Fast Food: જો તમે પણ બ્રેડ, પિઝા, બર્ગર, પેકેજ્ડ બટાકા ચિપ્સ સહિત અન્ય જંક ફૂડના શોખીન છો અને તેનું સતત સેવન કરો છો, તો આ સમાચાર તમારા માટે ખૂબ જ મહત્વપૂર્ણ (Fast Food) છે, કારણ કે સતત જંક ફૂડનું સેવન તમારા માટે નુકસાનકારક સાબિત થઈ શકે છે. આરોગ્ય નિષ્ણાતોના મતે આપણા રોજિંદા આહારમાં કાર્સિનોજેનિક અને મ્યુટાજેન્સ જેવા હાનિકારક તત્ત્વો હોય છે જેનાથી કેન્સર જેવા રોગો થઈ શકે છે.
હાઇજેસ્ટિવ કેન્સર અને આંતરડાના કેન્સરનું જોખમ
આપણે બધા જાણીએ છીએ કે પિત્ઝા, બર્ગર, મોમોઝ જેવા ફાસ્ટ ફૂડ સ્વાસ્થ્ય માટે હાનિકારક છે અને તે સ્થૂળતા, કોલેસ્ટ્રોલ લેવલ વધવા અને હૃદય રોગની બીમારીનો ખતરો વધારી શકે છે. પરંતુ તાજેતરના સંશોધનમાં એક ચોંકાવનારો ખુલાસો થયો છે કે પીત્ઝા, બર્ગર, મોમોઝ જેવા બિનઆરોગ્યપ્રદ ફાસ્ટ ફૂડ ખાવાથી 50 વર્ષ કે તેથી ઓછી ઉંમરના લોકોમાં હાઇજેસ્ટિવ કેન્સર અને આંતરડાના કેન્સરનું જોખમ પણ વધી શકે છે.
કિડની અને થાઇરોઇડ થઈ શકે છે
જો તમે પિઝા બર્ગર સતત ખાશો તો તે તમારા માટે નુકસાનકારક સાબિત થશે કારણ કે બર્ગર, પિઝા બ્રેડ, જેવા ખોરાકમાં હાનિકારક કેમિકલ પોટેશિયમ હોય છે જેથી બ્રેડ સફેદ અને નરમ રહે છે. આ ખોરાકના વધુ પડતા સેવનથી કિડની, થાઈરોઈડ અને કોલોન કેન્સર જેવી બીમારીઓનું જોખમ વધી જાય છે.
ગૈસ્ટ્રિક કેન્સરનું જોખમ
તાજેતરમાં ઓસ્ટ્રેલિયાની ફ્લિંડર્સ યુનિવર્સિટીમાં રેડ મીટ, પ્રોસેસ્ડ મીટ, ફાસ્ટ ફૂડ, સુગર ડ્રિંક અને આલ્કોહોલના વધુ પડતા સેવનની આડઅસરો પર સંશોધન કરવામાં આવ્યું હતું, જેમાં જાણવા મળ્યું હતું કે આ વસ્તુઓનું સેવન કરવાથી ગૈસ્ટ્રિક કેન્સરનું જોખમ વધી શકે છે. નિષ્ણાતોએ એમ પણ કહ્યું કે ફાસ્ટ ફૂડ ખાસ કરીને પિત્ઝા, બર્ગર, મોમોસનું સેવન કરવાથી શરીરમાં બળતરા વધે છે, જેનાથી કેન્સરનું જોખમ વધી શકે છે.
નિષ્ણાતોના મતે, 50 વર્ષ કે તેથી ઓછી ઉંમરના લોકોમાં પણ આંતરડાના કેન્સરના કેસોમાં વધારો જોવા મળ્યો છે, જેઓ તેમના ડાયટમાં ઓછા ફાઇબરનો ઉપયોગ કરે છે અને વધુ ફાસ્ટ ફૂડ ખાય છે. જે લોકો પોતાના ડાયટમાં વધુ ફળો, શાકભાજી, આખા અનાજ, ચરબીયુક્ત માછલી, કઠોળ અને ડેરી ઉત્પાદનોનો ઉપયોગ કરે છે તેઓ ગેસ્ટ્રિક કેન્સરનું જોખમ ઘટાડવામાં મદદરૂપ હોવાનું જણાયું હતું.
આ ખોરાકમાં હાઇ ફેટ અને હાઇ સુગર હોય છે
નિષ્ણાતોના મતે, પ્રોસેસ્ડ ફૂડ, ડીપ ફ્રાઈડ ફૂડ આઈટમ્સ અને સુગરયુક્ત પીણાં કેન્સરનું જોખમ વધારી શકે છે, કારણ કે આ ખોરાકમાં હાઇ ફેટ અને હાઇ સુગર હોય છે, જે શરીરમાં બળતરા અને કેન્સર પેદા કરતા તત્વોને વધારી શકે છે. આ ફાસ્ટ ફૂડમાં કેમિકલ્સ અને આર્ટિફિશિયલ એડિક્ટિવ્સ હોય છે, જે શરીરના મેટાબોલિઝમને અસંતુલિત કરે છે અને તંદુરસ્ત કોષોને નુકસાન કરીને કેન્સરના કોષોને વધારી શકે છે. આવી સ્થિતિમાં, ડોકટરોનું માનવું છે કે હેલ્ધી ફેટ્સ અને શાકભાજીથી ભરપૂર ખોરાક ખાવાથી અને ઓછી ખાંડ અને આલ્કોહોલનું સેવન કરવાથી કેન્સરનું જોખમ ઘટાડી શકાય છે.
- ગુગલ ન્યુઝમાં Trishul News Gujarati ની અપડેટ મેળવવા ક્લિક કરો: Trishul News Gujarati
- નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.
- વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.
- યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરીને જોતા રહો વિડીયો ન્યુઝ: Trishul News YouTube
- એન્ડ્રોઇડ એપ ડાઉનલોડ કરો: Trishul News Gujarati Android App આઈફોન માટે એપ ડાઉનલોડ કરો: Trishul News Gujarati iPhone App