Canada News: કેનેડામાં અભ્યાસ કરતા વિદેશી વિદ્યાર્થીઓના ભવિષ્ય પર સંકટના વાદળો ઘેરાઈ રહ્યા છે. લગભગ 7 લાખ વિદેશી વિદ્યાર્થીઓ છે જેમને આવતા વર્ષે કેનેડા છોડવું પડી શકે છે. કારણ છે કે જેમની વર્ક પરમિટ પુરી થઈ રહી છે તેવા વિદ્યાર્થીઓના લલાટે ચિંતાની રેખાઓ (Canada News) ખેંચાઈ રહી છે. કેનેડા સરકારે આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓની પરમિટની સંખ્યામાં ઘટાડો કરવાનો નિર્ણય લીધો છે. 2024માં સ્ટુડન્ટ પરમિટમાં 35%નો ઘટાડો કરવામાં આવશે અને 2025માં વધુ 10%નો ઘટાડો કરવાનો લક્ષ્યાંક છે. આ પોલિસી ફેરફારોનો હેતુ વિદ્યાર્થીઓનું ભણવા આવવાનું અને તેમને રહેણાંક પુરુ પાડવાના પડકારો વચ્ચે બેલેન્સ જાળવવાનો છે.
396,235 પોસ્ટ-ગ્રેજ્યુએશન વર્ક પરમિટ ધરાવે છે
મે 2023 સુધીમાં કેનેડામાં 10 લાખથી વધુ વિદેશી વિદ્યાર્થીઓ હતા. જેમાંથી 396,235 પોસ્ટ-ગ્રેજ્યુએશન વર્ક પરમિટ ધરાવે છે. આ સંખ્યા 2018 કરતા ત્રણ ગણી વધારે છે. જો કે, મોટી સંખ્યામાં પોસ્ટ ગ્રેજ્યુએશન વર્ક પરમિટ આવતા વર્ષે પુર્ણ થવાની તૈયારીમાં છે. જેના કારણે કાયમી વસવાટની આશા રાખતા વિદ્યાર્થીઓની મુશ્કેલીઓ વધી રહી છે. તેમજ પંજાબના વિદ્યાર્થીઓએ પોલિસી ફેરફારોનો વિરોધ કરીને બ્રેમ્પટનમાં પ્રદર્શન કર્યું છે. તેઓ માને છે કે આ ફેરફારો કેનેડામાં રહેવાની અને કાયમી નિવાસ મેળવવાની તેમની તકોને અસર કરી રહ્યા છે.
50 લાખ પરમિટની સમયસીમા પુરી થઈ રહી છે
કેનેડિયન ઇમિગ્રેશન અધિકારીઓ અપેક્ષા રાખે છે કે મોટાભાગના ઇમિગ્રન્ટ્સ તેમની પરમિટ પુરી થયા પછી કેનેડા છોડી દેશે. કેનેડાના ઈમિગ્રેશન મિનિસ્ટર માર્ક મિલરે આ સપ્તાહની શરૂઆતમાં માહિતી આપી હતી કે 50 લાખ પરમિટની સમયસીમા પુરી થઈ રહી છે તેમાંથી 7 લાખ પરમિટ વિદેશી વિદ્યાર્થીઓની છે જેમણે હાલમાં ટ્રુડો સરકારની ઈમિગ્રન્ટ વિરોધી નીતિઓને કારણે પડકારોનો સામનો કરવો પડ્યો છે.
ખોટા ડોક્યુમેન્ટ પર કેનેડામાં જતા લોકો પર તપાસ કરવામાં આવશે
હંગામી વર્ક પરમિટ સામાન્ય રીતે 9 મહિનાથી 3 વર્ષના સમયગાળા માટે આપવામાં આવે છે. કેનેડામાં કાયમી રહેઠાણ માટે અરજી કરવા માટે જરૂરી અનુભવ મેળવવા માટે ડિપ્લોમા અથવા ડિગ્રી ધરાવતા વિદેશી વિદ્યાર્થીઓને આ વર્ક પરમિટ આપવામાં આવે છે. મિલરે કહ્યું છે કે મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ કેનેડામાં રહેવા માટે અરજી કરી રહ્યા છે, જે ચિંતાજનક છે. તેથી, અમે આ અરજીઓની કડક તપાસ કરીશું અને ખોટા અરજદારોને બહાર કરીશું.
જસ્ટિન ટ્રુડોની નીતિઓની થઇ રહી છે ટીકા
જો કે ટ્રુડોના આ નિર્ણયનો તેમના જ દેશમાં વિરોધ થઈ રહ્યો છે. કંજર્વેટિવ નેતા પિયરે પોલીવરે વડાપ્રધાન જસ્ટિન ટ્રુડોની નીતિઓની ટીકા કરી છે, અને કહ્યું છે કે તેનાથી અસ્થાયી રહેવાસીઓ માટે મુશ્ક્લીઓ ઊભી થઈ છે અને તેનાથી દેશને ફાયદો થઈ રહ્યો નથી. તેમણે એવું પણ કહ્યું કે વર્ષ 2025ના અંત સુધીમાં લગભગ 50 લાખ લોકોને દેશ છોડવો પડી શકે છે.
- ગુગલ ન્યુઝમાં Trishul News Gujarati ની અપડેટ મેળવવા ક્લિક કરો: Trishul News Gujarati
- નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.
- વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.
- યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરીને જોતા રહો વિડીયો ન્યુઝ: Trishul News YouTube
- એન્ડ્રોઇડ એપ ડાઉનલોડ કરો: Trishul News Gujarati Android App આઈફોન માટે એપ ડાઉનલોડ કરો: Trishul News Gujarati iPhone App