Digital Arrest: સુરત શહેરમાં 90 વર્ષના સિનિયર સિટીઝન સાથે ડિજિટલ અરેસ્ટનો કિસ્સો બન્યો છે. જેમા આરોપીઓએ પોતે મુંબઈ પોલીસના અધિકારી છે તેવું કહ્યું. બાદમાં વૃદ્ધને કહ્યું કે તમે મુંબઈથી ચાઇના મોકલેલા પાર્સલમાંથી ડ્રગ્સ તેમજ અન્ય વસ્તુ મળી (Digital Arrest) હોવાથી ફરિયાદ મળી છે. આરોપીઓએ વૃદ્ધ પર મની લોન્ડરિંગનો કેસ થયો હોવાનું કહીને સુપ્રીમ કોર્ટ ઓફ ઇન્ડિયા તેમજ ઈડીના લોગાવાળા બોગસ લેટરપેડ ફરિયાદીને મોકલી તેમની ધરપકડ કરવાની ધમકી આપી હતી.
1 આરોપી વોન્ટેડ જાહેર
બાદમાં આરોપીઓએ 90 વર્ષના વૃદ્ધને ડિજિટલ એરેસ્ટ કરી તેમની પાસેથી બળજબરીપૂર્વક 1 કરોડ 15 લાખ 50 હજાર રૂપિયા ઓનલાઈન ટ્રાન્સફર કરાવી લીધા. જેથી હાલ આ મુદ્દો શહેરમાં ટોક ઓફ ધ ટાઉન બન્યો છે. જોકે આ સમગ્ર મામલે સાયબર ક્રાઈમ સેલ દ્વારા 5 આરોપીની ધરપકડ કરવામાં આવી છે સાથે જ 1 વ્યક્તિને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યો છે.
90 વર્ષના વૃદ્ધને કર્યા ડિજિટલ અરેસ્ટ
ટેકનોલોજીના યુગમાં પણ ગુનેગારો હવે ડિજિટલ રીતે લોકો સાથે ફ્રોડ કરી રહ્યા છે. પોલીસ દ્વારા સાયબર ક્રાઈમને લઈને લોકોમાં જાગૃતિ ફેલાવવામાં આવી રહી છે. છતાં પણ કેટલાક લોકો સમાજમાં બદનામ થવાના ડરે આવા સાયબર ફ્રોડનો શિકાર બનતા હોય છે. ત્યારે સુરતના એક 90 વર્ષના સિનિયર સિટીઝન ડિજિટલ એરેસ્ટનો ભોગ બન્યા છે. 90 વર્ષના સિનિયર સિટીઝનને સાયબર ફ્રોડ આચરનારા ઈસમોએ ફોન કરીને પોતે CBI, ED, તેમજ મુંબઈ પોલીસના અધિકારી બોલતા હોવાની ખોટી ઓળખ આપીને વૃદ્ધે મુંબઈથી ચાઇના મોકલેલ કુરિયર પાર્સલમાંથી 400 ગ્રામ ડ્રગ્સ તેમજ અન્ય વસ્તુ મળતા મનીલોન્ડ્રિંગનો કેસ થયો હોવાનું જણાવ્યું હતું.
15 દિવસ સુધી ડિજિટલ અરેસ્ટ રાખ્યા
બાદમાં આરોપીઓએ સિનિયર સિટીઝનને સુપ્રીમ કોર્ટ ઓફ ઇન્ડિયા તેમજ ઈડીના લોગો વાળા બોગસ લેટર મોકલીને ધરપકડ કરવાની ધમકી આપી અને 15 દિવસ સુધી ડિજિટલ એરેસ્ટ કર્યું હતું અને ત્યારબાદ આ કેસમાંથી બચવા માટે અને ઘરના સભ્યોને પણ એરેસ્ટ ન કરવા માટે સિક્યુરિટી ડિપોઝિટ તરીકે ફરિયાદી પાસેથી એક કરોડ 15 લાખ રૂપિયા ટ્રાન્સફર કરાવી લીધા હતા.
પોલીસે 5 આરોપીઓની કરી ધરપકડ
આ બાબતે સિનિયર સિટીઝને 29/10/2024ના રોજ સાયબર સેલના હેલ્પલાઇન નંબર 1930 ઉપર ફરિયાદ નોંધાવી હતી અને ત્યારબાદ સુરત સાયબર સેલ દ્વારા આ બાબતે વધુ તપાસ કરવામાં આવી હતી. સુરત સાયબર સેલ દ્વારા પૈસા જે બેન્કોમાં ટ્રાન્સફર થયા છે તેની જરૂરી વિગત એકત્રિત કરવામાં આવી હતી અને ત્યારબાદ એકાઉન્ટ નંબરોના આધારે ટેકનિકલ સર્વેલાન્સ કરીને સાઇબર ક્રાઇમ પોલીસ દ્વારા પાંચ ઈસમોને ઝડપી પાડવામાં આવ્યા છે.]
આ લોકોની કરવામાં આવી ધરપકડ
નામાં સંડોવાયેલા આરોપીઓ પૈકીના કેટલાક HDFC બેંક કાપોદ્રા શાખામાં નાણાં ઉપાડવા આવેલા ત્યારે તેઓને પકડી પાડ્યા હતા. સાયબર ક્રાઇમ સેલે રમેશ ચનાભાઇ કાતરીયા, ઉમેશભાઇ જીજાળા, નરેશકુમાર હિંમતભાઇ સુરાણી, રાજેશઅરજણભાઇ દિહોરા, ગૌરાંગ હરસુખભાઇ રાખોલીયાને ઝડપી પાડ્યા હતા આ ઉપરાંત, બેંક ખાતાઓમાં રૂ. 16,61,802 ફ્રીઝ કરવામાં આવ્યા હતા.
- ગુગલ ન્યુઝમાં Trishul News Gujarati ની અપડેટ મેળવવા ક્લિક કરો: Trishul News Gujarati
- નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.
- વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.
- યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરીને જોતા રહો વિડીયો ન્યુઝ: Trishul News YouTube
- એન્ડ્રોઇડ એપ ડાઉનલોડ કરો: Trishul News Gujarati Android App આઈફોન માટે એપ ડાઉનલોડ કરો: Trishul News Gujarati iPhone App