Delhi Mumbai Expressway Accident: આજનો દિવસ આમોદ હાઇવે માટે કે જાણે કે ગોઝારો બન્યો હોય તેમ એક બાદ એક અકસ્માતની ઘટના સામે આવી રહી છે હજુ તો સાત લોકોના મોતની ઘટના લોકો ભૂલ્યા નથી તે પહેલા જ ફરી એકવાર દિલ્હી મુંબઈ એક્સપ્રેસ વે (Delhi Mumbai Expressway Accident) પર ભરૂચના આમોદ નજીક બે કાર વચ્ચે અકસ્માત સર્જાતા બે લોકોના મોત નિપજ્યા હતા.
દિલ્હી મુંબઈ એક્સપ્રેસ વે-પર સર્જાયો અકસ્માત
દિલ્હી મુંબઈ એક્સપ્રેસ વે-પર અકસ્માતનો વધુ એક બનાવ સામે આવ્યો છે. કચ્છનો પરિવાર એક્સપ્રેસ વે પરથી મુંબઈ તરફ જઈ રહ્યો હતો તે દરમિયાન ભરૂચના આમોદના માતર ગામ નજીક બે કાર વચ્ચે અકસ્માત સર્જાયો હતો.આ અકસ્માતમાં એક મહિલા અને એક પુરુષનું ગંભીર ઇજાના પગલે ઘટનાસ્થળે જ કમકમાટી ભર્યું મોત નીપજ્યું હતું.ત્યારે તપાસ કરતા જાણવા મળ્યું હતું કે આ મહિલા અને પુરુષ માં દીકરો હોવાનું સામે આવ્યું છે.
માં દીકરાનું થયું મોત, બેને પહોંચી ઇજા
જ્યારે અન્ય બે લોકોને ઈજા પહોંચતા સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા. બનાવની જાણ થતાની સાથે જ પોલીસનો કાફલો ઘટના સ્થળે પહોંચ્યો હતો અને મૃતકના મૃતદેહોને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડયા હતા. વહેલી સવારના સમયે કાર ચાલકને ઝોકુ આવી જતા તે અન્ય કાર સાથે ભટકાતા અકસ્માત સર્જાયો હોવાનું પ્રાથમિક અનુમાન લગાવવામાં આવી રહ્યું છે. બનાવની તપાસ આમોદ પોલીસ ચલાવી રહી છે.
પરિવારમાં ગમગીની છવાઈ
આ અંગે પોલીસે તપાસ કરી ત્યારે મૃતકના પિતાએ જણાવ્યું હતું કે, આજે સવારના 5:30 વાગે ભરૂચની આજુબાજુ મારી દીકરો અને મારા પત્ની કચ્છમાં મામેરુ દેવા આવ્યા હતા, ત્યારે આ અકસ્માત સર્જાતા તેઓનું મોત નીપજ્યું છે. આ અકસ્માતના બનાવના કારણે માં દીકરાનું મોત થતા તેમનો પરિવાર શોકમાં ગરકાવ થયો છે
- ગુગલ ન્યુઝમાં Trishul News Gujarati ની અપડેટ મેળવવા ક્લિક કરો: Trishul News Gujarati
- નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.
- વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.
- યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરીને જોતા રહો વિડીયો ન્યુઝ: Trishul News YouTube
- એન્ડ્રોઇડ એપ ડાઉનલોડ કરો: Trishul News Gujarati Android App આઈફોન માટે એપ ડાઉનલોડ કરો: Trishul News Gujarati iPhone App