Tarapur Accident: ગુજરાતમાં એક પછી એક ગમખ્વાર અકસ્માતની ઘટનાઓ વધતી જઈ રહી છે. આજે આણંદના પેટલાદ નજીક તારાપુર-ધર્મજ હાઈવે (Tarapur Accident) પર એક ગોઝારો અકસ્માત સર્જાયો જેમાં લક્ઝરી બસનું કચ્ચરઘાણ વળી ગયું હતું. મળતી માહિતી અનુસાર આ અકસ્માત એટલો ભયાનક હતો કે 3 લોકો ઘટનાસ્થળે જ મૃત્યુ પામી ગયા હતા.
ઓવરટેકના ચક્કરમાં સર્જાયો અકસ્માત
અહેવાલ અનુસાર તારાપુર-ધર્મજ હાઈવે પર ટ્રક અને લક્ઝરી બસ વચ્ચે આ ભયંકર અકસ્માત સર્જાયો હતો. જેમાં રાજકોટથી સુરત તરફ જતી આ બસની ઓવરટેકના ચક્કરમાં ટ્રક સાથે ટક્કર થઇ ગઇ હતી. ટ્રક સામેથી આવતી હતી. અકસ્માતમાં ત્રણ લોકો માર્યા ગયા છે. મૃતકોમાં યુવાનો સામેલ છે.આ ઘટનાની માહિતી મળતાં જ પેટલાદ ગ્રામ્ય પોલીસ ઘટના સ્થળે દોડી આવી હતી અને આગળની તપાસ હાથ ધરી હતી. પોલીસે મૃતદેહોને પીએમ માટે પેટલાદની સિવિલ હોસ્પિટલમાં ખસેડ્યા હતા.
આ લોકોના થયા કમકમાટીભર્યા મોત
આ ઘટનામાં ધ્રુવ રૂડાણી (ઉ.વ. 32), મૃતક મનસુખભાઈ કોરાટ (ઉ.વ. 67), મૃતક કલ્પેશ જીયાણી (ઉ.વ. 39)ના મોત થયા હોવાનું સામે આવ્યું છે. ત્યારે આ ત્રણના મોતના પગલે હાઇવે પર ચકચાર મચી જવા પામી છે.તેમજ આ અકસ્માતના કારણે હાઇવે પર ભારે ટ્રાફિકજામના દ્રશ્યો જોવા મળ્યા હતા.તેમજ આ ઘટનામાં વાહનોનો કુરચો વળી ગયો હતો.
15 જેટલા મુસાફરો થયા ઘાયલ
15 જેટલ મુસાફરોને ઇજા પહોંચી હતી. ઇજાગ્રસ્તોને સારવાર અર્થે નજીકની હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. પોલીસે મૃતદેહોને પીએમ અર્થે પેટલાદ હોસ્પિટલ ખસેડવાની કાર્યવાહી હાથ ધરી હતી. અકસ્માતના પગલે ટ્રાફિક જામ સર્જાયો હતો. પોલીસે ટ્રાફિક પૂર્વવત કરવાની કાર્યવાહી હાથ ધરી હતી.
રસ્તો બન્યો લોહિયાળ
આ ઘટના નજરે જોનારાએ જણાવ્યું હતું કે, અમે આ માર્ગ પરથી પસાર થઇ રહ્યા હતા ત્યારે આ અકસ્માત જોઈને થોડીવાર તો અમે હચમચી ગયા હતા. ત્રણ લોકોની લોહીલુહાણ હાલતમાં લાશ પડી હતી.તેમજ બીજા અન્ય લોકો દર્દથી કાંસી રહ્યા હતા.તો બીજી તરફ વાહનનું પડીકું વળી ગયું હતું. રસ્તો લોહિયાળ બની ગયો હતો.
- ગુગલ ન્યુઝમાં Trishul News Gujarati ની અપડેટ મેળવવા ક્લિક કરો: Trishul News Gujarati
- નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.
- વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.
- યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરીને જોતા રહો વિડીયો ન્યુઝ: Trishul News YouTube
- એન્ડ્રોઇડ એપ ડાઉનલોડ કરો: Trishul News Gujarati Android App આઈફોન માટે એપ ડાઉનલોડ કરો: Trishul News Gujarati iPhone App