaogist ડો.પ્રકાશ વઝીરીનીને પણ સસ્પેન્ડ કરવામાં આવ્યાં છે.