જામનગર: વેકેશનમાં બહાર ગયેલાં ઍરફોર્સ અધિકારીના સરકારી કવાર્ટરમાં સેક્સ કરી ગયા હવસખોરો

Jamanagar Airforce News: જામનગરમાંથી વિચિત્ર સેક્સકાંડનો કિસ્સો સામે આવ્યો છે.જ્યાં ઍરફોર્સ સ્ટેશનમાં ફરજ બજાવતાં એક ઉચ્ચ મહિલા અધિકારી ક્વાર્ટરને તાળું મારીને રજા પર ગયાં હતા. બાદમાં તેમની પાછળથી તેમના ઘરમાં ઘૂસીને કોઈએ સેક્સ કર્યું હોવાના (Jamanagar Airforce News) પુરાવા મળતાં મહિલા અધિકારી દોડતા થયા હતા અને તરત જ આ અંગે એસપીને રજૂઆત કરી હતી.

એરફોર્સના અધિકારી રજા પર ગયાને…
આ અંગે મળતી માહિતી મુજબ,જામનગરના ઍરફોર્સ સ્ટેશનનાં એક ઉચ્ચ મહિલા અધિકારી રજા પર ગયાં હતાં. જે બાદ તે પોતાના ઘરે પરત ફર્યા તે દરમિયાન જે તેને જોયું તે જોઈને ચોકી ઉઠ્યા હતા. કારણકે તેમને ઘરમાં આવીને જોયું તો કોઈએ સેક્સ કર્યું હોય તેવા અનેક નિશાન અને વાળ પડ્યા હતા. એ પછી મહિલા અધિકારીએ જામનગરના એસપીનો સંપર્ક કર્યો અને ફરિયાદ નોંધાવી હતી.

જાણભેદુ હોવાની આશઁકા
જે બાદ એસીપીએ ફરિયાદના આધારે તાપસ હાથ ધરી હતી. ત્યારે મહિલા અધિકારીના ઘરમાં કોઈએ બળજબરીથી પ્રવેશ કર્યો હોય તેવા નિશાન પોલીસને મળ્યાં નથી. તાળું પણ તૂટેલું નહોતું. આથી કોઈ જાણભેદુ હોવાની શંકા સાથે પોલીસે ખૂબ જ ખાનગી રાહે તપાસ શરૂ કરી છે. તેમાં 5 જેટલા શંકમંદનાં નામ આવતાં તેમના વ્યવહાર અને હાજરી અંગેની તપાસ શરૂ કરાઈ છે.

પોલીસે તપાસ આદરી
ઍરફોર્સમાં બનેલી ઘટનાની તપાસમાં જોડાયેલા પોલીસ અધિકારીઓએ મોંઢાં સીવી લીધાં છે. આ તપાસમાં તેમણે કોઈ પણ કોન્સ્ટેબલ, હેડ કોન્સ્ટેબલ કે રાઇટરને સાથે રાખ્યા નથી. ફક્ત તેઓ જઈને ખૂબ જ ખાનગી રહે તપાસ ચલાવી રહ્યા છે.

ત્યારે તેને જોઈને અનેક સવાલો ઉઠી રહ્યા છે.5 જેટલા શખ્સ શંકાના ઘેરામાં છે. પોલીસે તેમની પૂછપરછ કરીને અન્ય રીતે પણ તપાસ કરાયા પછી આ તમામ લોકોના સિમેનનાં સેમ્પલ લઈ પૃથક્કરણ માટે લેબોરેટરી મોકલાયાં છે. આ જો સેમ્પલ ઘરમાંથી મળેલાં સેમ્પલ સાથે મેચ થશે તો ગુનેગાર પકડાઈ જશે. પોલીસ હવે આ ડીએનએ રિપોર્ટની રાહ જોઈ રહી છે.