Gujarat Cold Forecast: ગુજરાતમાં ધીમે-ધીમે ઠંડીનું આગમન થઈ રહ્યું છે. એવામાં હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે ડિસેમ્બર મહિનામાં ઠંડીને લઈને આગાહી કરી છે. ડિસેમ્બરના પહેલાં અઠવાડિયા સુધી ગુજરાતમાં શિત લહેરની કોઈ જ સંભાવના નથી. તેમ છતાં ગુજરાતના (Gujarat Cold Forecast) મહેસાણા, સાબરકાંઠા તેમજ અરવલ્લીના ભાગોમાં ન્યૂનત્તમ તાપમાન 12 ડિગ્રી સુધી રહેવાની શક્યતા છે.
ગુજરાતમાં વાતાવરણ બદલાશે
ગુજરાતમાં ઠંડીને વાત કરીએ તો સૌથી ઠંડું નલિયા 11.5 ડિગ્રી તાપમાન નોંધાયું છે, જ્યારે અમદાવાદમાં 19 ડિગ્રી તાપમાન નોંધાયું છે. અમદાવાદમાં તાપમાન સામાન્ય કરતાં 3.8 ડિગ્રી વધારે નોંધાયું છે. પરંતુ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સક્રિય હોવાને કારણે ગુજરાતમાં વાતાવરણ બદલાશે.
ડિસેમ્બરમાં ઠંડી વધશે
ભારતીય હવામાન વિભાગએ નવી આગાહીમાં જણાવ્યું કે, આગામી દિવસોમાં ઠંડી વધી શકે છે. દેશના મોટા ભાગના ભાગોમાં શિયાળા દરમિયાન સામાન્ય તાપમાન કરતાં વધુ નોંધાય તેવી શક્યતા છે ઓછા શીત લહેર દિવસો: ઉત્તર-પશ્ચિમ, મધ્ય અને ઉત્તર-પૂર્વ ભારતમાં ઓછા શીત લહેર દિવસો રહેશે. દક્ષિણ ભારતમાં ઠંડી વધી શકે છે. દક્ષિણ દ્વીપકલ્પ ભારતમાં તાપમાન સામાન્ય કરતાં ઓછું રહી શકે છે.
ઠંડીની નવી આગાહીને લઈને મોટું એલર્ટ
ઉત્તરથી લઈને દક્ષિણ સુધી ચારેતરફ તીવ્ર ઠંડીનું મોજું ફરી ગયું છે. હિમાચલમાં હિમવર્ષાને કારણે ઠંડીનું મોજું વધ્યું છે. ડિસેમ્બરના આગમનની સાથે જ ઠંડીએ પણ પોતાના રંગ બતાવવાનું શરૂ કરી દીધું છે. પરંતું ડિસેમ્બરના આગામી દિવસો આના કરતા વધુ ભયાનક જશે તેવી આગાહી આવી ગઈ છે. હવામાન વિભાગે ઠંડીની નવી આગાહીને લઈને મોટું એલર્ટ આપ્યું છે.
નલિયામાં સૌથી ઉંચુ તાપમાન
આખા ગુજરાતના તાપમાનની વાત કરીએ તો નલિયામાં સૌથી ઓછું લઘુત્તમ તાપમાન નોંધાયું છે. જ્યાં 11.5 ડિગ્રી તાપમાન નોંધાયું છે. હવામાન વિભાગે જાહેર કરેલી માહિતી પ્રમાણે, છેલ્લા 24 કલાકમાં રાજકોટમાં 16 ડિગ્રી, ડીસામાં 15.9, અમદાવાદમાં 19 ડિગ્રી, ગાંધીનગરમાં 19.8 ડિગ્રી, વડોદરામાં 19.2, સુરતમાં 23 ડિગ્રી લઘુત્તમ તાપમાન નોંધાયું છે.
10 ડિસેમ્બરથી રાજ્યભરમાં કડકડતી ઠંડી પડશે
આ સિવાય 2 અને 3 ડિસેમ્બરે પવનની ગતિમાં વધારો થવાથી ઠંડીમાં વધારો થશે. જેના કારણે 4 છી 8 ડિસેમ્બર સુધી ત્યાં લઘુતમ તાપમાન પણ નોંધાઈ શકે છે. જોકે, 10 ડિસેમ્બરથી રાજ્યભરમાં કડકડતી ઠંડી પડશે અને મોટા ભાગના વિસ્તારમાં તાપમાન 10 ડિગ્રીથી નીચું જઈ શકે છે. અંબાલાલ પટેલે ડિસેમ્બર મહિનાની આગાહી કરતાં જણાવ્યું કે, પશ્ચિમ સૌરાષ્ટ્રના મોટાભાગના વિસ્તારોમાં લઘુત્તમ તાપમાન 20 અને મહત્તમ તાપમાન 30 ડિગ્રી રહે તેવી સંભાવના છે. ગુજરાતના ભાગોમાં ડિસેમ્બરની શરૂઆતમાં ઠંડા પવનો ફૂંકાશે. જેના કારણે 22 ડિસેમ્બરથી હાડ થીજવતી ઠંડી પડવાની શક્યતા છે.
- ગુગલ ન્યુઝમાં Trishul News Gujarati ની અપડેટ મેળવવા ક્લિક કરો: Trishul News Gujarati
- નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.
- વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.
- યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરીને જોતા રહો વિડીયો ન્યુઝ: Trishul News YouTube
- એન્ડ્રોઇડ એપ ડાઉનલોડ કરો: Trishul News Gujarati Android App આઈફોન માટે એપ ડાઉનલોડ કરો: Trishul News Gujarati iPhone App