Surat News: શહેરમાં આજે વિચિત્ર દ્રશ્ય જોવા મળ્યું હતું. આપના રાજ્ય મહામંત્રી રાકેશ હીરપરા રાજ્ય સરકારના શિક્ષણ મંત્રીના કાર્યાલયની બહાર ભીખ માંગવા (Surat News) બેઠાં હતાં. ચાલો જાણીએ એવું તો શું થયું કે નેતાએ ભીખ માંગવા બેસવું પડ્યું
‘શાળા-સફાઈ માટે ભીખ આપો…’
આજે શુક્રવારે તા. 6 ડિસેમ્બર 2024ના રોજ રાજ્યના શિક્ષણમંત્રી પ્રફુલ્લ પાનશેરિયાના સુરત ખાતેના કાર્યાલયની બહાર વિચિત્ર દ્રશ્ય જોવા મળ્યું હતું. અહીં આમ આદમી પાર્ટીના રાજ્ય મહામંત્રી રાકેશ હીરપરા એક પણ ડાઘ વિનાની સફેદ ચાદર પાથરી તેના પર બેઠાં હતાં. તેઓની નજીક એક બેનર હતું. હાથમાં પણ બેનર રાખ્યું હતું. જેમાં લખ્યું હતું ‘શાળા-સફાઈ માટે ભીખ આપો’. ‘ભાજપના શાસકો પાસે ભ્રષ્ટ્રાચાર કરવા પૈસા છે પણ શાળા સફાઈની ગ્રાન્ટ વધારવા માટે પૈસા નથી.’
રાકેશ હીરપરાએ કહી આ વાત
રાકેશ હીરપરાને ભીખ માંગતા જોઈ લોકો અચરજમાં મુકાયા હતા. આખરે એવું શું થયું કે હીરપરાએ ભીખ માંગવા બેસવું પડ્યું તે પ્રશ્ન લોકમુખે ચર્ચાઈ રહ્યો હતો. આ સવાલનો જવાબ રાકેશ હીરપરાએ જાતે આપ્યો. હીરપરાએ કહ્યું કે, અમે ભીખ માંગવા બેઠાં છે. લોકો પાસે યાચના કરવા બેઠાં છે.
કારણ કે ભાજપ પાસે ભ્રષ્ટ્રાચારના રૂપિયા છે પરંતુ માસુમ બાળકોની શાળાની સફાઈ માટે રૂપિયા નથી. તેઓ શાળામાં સફાઈ માટે ગ્રાન્ટ વધારી રહ્યાં નથી.ઉલ્લેખનીય છે કે રાકેશ હીરપરા ગુજરાતની તમામ શાળામાં સફાઈ કર્મચારીની સંખ્યા તથા સફાઈ માટેના ખર્ચની ગ્રાન્ટ વધારવા રજૂઆત કરી રહ્યાં છે, પરંતુ સરકાર સાંભળી રહી નથી.
સાફ-સફાઈ માટે દર મહિને 1500 થી 5000 રૂપિયા સુધીની રકમ આપવામાં આવે છે
હીરપરાએ વધુમાં કહ્યું કે, આજે ગુજરાતની સરકારી શાળાઓને સાફ-સફાઈ માટે દર મહિને 1500 થી 5000 રૂપિયા સુધીની રકમ આપવામાં આવે છે. આટલા ઓછા પૈસામાં આખી શાળા કેવી રીતે સાફ રહી શકે ?
આ મુદ્દે કાયમી સફાઈ કર્મચારીઓ મુકવા અથવા સ્વચ્છતા-ગ્રાંટની રકમમાં વધારો કરવા માટેની માંગણી અમે છેલ્લા ત્રણ વર્ષથી કરી રહ્યા છીએ પણ ભાજપના શાસકો પૈસા ફાળવતાં નથી એટલે અંતે અમે લોકો પાસે યાચના કરવા માટે, ભીખ માંગવા માટે બેઠા છીએ કે ગુજરાતની સરકારી શાળાઓને સાફ-સ્વચ્છ રાખવા માટે હવે લોકો જ મદદ કરે.
- ગુગલ ન્યુઝમાં Trishul News Gujarati ની અપડેટ મેળવવા ક્લિક કરો: Trishul News Gujarati
- નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.
- વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.
- યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરીને જોતા રહો વિડીયો ન્યુઝ: Trishul News YouTube
- એન્ડ્રોઇડ એપ ડાઉનલોડ કરો: Trishul News Gujarati Android App આઈફોન માટે એપ ડાઉનલોડ કરો: Trishul News Gujarati iPhone App