Benefits Of Shingoda: ઠંડીમાં મીઠા શિંગોડા દરેક લોકોને ખૂબ ભાવે છે. ઠંડીમાં આ શાકમાંથી પુષ્કળ પ્રમાણમાં પૌષ્ટિક તત્વો મળી આવે છે. આ ખનીજ અને કાર્બોહાઇડ્રેટના (Benefits Of Shingoda) ગુણોથી ભરપૂર હોય છે. આયુર્વેદમાં પણ શિંગોડાના ગુણોને ખજાનો કહેવામાં આવે છે.
બવાસીર: જે લોકોને બવાસીરની સમસ્યા છે શિંગોડા એ લોકા માટે પણ ફાયદાકારક છે. બવાસીરની સમસ્યા થવા પર કાચા શિંગોડા નિયમિત ખાવાથી પરેશાની દૂર થશે. કાચા શિંગોડાની સિઝન ના હોય તો શિંગોડાના લોટની રોટલી પણ ખાઇ શકો છો.
ગર્ભાશય માટે: એ મહિલાઓ જેનું ગર્ભાશય નબળું હોય છે તે નિયમિત કાચા શિંગોડા ખાય એનાથી ફાયદા થાય છે.
બળતરા: શિંગોડાને પીસીને એની પેસ્ટ શરીરમાં બળી ગયેલા ભાગ પર લગાવો. એનાથી દુખાવામાં આરામ મળે છે.
ઇન્ફેક્શન: ગળામાં ઇન્ફેક્શન થવા પર શિંગોડાનો લોટ દૂધમાં મિક્સ કરીને પી જાવ તરત જ રાહત મળશે. ઘેઘા શિંગોડામાં આયોડીનનું પ્રમાણ પૂરતું હોવાના કારણે આ ઘોઘા રોગમાં પણ ફાયદાકારક છે. આંખોની રોશની માટે શિંગોડામાં વિટામીન એ પ્રચુર માત્રામાં મળી આવે છે. એના સેવનથી આંખોની રોશની વધે છે.
માંસપેશિઓ: જો માંસપેશિઓ નબળી છે અથવા વીકનેસ છે તો શિંગોડા ખાવ. શિંગોડા પિત્ત અને ખફનો નાશ કરે છે.
નસકોરી: નસકોરી ફૂટવા પર શિંગોડા ખાવામાં ફાયદો થાય છે. શિંગોડા ખાવાથી હાડકાં અને દાંત મજબૂત થાય છે.
અસ્થમા: અસ્થમાના રોગિઓ માટે શિંગોડા ઘણા ફાયદાકારક હોય છે. એક ચમચી શિંગોડાના લોટને ઠંડા પાણીમાં મિક્સ કરીને ખાવાથી અસ્થમાના દર્દીઓને રાહત મળે છે.
કમળાના રોગમાં રાહત: કમળાના રોગમાં શરીરમાં પિત્તદોષ વધે છે. શિંગોડામાં શામક ગુણ હોય છે, જે ખૂબ જ ફાયદાકારક છે. શિંગોડાના લોટમાં હાઈ બ્લડ પ્રેશરનું જોખમ ઘટાડવાની શક્તિ હોય છે.
ગેસ અને અપચોથી રાહત: પેટની સમસ્યાઓને દૂર કરવામાં પણ શિંગોડા ખૂબ જ ફાયદાકારક છે. શિંગોડા ગેસ, એસિડિટી, કબજિયાત અને અપચો જેવી સમસ્યાઓથી રાહત આપે છે. તે ભૂખ ન લાગવાની સમસ્યાને દૂર કરવામાં પણ મદદ કરે છે.
શિંગોડા ખાવાની સાચી રીત
તમે શિંગોડા કાચા પણ ખાઈ શકો છો. આ સિવાય તેને મીઠું નાખીને ઉકાળીને પણ ખાવામાં આવે છે. જ્યારે શિંગોડાની સિઝન ન હોય ત્યારે પણ તેનો લોટ હલવો વગેરે બનાવવામાં વપરાય છે.
- ગુગલ ન્યુઝમાં Trishul News Gujarati ની અપડેટ મેળવવા ક્લિક કરો: Trishul News Gujarati
- નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.
- વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.
- યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરીને જોતા રહો વિડીયો ન્યુઝ: Trishul News YouTube
- એન્ડ્રોઇડ એપ ડાઉનલોડ કરો: Trishul News Gujarati Android App આઈફોન માટે એપ ડાઉનલોડ કરો: Trishul News Gujarati iPhone App