ASI Stole Liquor: પોલીસનું કામ દારૂ પકડવાનું છે પણ ગીર સોમનાથમાં વાડ જ ચીભડા ગળે તેવો ઘાટ સર્જાયો હતો. જેમાં એક પોલીસકર્મી નાશ કરવા માટેનો દારૂ ચોરી કરતા ઝડપાઈ ગયો હતો. આ ઘટના ગીર-સોમનાથ જિલ્લામાં બની હતી. જ્યાં ગીર ગઢડા (ASI Stole Liquor) પોલીસ મથક વિસ્તારમાંથી ઝડપાયેલા દારૂના જથ્થોનો ઉના ખાતે નાશ કરવાનું આયોજન પોલીસ દ્વારા કરવામાં આવ્યું હતું.
જેથી આ દારૂનો જથ્થો ટ્રેક્ટર મારફત ઉના લઈ જવામાં આવી રહ્યો હતો ત્યારે ગીર ગઢડા પોલીસ મથકમાં ફરજ બજાવતા ASI મનુ કરશનભાઈ વાજાએ દારૂના આ જથ્થામાંથી બે કોથળા અને બે બેગ ભરી દારૂ POLICE પ્લેટ ધરાવતી ખાનગી કારમાં છુપાવી દીધો હતો.
જાણો સમગ્ર મામલો
ગીર-સોમનાથ જિલ્લાના ગઢડા પોલીસ મથક વિસ્તારમાં ઝડપાયેલા દારૂના જથ્થાનો ઉના ખાતે નાશ કરવા લઈ જવામાં આવી રહ્યો હતો. આ દરમિયાન પોલીસ મથકમાં ફરજ બજાવતા ASI મનુ વાજાએ આ દારૂના જથ્થામાંથી બે કોથળા અને બે બેગ ભરી દારૂ ચોરીને પોતાની ખાનગી કારમાં છૂપાવી દીધો હતો. જોકે, આ દારૂ ચોરી કરતી વખતે જ પોલીસકર્મી પકડાઈ ગયો હતો.
સમગ્ર ચોરીની બાબતની ઉના Dy.SP ને જાણ થતાં ઉના પોલીસકર્મીએ ત્યાંથી દારૂ લઈ ભાગી જવાનો પ્રયાસ કર્યો અને બીજો જથ્થો આજુબાજુના ઝાડી-ઝાંખરામાં ફેંકી દીધો. જોકે, ASI ફરાર થાય તે પહેલાં જ ગાડી સહિત તેને ઝડપી પાડવામાં આવ્યો હતો.
PIએ ઉધડો લીધો
આ દારૂના જથ્થા અંગે ASI મનુ વાજાને સ્થાનિકો દ્વારા પૂછવામાં આવતાં આ દારૂનો જથ્થો સેમ્પલ હોવાનું રટણ રટ્યું હતું. આ ASI મનુ વાજાની કારમાંથી આટલી મોટી માત્રામાં વિદેશી દારૂનો જથ્થો મળી આવતાં જિલ્લા પોલીસવડાએ આ ગીર ગઢડા પોલીસ મથકના ASI મનુ વાજા વિરુદ્ધ જાણવાજોગ ફરિયાદ દાખલ કરી હેડ ક્વાર્ટર ખાતે બદલી કરવામાં આવી હતી. આ સમગ્ર ઘટના ઉના પોલીસ મથક વિસ્તારની હોવાથી ઉના PI મહેન્દ્રસિંહ રાણાએ મનુ વાજાનો ઊધડો પણ લીધો હતો.
- ગુગલ ન્યુઝમાં Trishul News Gujarati ની અપડેટ મેળવવા ક્લિક કરો: Trishul News Gujarati
- નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.
- વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.
- યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરીને જોતા રહો વિડીયો ન્યુઝ: Trishul News YouTube
- એન્ડ્રોઇડ એપ ડાઉનલોડ કરો: Trishul News Gujarati Android App આઈફોન માટે એપ ડાઉનલોડ કરો: Trishul News Gujarati iPhone App