‘પુષ્પા’ને ફિલ્મમાં તો પોલીસ પકડી ના શકી પણ રીયલ પોલીસે નોંધી ફરિયાદ, જાણો સમગ્ર મામલો વિગતે

Pushpa: ટોલિવૂડ આઈકોન સ્ટાર અલ્લુ અર્જુનની ‘પુષ્પા-2’ ફિલ્મનો ગઈકાલે બુધવારની રાત્રે હૈદરાબાદના સંધ્યા થિયેટરમાં પ્રીમિયમ શો રાખવામાં (Pushpa) આવ્યો હતો. ત્યારે ફેન્સને મળવા માટે અલ્લુ અર્જુન ત્યાં પહોંચ્યો હતો. આ દરમિયાન મોટી સંખ્યામાં ભીડ એકઠા થઈ હતી અને નાસભાગ મચી હતી. જેમાં એક મહિલાનું મોત નીપજ્યું હતું. જ્યારે નવ વર્ષનો બાળક બેભાન થઈ ગયો હતો. સમગ્ર મામલે અલ્લુ અર્જુન વિરુદ્ધમાં કેસ નોંધાયો છે. આ સાથે સંધ્યા થિયેટરના મેનેજમેન્ટ સામે કેસ નોંધવામાં આવ્યો છે.

શું હતી સમગ્ર ઘટના?
બુધવારની (ચોથી ડિસેમ્બર) રાત્રે હૈદરાબાદના સંધ્યા થિયેટરમાં અલ્લુની ફિલ્મ ‘પુષ્પા-2’નો પ્રીમિયર શો યોજાયો હતો. જ્યારે ચાહકોને સાંભળવા મળ્યું હતું કે અલ્લુ અર્જુન સ્ક્રીનિંગમાં હાજરી આપવાના છે તો મોટી સંખ્યામાં ચાહકો પોતાના મનપસંદ અભિનેતાને જોવા માટે ઊમટી પડ્યા હતા, ત્યારે દિલસુખનગરમાં રહેતી 39 વર્ષીય રેવતી તેના પતિ અને બે બાળકોમાં એક 9 વર્ષીય શ્રી તેજ અને 7 વર્ષીય સાન્વિકા સાથે સંધ્યા થિયેટર ફિલ્મ જોવા આવી હતી. આ દરમિયાન ત્યાં નાસભાગ મચી જતા રેવતી અને તેમનું નવ વર્ષનો બાળક નાસભાગમાં બેભાન થયાં હતા.

આ પછી પોલીસે તરજ મા-દીકરાને વિદ્યાનગરના દુર્ગાભાઈ દેશમુખ હોસ્પિટલમાં લઈ ગયા હતા. જેમાં ડૉક્ટરે રેવતીને મૃત ઘોષિત કરી હતી. જ્યારે બાળકની હાલ વધુ ગંભીર હોવાથી વધુ સારવાર માટે KIMS હોસ્પિટલમાં લઈ જવાયો છે. સમગ્ર મામલે અલ્લુ અર્જુન સાથે વાત કરવામાં આવી તો તેણે જણાવ્યું કે, ‘હું મારા તેના ફેન્સને ખૂબ પ્રેમ કરૂ છે.’ આવું કહીને અલ્લુએ પોતાનો પક્ષ રાખ્યો હતો. જ્યારે આંધ્રપ્રદેશ અને તેલંગાણામાં મિડનાઈટ શોઝને ફેન્સે એન્જોય કર્યો હતો.

નાસભાગનું કારણ શું હતું?
આ કાર્યક્રમમાં એક લાખથી વધુ ચાહકોની ભીડ ઉમટી પડી હતી. અલ્લુ અર્જુનની સુરક્ષા ટીમે કથિત રીતે ભીડને કાબૂમાં લેવા બળનો ઉપયોગ કર્યો ત્યારે નાસભાગ મચી ગઈ હતી. જેના કારણે અનેક લોકો પડી ગયા અને નાસભાગ મચી ગઈ. એવું કહેવામાં આવી રહ્યું છે કે અલ્લુ અર્જુનની ટીમ ભીડ વ્યવસ્થાપનના નિયમો તોડીને પહેલાથી જ ભરાયેલા વિસ્તારમાં પ્રવેશી ગઈ હતી જેના કારણે અરાજકતા વધી ગઈ.

અલ્લુ અને ફહાદ વચ્ચે જોરદાર ટક્કર જોવા મળી
જો કે ‘પુષ્પા 2: ધ રૂલ’ એ રિલીઝ થતાની સાથે જ ઘણા રેકોર્ડ તોડી નાખ્યા છે. અલ્લુ અને સુકુમારે સાબિત કર્યું કે સિક્વલ પણ પહેલા કરતાં વધુ સારી અને બેસ્ટ હોઈ શકે છે. જેમાં અલ્લુ અને ફહાદ વચ્ચે જોરદાર ટક્કર જોવા મળી હતી. પહેલા ભાગે પેન ઇન્ડિયામાં દર્શકોને જોરદાર ઈમ્પ્રેસ કર્યા હતા. ‘પુષ્પા 2: ધ રૂલ’ એ માત્ર તેલુગુ બોક્સ ઓફિસ પર જ જોરદાર કલેક્શન નથી કર્યું, પરંતુ હિન્દી બોક્સ ઓફિસ પર પણ રેકોર્ડ તોડ્યા છે. તેણે ‘RRR’ અને ‘KGF 2’ જેવી બ્લોકબસ્ટર ફિલ્મોના શરૂઆતના દિવસના કલેક્શનને માત આપી છે.

શરૂઆતના દિવસે 175.1 કરોડ રૂપિયાનું કલેક્શન કર્યું
જેમ કે ટ્રેડ એનાલિસ્ટનું માનવું હતું કે, ‘પુષ્પા 2: ધ રૂલ’ ભારતમાં 200 થી 250 કરોડ રૂપિયાની કમાણી કરશે. ફિલ્મ હજી તે લેવલ સુધી પહોંચી શકી નથી, પરંતુ એક ઉદાહરણ આપ્યું અને SACNLના અહેવાલ મુજબ, તેણે શરૂઆતના દિવસે 175.1 કરોડ રૂપિયાનું કલેક્શન કર્યું.અલ્લુ અર્જુનની ‘પુષ્પા 2: ધ રૂલ’ એ તેલુગુ બોક્સ ઓફિસ પર 95.1 કરોડ રૂપિયાની કમાણી કરી હતી, જ્યારે હિન્દી ફિલ્મે 67 કરોડ રૂપિયાની કમાણી કરી હતી. ‘પુષ્પા 2’ પ્રથમ ભારતીય ફિલ્મ બની છે જેણે તેના પહેલા જ દિવસે બે ભાષામાં 50 કરોડ રૂપિયાથી વધુ કલેક્શન કર્યું છે.