ભાવનગરમાં ટ્રક પાછળ અન્ય ટ્રક અથડાતા અકસ્માત, 1નું ઘટના સ્થળ પર જ મોત

Bhavnagar Accident: ભાવનગર શહેરમાં આજે માર્ગ અકસ્માતના બે બનાવ બનતા તેમાં બેના મોત થયા હતા. નિર્મળનગરના નાકા પાસે પાલિકાના ડેમ્પર ચાલકે વૃદ્ધને અડફેંટમાં લઇ પાછલના વીલમાં કચડી નાંખતા તેમનું ઘટનાસ્થળે જ મોત થયું હતું, તો નારી ચાકડી (Bhavnagar Accident) પાસે વહેલી સવારે મઢુલી પાસે ટેન્કરની પાછલ ટેન્કર ધડાકાભેર અથડાતા ટેન્કરની કેબિનમાં સુઇ રહેલા એક શ્રમજીવીનું ઘટનાસ્થળે જ મોત નિપજ્યું હતું. આ બનાવ અંગે નિલમબાગ અને વરતેજ પોલીસે ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે.

અકસ્માતમાં વૃદ્ધનું મોત
આ અંગે મળતી માહિતી મુજબ પરા વિસ્તારમાં રેલવે કોલોની ખાતે રહેતા મેપાભાઇ ખોડાભાઇ બારૈયા (ઉ.વ.60) આજે બપોરના સમયે નિર્મળનગરના નાકેથી પસાર થઇ રહ્યાં હતા ત્યારે અચાનક જ પુર ઝડપે પસાર થઇ રહેલા પાલિકાના ડમ્પર ચાલકે મેપાભાઇને પાછળથી ટક્કર મારતા તેઓ ડમ્પરના પાળના વ્હીલમાં આવી ગયા હતા અને તેમને ગંભીર ઇંજાઓ પહોંચતા તેમનું ઘટનાસ્થળે જ મોત થયું હતું.

ડમ્પરચાલક થયો ફારર
જાહેર રોડ પર ડમ્પરના ચાલકે વૃદ્ધને અડફેંટમાં લઇ મોત નિપજાવતા આ બનાવના પગલે સ્થળ પર મોટી સંખ્યામાં લોકોના ટોળા એકટા થઇ ગયા હતા. જ્યારે ડમ્પરનો ચાલક સ્થળ પરથી ફરાર થઇ ગયો હતો. આ બનાવ અંગે જગદીશભાઇ મેપાભાઇ બારૈયાએ ફરિયાદ નોંધાવતા નિલમબાગ પોલીસે ડમ્પરના ફરાર અજાણ્યા ચાલક વિરુદ્ધ ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે.

આ રીતે બન્યો બીજો બનાવ
જીવલેણ માર્ગ અકસ્માતનો બીજો બનાવ નારી ચોકડી નજીક મઢુલી પાસે બન્યો હતો. જારખંડથી સ્ટીલની હેવી પ્લેટો ભરીને ભાવનગર આવી રહેલી ટ્રકની પાછળ બીજી ટ્રક પણ આવી રહી હતી અને તેમાં પણ લોખંડની હેવી પ્લેટો ભરેલી હતી. મઢુલી પાસે બમ્પ આવતા ટ્રક ચાલકે બ્રેક મારતા પાછળથી પુર ઝડપે આવી રહેલા ટ્રકના ચાલકે કાબુ ગુમાવ્યો હતો અને તેની ટ્રક ધડાકાભેર અથડાતા ટ્રકની કેબિનમાં સુઇ રહેલા અનિલ કંજર નામના શ્રમીકને ગંભીર ઇંજા પહોંચી હતી અને તેનું મોત થયું હતું.

બ્રેક ન મારી શકતા ટ્રકનો ચાલક કેબિનમાંથી કુદી ગયો
નારી ચાકડી પાસે સર્જાયેલા અકસ્માતમાં એક શ્રમીકનું મોત થયું હતું. ફરિયાદમાં જણાવ્યા પ્રમાણે ઝારખંડની ઇલેક્ટ્રો સ્ટીલ નામની કંપનીમાંથી ત્રણ ટ્રક હેવી લોખંડની પ્લેટો ભરીને ભાવનગર આવી રહી હતી. ત્રણે ટ્રક આગળ પાછળ ચાલતી હતી. ફરિયાદી ટ્રક ચાલક મહાવીરની ટ્રક વચ્ચે હતી અને તેની પાછળ દિનેશની ટ્રક આવી રહી હતી. ફરિયાદી મહાવીરે બંપના કારણે બ્રેક મારતા દિનેશના ટ્રકની સ્પીડ એટલી વધુ હતી કે, તે બ્રેક મારી શક્યો ન હતો એટલે તે ડ્રાઇવીંગ પડતું મુકીને કેબિનમાંથી કુદી ગયો હતો જેથી તેનો બચાવ થયો હતો. જ્યારે તેની કેબિનમાં સુતેલા શ્રમીક યુવક અનિલનું મોત થયું હતું.