ચેમ્પિયન્સ ટ્રોફી પહેલા ભારત-પાકિસ્તાન વચ્ચે જામશે મહાજંગ, એશિયા કપમાં થશે ટક્કર

IND vs PAK: ચેમ્પિયન્સ ટ્રોફીને લઈને ભારત અને પાકિસ્તાન વચ્ચેનો વિવાદ હાલ ચરમસીમા પર છે. ભારતે પાકિસ્તાનમાં જઈને રમવા માટે સ્પષ્ટ ના પાડી દીધી છે. BCCIના આ નિર્ણયથી પાકિસ્તાનને તો જાણે મરચાં લાગ્યા હોય તેમ બધાના હાઇબ્રિડ મોડેલ પર સહમત (IND vs PAK) થવા છતાં પોતે હા પાડવા તૈયાર નથી. ત્યારે પરિસ્થિતિને જોતા એવું લાગી રહ્યું છે કે ICC પાકિસ્તાન પાસેથી મેજબાની પાછી લઈ શકે છે. આ સમગ્ર વિવાદ વચ્ચે આજે ભારત અને પાકિસ્તાન વચ્ચે મહામુકાબલો થવા જઈ રહ્યો છે.

29 નવેમ્બરથી અંડર 19 એશિયા કપ શરૂ થઈ ચૂક્યો છે
UAEમાં 29 નવેમ્બરથી અંડર 19 એશિયા કપ શરૂ થઈ ચૂક્યો છે. આ ટુર્નામેન્ટમાં ટીમ ઈન્ડિયાનું અભિયાન શનિવાર એટલે કે આજથી શરૂ થશે, જ્યાં ટીમ પ્રથમ મેચમાં કટ્ટર હરીફ પાકિસ્તાન સામે ટકરાશે. BCCIએ આ ટુર્નામેન્ટ માટે એક મજબૂત ટીમની જાહેરાત કરી છે, જેની બાગડોર મોહમ્મદ અમાનના હાથમાં હશે.

13 વર્ષીય વૈભવ સૂર્યવંશી રમશે
આ મેચમાં 13 વર્ષીય વૈભવ સૂર્યવંશી પણ રમશે, જેને રાજસ્થાન રોયલ્સે તાજેતરમાં પૂર્ણ થયેલી મેગા ઓક્શનમાં રૂ. 1.1 કરોડમાં ખરીદ્યો હતો. વૈભવ આ હરાજીમાં પસંદ થયેલો સૌથી યુવા ખેલાડી બન્યો છે. ભારતને પાકિસ્તાન, જાપાન અને સંયુક્ત આરબ અમીરાતની સાથે ગ્રુપ Aમાં રાખવામાં આવ્યું છે.

આ ફોર્મેટમાં રમાશે આ ટુર્નામેન્ટ
આ ટુર્નામેન્ટ 50 ઓવરના ફોર્મેટમાં રમાઈ રહી છે. આ ટુર્નામેન્ટમાં ભારતને પાકિસ્તાન, જાપાન અને યજમાન UAEની સાથે ગ્રુપ Bમાં રાખવામાં આવી છે. જ્યારે ગત ચેમ્પિયન બાંગ્લાદેશ, શ્રીલંકા, અફઘાનિસ્તાન અને નેપાળ ગ્રુપ Aમાં છે. દરેક ગ્રુપમાંથી ટોપ-2 ટીમો સેમિફાઇનલમાં પહોંચશે. સેમિફાઇનલ મેચ 6 ડિસેમ્બરના રોજ રમાશે. ત્યારબાદ ફાઇનલ 8મી ડિસેમ્બરે યોજાશે. આ ટુર્નામેન્ટની મેચો દુબઈ ઇન્ટરનેશનલ સ્ટેડિયમ અને શારજાહ ક્રિકેટ સ્ટેડિયમમાં યોજાઈ રહી છે.