Footwear Vastu Rules: હિંદુ ધર્મમાં જ્યોતિષને ખાસ મહત્વ આપવામાં આવ્યું છે. જ્યોતિષમાં માનવામાં આવે છે કે ઘરની દરેક વસ્તુમાં સકારાત્મક અને નકારાત્મક ઉર્જાનો સંચાર થાય છે. એવામાં ઘણા વ્યક્તિઓ પોતાની રૂટીન લાઇફમાં કેટલીક ભૂલો કરે છે. જે તેના માટે મુસિબતનું (Footwear Vastu Rules) કારણ બની જાય છે. જ્યોતિષનું માનીએ તો જો તમે પણ આ ભૂલોથી બચો છો, તો તમારી જીંદગીમાં ખુશહાલી અને સમૃદ્ધિ આવશે. તમે ઘણીવાર જોયું હશે કે કેટલાક લોકો બીજાની ચંપલ પહેરી લે છે પરંતુ આમ કરવું યોગ્ય છે કે નહી ચાલો જણાવીએ.
દ્રરિદ્રતા આવશે
જ્યોતિષ શાસ્ત્રમાં જણાવવામાં આવ્યું છે કે જે લોકો બીજાના બૂટ કે ચંપલ પહેરે છે, તેનાથી તેમના ઘરમાં દ્રરિદ્રતા આવે છે અને જીંદગીમાં ઘણા પ્રકારના સંઘર્ષ વધી જાય છે.
દુર્ભાગ્ય વધે છે
જેઓ બીજાના ચંપલ પહેરે છે તેઓનું દુર્ભાગ્ય વધે છે. શાસ્ત્રોમાં કહેવામાં આવ્યું છે કે વ્યક્તિએ ક્યારેય બીજાના ચપ્પલ ન પહેરવા જોઈએ. જો તમે કોઈ બીજાના બૂટ કે ચંપલ પહેરો છો તો તેનાથી તમારી દુર્ભાગ્ય વધે છે અને નસીબ પણ તમારો સાથ નથી આપતું.
ગ્રહોની દશા પર ખરાબ અસર
જો તમે કોઇ બીજા વ્યક્તિના ચંપલ કે બૂટ પહેરો છો તો તેનાથી તમારા ગ્રહોની દશા પર ખરાબ અસર પડે છે અને ગ્રહ દોષ લાગે છે. જીંદગીમાં ઘણા પ્રકારની સમસ્યાઓ આવવા લાગે છે.
સુખ શાંતિ મળતી નથી
જે લોકો બીજાના બૂટ અને ચંપલ પહેરે છે તેમના જીવનમાં ઘણી વાર પરેશાનીઓનો સામનો કરવો પડે છે અને તેમના ઘરમાં ક્યારેય શાંતિ અને ખુશી નથી આવતી.
શનિદેવનો પ્રકોપ
દરેક વ્યક્તિના ચરણોમાં શનિનો વાસ હોય છે. એવામાં જે લોકો બીજાના બૂટ કે ચંપલ પહેરે છે, તેમને શનિ દેવનો ગુસ્સો સહન કરવો પડે છે.
સારો સમય પૂરો થઇ જાય છે
જ્યોતિષ શાસ્ત્રમાં કહેવાયું છે કે જે લોકો બીજા લોકોના જૂતા અને ચંપલનો ઉપયોગ કરે છે, તેમનો ખરાબ સમય શરૂ થઈ જાય છે અને સારા દિવસોની ઉંધી ગણતરી શરૂ થઇ જાય છે.
- ગુગલ ન્યુઝમાં Trishul News Gujarati ની અપડેટ મેળવવા ક્લિક કરો: Trishul News Gujarati
- નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.
- વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.
- યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરીને જોતા રહો વિડીયો ન્યુઝ: Trishul News YouTube
- એન્ડ્રોઇડ એપ ડાઉનલોડ કરો: Trishul News Gujarati Android App આઈફોન માટે એપ ડાઉનલોડ કરો: Trishul News Gujarati iPhone App