અંકલેશ્વરના દેશી છોકરાના પ્રેમમાં સાત સમુંદર પાર કરી ભારત આવી ફિલિપાઈન્સની ભૂરી- કર્યા ધામધૂમથી લગ્ન

Ankleshwar Viral News: પ્રેમની કોઈ સીમા હોતી નથી. પ્રેમને જાતિ, સંપ્રદાય, ધર્મ અને કોઈપણ સરહદ નડતી નથી. આજકાલ વિદેશી યુવતીઓ સાથે પ્રેન લગ્નના કિસ્સાઓ સામે આવ્યા છે. ત્યારે આવો જ એક કિસ્સો અંકલેશ્વરમાં સામે આવ્યો છે. જ્યાં ફિલિપાઈન્સની (Ankleshwar Viral News) યુવતી અંકલેશ્વરના યુવક સાથે લગ્ન કરવા માટે સરહદો પાર કરીને ગુજરાત આવી હતી.

સોશિયલ મીડિયામાં થઇ મિત્રતા
સોશિયલ મીડિયા પર અંકલેશ્વરના યુવાન પિન્ટુ પ્રસાદ ફિલિપાઈન્સ યુવતી LIMBAJANE MAGDAO સાથે મિત્રતા કરી હતી. સોશિયલ મીડિયા પર વાતચીત કરતા પિન્ટુને આ યુવતી સાથે પ્રેમ થઈ ગયો હતો. બંને વચ્ચે પ્રેમ એટલો ગાઢ થયો કે બંનેએ લગ્ન કરવાનું નક્કી કર્યું હતું.

હિન્દૂ રીતિ રિવાજ મુજબ કર્યા લગ્ન
ભારે જહેમત બાદ પિન્ટુ તેની પ્રેમિકાને લેવા ફિલિપાઇન્સ પહોંચ્યો હતો. ફિલિપાઈન્સમાં યુવતીના માતા-પિતા અને પરિવારે પિન્ટુને અપનાવી લીધો હતો. ત્યા બંનેએ ક્રિશ્ચિયન રીતિ રિવાજ મુજબ લગ્ન કર્યા હતા. ત્યારબાદ બંને ભારત આવ્યા અને અંકલેશ્વરમાં હિન્દૂ રીતિ રિવાજ મુજબ પરિવારે બન્નેના ધામધૂમથી લગ્ન કર્યા હતા.

અંકલેશ્વરના સામાન્ય પરિવારનો યુવાન પિન્ટુ પ્રસાદ ધોરણ 12 પાસ કર્યા પછી ITI મિકેનીકલ સુધી ભણ્યો છે. જે પછી તે તેના પિતા સાથે તેમના લસણના હોલસેલ બિઝનેસમાં જોડાઈ ગયો. તે દરમિયાન તેની નજર સોશિયલ મીડિયા ફેસબુક પર સર્ફિંગ દરમિયાન બે વર્ષ પહેલા એક વિદેશી યુવતી કે જે ફિલિપાઇન્સની હતી તેના પર ઠરી ગઈ.

પરિવાર પહેલાતો ખચકાયો પણ પછી…
આખરે બંનેએ એક થવાનું નક્કી કર્યું પણ દેશના સીમાડાઓ આડે આવ્યા. અલગ સંસ્કૃતિ, અલગ દેશ અને અપરિચિત લોકોના કારણે પ્રસાદનો પરિવાર તેના પ્રેમને સ્વીકારવામાં ખચકાટ અનુભવતો હતો.

શું કહ્યું લગ્નગ્રંથીએ જોડાયેલા કપલે
Limbajane Magdao એ આ લગ્ન અંગે વધુ જાણકારી આપતા હિન્દી અને અંગ્રેજી ભાષામાં કહ્યું કે, મને ભારત પસંદ છે, અહીંના લોકો મને પસંદ છે. મને ગુજરાત ખુબ જ ગમ્યું છે. મને મારા સાસુ અને સસરા પણ ગમે છે. અહીંની સંસ્કૃતિ ખુબ સારી છે અને ભોજન પણ મને ગમે છે. આ અંગે વરરાજા એવા અંક્લેશ્વરના યુવાન પિન્ટુ પ્રસાદે કહ્યું કે, હું બે વર્ષ પહેલા ફિલિપિન્સની છોકરી સાથે સંપર્કમાં આવ્યો હતો. રોજ વીડિયો અને ઓડિયો કોલ પર વાત થતી હતી. મારા પિતાએ મને કહ્યું કે તું જા અને તને છોકરી ગમે છે તો લઈ આવ.

મારા પાસપોર્ટ અને વીઝામાં મદદ કરી અને ત્યાં જઈને મેં ત્યાં લગ્ન કર્યા અને ત્યાં પણ તેના પરિવારે મને મદદ કરી અને આખરે અમે અહીં આવ્યા અને અહીં અમે લગ્ન કર્યા. મારી પત્નીને પણ આપણા રિવાજો ખુબ ગમ્યા છે. હવે આજે હું તે તમામ મદદ કરનારાઓનો આભાર વ્યક્ત કરું છું. તેના માતા-પિતાએ મને હું ત્યાં ગયો ત્યારે મને ખુબ માન અને પ્રેમથી રાખ્યો હતો. અમે ત્યાં પણ કોર્ટ મેરેજ કર્યા હતા કે જેથી તેમને કોઈ પ્રકારે સમસ્યા થાય નહીં. અહીં પણ હવે અમે હિન્દુ રિવાજો પ્રમાણે લગ્ન કર્યા છે.