કડકડતી ઠંડી માટે રહો તૈયાર! ગુજરાતમાં 8 શહેરમાં 16 ડિગ્રીથી નીચે તાપમાન, જાણો હવામાન વિભાગની આગાહી

Gujarat Cold Forecast: ગુજરાતમાં શિયાળો જામવા લાગ્યો છે. દિવસેને દિવસે રાજ્યમાં તાપમાનમાં ઘટાડો નોંધાઈ રહ્યો છે ત્યારે ઠંડીએ જોર પકડ્યું છે. શિયાળાએ પોતાનું અસલી સ્વરૂપ દેખાડવાનું શરુ કરી દીધું છે. રાજ્યમાં એકાએક તાપમાનમાં ઘટાડો ( Gujarat Cold Forecast ) નોંધાયો છે. ગુજરાતમાં 11.8 ડિગ્રીથી લઈને 21.1 ડિગ્રી વચ્ચે લઘુતમ તપામાન નોંધાયું છે. જેમાં 11.8 ડિગ્રી લઘુતમ તપામાન સાથે રાજ્યનું પાટનગર સૌથી ઠંડુ શહેર રહ્યું હતું. એકંદરે રાજ્યમાં તાપમાનમાં બે ત્રણ ડિગ્રીનો ઘટાડો નોંધાયો છે.

ગાંધીનગર રાજ્યનું સૌથી ઠંડુ શહેર બન્યું, તાપમાન 11.8 ડિગ્રી
ગુજરાતમાં ઠંડી વધવાની સાથે લોકો ઠુંઠવાયા છે. કડકડતી ઠંડી પડવાની શરુ થતાં જ લોકો ઉપર અસર જોવા મળી રહી છે. ગુજરાતમાં 11.8 ડિગ્રીથી લઈને 21.1 ડિગ્રી વચ્ચે લઘુતમ તપામાન નોંધાયું છે. જેમાં 11.8 ડિગ્રી લઘુતમ તપામાન સાથે રાજ્યનું પાટનગર સૌથી ઠંડુ શહેર રહ્યું હતું.જ્યારે ઓખામાં 21.1 ડિગ્રી તાપમાન નોંધાયું હતું. ડીસા અને કેશોદમાં 14.3 ડિગ્રી તાપમાન સાથે બીજા નંબર પર રહ્યા છે.

હિમવર્ષા એટલે ગુજરાતમાં ઠંડી વધવાનો સીધો સંકેત
વધારે વિગતે વાત કરવામાં આવે તો, અત્યારે નવેમ્બર મહિનો પણ પૂર્ણ થવા આવ્યો છે, છતાં માત્ર સવારના સમયે જ ઠંડી પડે છે બપોરના સમયે તો લોકોને પંખો અને એસી ચાલી રાખવી પડતી હોય છે. ખાસ કરીને વાત કરવામાં આવે તો, આ સમયે જોર ઠંડી પડવી જોઈએ. જો કે, હવે હવામાન વિભાગ દ્વારા ઠંડીને લઈને આગાહી કરવામાં આવી છે. કારણે કે, અત્યારે ઉત્તર ભારતમાં હિમવર્ષા થઈ રહીં છે. જે ગુજરાતમાં ઠંડી વધશે તેનો સીધો સંકેત છે.

અમદાવાદમાં ઠંડીનો ચમકારો યથાવત
રાજ્યમાં એકંદરે તાપમાનમાં ઘટાડો નોંધાતા અમદાવાદ શહેરમાં પણ ઠંડીનો ચમકારો યથાવત રહ્યો છે. સવારથી લઈને સાંજ સુધી વાતાવરણમાં ઠંડી પ્રસરી છે. તાપમાનની વાત કરીએ તો અમદાવાદમાં 16 ડિગ્રી લઘુતમ તપામાન નોંધાયું છે. આગામી દિવસોમાં ઠંડીનો પારો નીચો જવાની શક્યતાઓ સેવાઈ રહી છે.

ગુજરાતમાં આગામી દિવસોમાં 10 ડિગ્રી સુધી પહોંચશે ઠંડી
ઉત્તર ભારત અને ગુજરાતને અડીને આવેલા હિલ સ્ટેશન માઉન્ટ આબુ ઉપર બરફ પડતા તેની અસર ગુજરાતમાં જોવા મળી રહી છે. માઉન્ટ આબુમાં તાપમાન માયનસમાં પહોંચતા જ ગુજરાતમાં પણ તાપમાનનો પારો ગગડી રહ્યો છે. આગામી દિવસોમાં ગુજરાતમાં 10 ડિગ્રી લઘુતમ તાપમાન સુધી ઠંડીનો પારો પહોંચવાની શક્યતાઓ હવામાન વિભાગે સેવી છે.