Instagramમાં આવ્યા ઢગલાબંધ નવા ફીચર્સ, યુઝર્સને પડી જશે મોજ; જાણો વિગતે

Instagram New Features: Instagramમાં અનેક નવા ફીચર્સ જોડવામાં આવ્યા છે. Meta નો આ ફોટો-વીડિયો શેયરિંગ પ્લેટફોર્મ યુવાઓની વચ્ચે ખૂબ લોકપ્રિય છે. આ એપમાં બધા ફીચર્સ DM એટલે કે ડાયરેક્ટ મેસેજમાં જોડવામાં આવ્યા છે. યુઝર્સ હવે ઇન્સ્ટાગ્રામનાં માધ્યમથી (Instagram New Features) લોકેશન શેરિંગ સહિત અનેક કામ કરી શકશે. આ સાથે આમાં WhatsApp ની જેમ નવા સ્ટીકર્સ પણ મળશે. ઇન્સ્ટાગ્રામમાં આ બધા ફીચર્સ Snapchat ને ટક્કર આપવા માટે આવશે. Snapchat પણ યુવાઓને ખાસ કરીને ટીનએજર્સની વચ્ચે ખૂબ લોકપ્રિય છે. તો જાણો ઇન્સ્ટાગ્રામનાં આ નવા ફીચર્સ વિશે…

લોકેશન શેરિંગ
ઇન્સ્ટાગ્રામ દ્વારા તમે તમારું લોકેશન કોઈની સાથે શેર કરી શકશો. ઇન્સ્ટાગ્રામમાં આ ફીચર WhatsApp થી લાવવામાં આવ્યું છે. આમ, તમે કોન્ટેક્ટ્સની સાથે તમારું લાઈવ લોકેશન પણ શેર કરી શકો છો. આમ, તમે ઇન્સ્ટાગ્રામમાં પણ તમારું લાઈવ લોકેશન તમારાં ફોલોઅર્સની સાથે શેર કરી શકશો.

ખાસ કરીને આ ઇન્ફ્લુએન્સર્સ માટે ખૂબ ઉપયોગી હશે. તમે કોઈ ઇવેન્ટ, કોન્સર્ટ્સ તેમજ બીજા અનેક લોકેશન પોતાનાં ફોલોઅર્સને DM કરી શકશે. આ ફીચર માત્ર પ્રાઈવેટ કન્વર્સેશનનાં લોકોની સાથે કામ કરશે. તમે કોઈ વ્યક્તિને તમારું લોકેશન શેર કરી શકશો નહીં. ઇન્સ્ટાગ્રામનું આ ફીચર હાલમાં કેટલાક દેશોમાં લાઈવ થઈ ગયું છે. જલદી આ ભારત સહિત બીજા દેશમાં લાવવામાં આવશે.

નિકનેમ ફીચર
ઇન્સ્ટાગ્રામમાં આ ફીચર ખાસ કરીને એ યુઝર્સ માટે લાવવામાં આવ્યું છે, જે પોતાનાં મિત્રોને કોઈ નિકનેમ આપવા ઈચ્છે છે. ડાયરેક્ટ મેસેજ લિસ્ટમાં રહેલાં દોસ્તોને યુઝર્સ નવા નિકનેમ આપી શકે છે. આ માટે યુઝરને ડાયરેક્ટ મેસેજિંગની ટેબમાં રહેલાં પોતાનાં કોઈ મિત્રને ચેટ વિન્ડો કરવાનું રહેશે. ત્યારબાદ મિત્રનાં નામ પર એડિટ બટન મળશે જેની પર ટેપ કરીને નવું નિકનેમ અપડેટ કરી શકો છો. આ નિકનેમ માત્ર તમને DM ચેટમાં જોવા મળશે.

નવા સ્ટીકર્સ
ઇન્સ્ટાગ્રામમાં યુઝર્સ માટે 17 નવા સ્ટીકર પેક્સ જોડવામાં આવ્યા છે, જેમાં 300 કરતા વધારે નવા ફની સ્ટીકર્સ મળશે. યુઝર્સ આ સ્ટીકર્સનો ઉપયોગ ડાયરેક્ટ મેસેજિંગ દરમિયાન કરી શકશે. આ સિવાય પોતાનાં સ્ટીકર પણ ક્રિએટ કરી શકશે. આ ફીચર્સ સિવાય પણ ઇન્સ્ટાગ્રામમાં અનેક નવા ફીચર્સ થોડા દિવસ પહેલાં લોન્ચ કરવામાં આવ્યા હતા.