JharKhand Crime News: બે વર્ષ પહેલા દિલ્હીમાં બનેલી શ્રદ્ધા વાલકર હત્યા કેસ હજુ બાધાનાને યાદ છે, શ્રદ્ધાના લિવ-ઈન પાર્ટનરે તેની હત્યા કરીને મૃદેહના ટુકડા જંગલમાં ફેંકી દીધા હતાં, દિલ્હીમાં બનેલી આ ઘટનાએ સમગ્ર દેશમાં ખળભળાટ મચાવી દીધો હતો. એવામાં આવો (JharKhand Crime News) જ એક કિસ્સો ઝારખંડમાં બન્યો છે. એક પ્રેમીએ પ્રેમિકાની હત્યા કરી, મૃતદેહના 40-50 ટુકડા કરી જંગલમાં ફેંકી દીધા હતાં.
મૃતદેહના 40-50 ટુકડા કર્યા
મળતી માહિતી મુજબ, 24 નવેમ્બરના રોજ જરિયાગઢ પોલીસ સ્ટેશન વિસ્તાર હેઠળના જોરદાગ ગામના લોકોએ રખડતા કૂતરાને માનવ શરીરનો હાથ પકડીને ફરતો જોયો હતો. ગામ લોકોએ આ અંગે પોલીસને જાણ કરી હતી. પોલીસે તાપસ કરીને હત્યારાને શોધી કાઢ્યો હતો, જેની ઓળખ નરેશ ભેંગરા તરીકે થઈ છે. તેની ઉંમર 25 વર્ષની છે. પોલીસે તેની ધરપકડ કરી છે.
પ્રેમસંબંધનો કરુણ અંજામ
મૃતક મહિલાની ઓળખ ગંગી કુમારી તરીકે થઈ છે. ગંગી અને નરેશ લિવ-ઈન રિલેશનશિપમાં રહેતા હતા. નરેશ કસાઈ તરીકે કામ કરતો હતો. બંને ખુંટી ગામના રહેવાસી હતા. બંને વચ્ચે પ્રેમ સંબંધ બંધાયો હતો. બંને તમિલનાડુ ગયા અને લિવ-ઈન રિલેશનશિપમાં રહેવા લાગ્યા. થોડા દિવસો પહેલા નરેશ ઝારખંડ પાછો આવ્યો અને બીજી યુવતી સાથે લગ્ન કર્યા. ગંગીને આ વિશે કોઈ જાણકારી નહોતી. લગ્ન પછી નરેશ પાછો તમિલનાડુ ગયો અને ગંગી સાથે રહેવા લાગ્યો.
મૃતદેહના ટુકડા જંગલમાં ફેંક્યા
પોલીસ અધિકારીએ જણાવ્યું કે નરેશ અને ગંગી 8 નવેમ્બરે ખુંટી પહોંચ્યા હતા. ગંગી નરેશના ઘરે જવા માંગતી હતી. તેની સાથે રહેવા માંગતી હતી, પણ નરેશ તૈયાર નહોતો. તેને ઘરે લઈ જવાને બદલે તે ગંગીને જંગલમાં લઈ ગયો. ત્યાં તેને રાહ જોવાનું કહીને ચાલ્યો ગયો, જ્યારે તે પાછો આવ્યો ત્યારે તેના હાથમાં તિક્ષ્ણ હથિયાર હતું. પહેલા તેણે ગંગી પર બળાત્કાર કર્યો. ત્યારબાદ તેણે દુપટ્ટા વડે તેનું ગળું દબાવી હત્યા કરી હતી. ત્યાર બાદ મૃતદેહના ટુકડા કરી જંગલમાં ફેંકી દીધા. પોલીસ પૂછપરછ દરમિયાન આરોપીએ જણાવ્યું કે તેણે મૃતદેહના લગભગ 40 થી 50 ટુકડા કરી નાખ્યા.
મૃત શરીરના ટુકડાને કૂતરો મોમાં લઇ ફરતો દેખાયો
હત્યાના લગભગ બે અઠવાડિયા પછી, 24 નવેમ્બરના રોજ, એક કૂતરો માનવ મૃતદેહના ટુકડો લઈને જતો જોવા મળ્યો હતો. કૂતરાના જડબામાં હાથ જોઈને લોકોએ પોલીસને જાણ કરી. જ્યારે પોલીસની ટીમ જંગલમાં પહોંચી તો શરીરના ઘણા ટુકડા મળી આવ્યા હતા. એક બેગ પણ મળી આવી, જેમાં ગંગીનું આધાર કાર્ડ અને કેટલીક અન્ય વસ્તુઓ રાખવામાં આવી હતી. પોલીસે જણાવ્યું કે નરેશ એક વ્યાવસાયિક કસાઈ છે. તેની ધરપકડ કરવામાં આવી છે. પૂછપરછ ચાલુ છે.
- ગુગલ ન્યુઝમાં Trishul News Gujarati ની અપડેટ મેળવવા ક્લિક કરો: Trishul News Gujarati
- નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.
- વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.
- યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરીને જોતા રહો વિડીયો ન્યુઝ: Trishul News YouTube
- એન્ડ્રોઇડ એપ ડાઉનલોડ કરો: Trishul News Gujarati Android App આઈફોન માટે એપ ડાઉનલોડ કરો: Trishul News Gujarati iPhone App