ટીમ ઇન્ડિયાએ ઓસ્ટ્રેલિયા સામે રચ્યો ઈતિહાસ: ભારતીય બોલરોએ 77 વર્ષ બાદ કર્યો કમાલ

India vs Australia: ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે 5 મેચની ટેસ્ટ સીરિઝની બોર્ડર ગાવસ્કર ટ્રોફીની પહેલી મેચ આજથી પર્થમાં રમાઈ રહી છે. આ મેચમાં ભારતીય ટીમના કેપ્ટન જસપ્રિત બુમરાહે ટોસ જીતીને પહેલા બેટિંગ કરવાનો નિર્ણય કર્યો હતો. પરંતુ આ મેચમાં ભારતીય ટીમની (India vs Australia) બેટિંગ નિરાશાજનક રહી હતી. અને ટીમ 150 રનના સ્કોર પર સમેટાઈ ગઈ હતી. પર્થ ટેસ્ટ મેચમાં પહેલા દિવસની રમત સમાપ્ત થઈ ત્યાં સુધીમાં ઓસ્ટ્રેલિયાએ તેની પહેલી ઇનિંગમાં 7 વિકેટે 67 રન બનાવ્યા હતા. પહેલી ઇનિંગના આધારે ઓસ્ટ્રેલિયાની ટીમ હજુ પણ 83 રનથી પાછળ છે.

ભારતીય બોલરો સામે કાંગારુ ટીમ ધરાશાયી
પરંતુ ઓસ્ટ્રેલિયાની ટીમના બેટરો ભારતીય બોલરો સામે ટકી શક્યા ન હતા. અને 50 રનનો સ્કોર પહોંચ્યો ત્યાં સુધીમાં ઓસ્ટ્રેલિયન ટીમ છ વિકેટ ગુમાવી ચૂકી હતી. જસપ્રિત બુમરાહ અને મોહમ્મદ સિરાજની જોડી સામે કાંગારૂ બેટરો ધરાશાયી થઇ ગયા હતા. બુમરાહે 4 વિકેટ જ્યારે સિરાજે પણ 2 વિકેટ ઝડપીને તરખાટ મચાવ્યો હતો. આ સિવાય હર્ષિત રાણાએ એક વિકેટ ઝડપી હતી.

ભારત પાસે હેટ્રિકની તક
ભારતીય ટીમે છેલ્લા બે પ્રવાસમાં ઓસ્ટ્રેલિયાને તેના ઘરઆંગણે જ હરાવ્યું હતું. આ વખતે ભારત પાસે હેટ્રિકની તક છે. આ મેચમાં નીતિશ કુમાર રેડ્ડી અને હર્ષિત રાણાએ ભારતીય ટીમ માટે ટેસ્ટ ડેબ્યૂ કર્યું હતું. જયારે નાથન મેકસ્વીનીએ ઓસ્ટ્રેલિયા તરફથી ડેબ્યૂ કર્યું હતું.

જસપ્રીત બુમરાહે કોને આઉટ કર્યો?
જસપ્રીત બુમરાહે ઓસ્ટ્રેલિયાના પ્રથમ દાવ દરમિયાન નાથન મેકસ્વીની (10), ઉસ્માન ખ્વાજા (8), સ્ટીવ સ્મિથ (0), પેટ કમિન્સ (3) અને એલેક્સ કેરી (21)ને પેવેલિયનનો રસ્તો બતાવ્યો હતો. પર્થ ટેસ્ટમાં કેપ્ટન જસપ્રીત બુમરાહ આટલી ખતરનાક બોલિંગ કરી રહ્યો છે.

જસપ્રીત બુમરાહને જોઈને એવું લાગે છે કે તે દરેક બોલ પર વિકેટ લઈ શકે છે. જસપ્રીત બુમરાહ અત્યારે ટીમ ઈન્ડિયાનો સૌથી ઘાતક હથિયાર છે. આ શક્તિશાળી બોલરે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં 416 વિકેટ લીધી છે. આ મેચ વિનિંગ બોલરની હાજરીથી ટીમ ઈન્ડિયાની તાકાત બમણી થઈ ગઈ છે. આખી દુનિયામાં એવો કોઈ બોલર નથી જે તેના ઘાતક બોલથી વિકેટ લેવામાં જસપ્રીત બુમરાહને ટક્કર આપી શકે.