Singoda Cultivation: આજકાલ સારી નોકરી છોડીને લોકો ખેતીમાં પોતાનું કરિયર બનાવી રહ્યા છે અને બીજા ખેડૂતો માટે ઉદાહરણરૂપ બની રહ્યા છે. જેઓ પોતાના (Singoda Cultivation) પરિવારનું તો ગુજરાન ચલાવે જ છે.શિંગોડા જેણે ચેસ્ટનટ પણ કહેવામાં આવે છે, તેની ખેતી કરી તમે વર્ષે 4-5 લાખ સુધીની કમાણી કરી શકો છો.
આ રીતે થાય છે શિંગોડાની ખેતી
શિંગોડાનો પાક માત્ર 6 મહીનામાં તૈયાર થઈ જાય છે. એટલા માટે અન્ય પાકોની સરખામણીએ શિંગોડામાંથી બે ઘણો નફો કમાઈ શકાય છે. શિંગોડાની લાલ ચિકની ગુલરી, લાલ ગઠુઆ, હરીરી, ગઠુઆ, કટીલા જેવી જાતોમાંથી ઘણો સારો નફો મેળવી શકાય છે.
શિંગોડાની ખેતી માટે સૌથી પહેલા ખેતરને ચારેબાજુથી 2થી 3 ફૂટ સુધી ઉંચી મેંઢ બનાવો અને પછી તેમાં 1 ફૂટની ઉંચાઈ સુઘી પાણી ભરી રાખો.
જાન્યુઆરીથી ફેબ્રુઆરીમાં કરવામાં આવે છે આ પાક
શિંગોડાના પાક માટે છોડ નર્સરીમાં જાન્યુઆરીથી ફેબ્રુઆરીના મહીનામાં તૈયાર કરવામાં આવે છે. તેની રોપણી જુલાઈમાં મોનસૂનના સમયમાં કરવામાં આવે છે.શિંગોડામાં પ્રોટીન, શર્કરા, કેલ્શિયમ, મેગનીજ, પોટેશિયમ, વિટામિન સી, જિંક, કોપર ઘણી માત્રામાં હોય છે.શિંગોડાની ખેતીમાં તમે ફળને કીટાણુઓથી બચાવવા માટે ફોસ્ફોરસ અને પોટેશિયમનો ઉપયોગ કરી શકો છો. તેની સાથે ખેતરમાં પ્રતિ હેક્ટરમાં 30થી 40 કિલોગ્રામ યૂરિયાનો ઉપયોગ કરો.
આ પાકમાં થાય છે લાખોની કમાણી
આ અંગે શિંગોડાની ખેતી કરનાર વ્યક્તિએ જણાવ્યું કે, માર્કેટમાં અન્ય શિંગોડાના ભાવ ખુબ જ સારા મળે છે. તેઓ પોતાના ખેતરમાં જ તળાવ બનાવીને શિંગોડાની ઓર્ગેનિક રીતે ખેતી કરી રહેલા સેઠપાલ 6 મહિનામાં લાખો રૂપિયા કમાઈ લે છે.
- ગુગલ ન્યુઝમાં Trishul News Gujarati ની અપડેટ મેળવવા ક્લિક કરો: Trishul News Gujarati
- નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.
- વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.
- યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરીને જોતા રહો વિડીયો ન્યુઝ: Trishul News YouTube
- એન્ડ્રોઇડ એપ ડાઉનલોડ કરો: Trishul News Gujarati Android App આઈફોન માટે એપ ડાઉનલોડ કરો: Trishul News Gujarati iPhone App