જૂનાગઢ-વેરાવળ હાઇવે પર બે કાર વચ્ચે સર્જાયો ભયંકર અકસ્માત; 7 લોકોને ભરખી ગયો કાળ

Junagadh Highway Accident: રાજ્યમાં સતત રોડ અકસ્માતોમાં વધારો થઇ રહ્યો છે, ત્યારે આજે વહેલી સવારે મળી રહેલી જૂનાગઢના માળિયા હાટીના નજીક આવેલા ભંડુરી પાસે બે કાર વચ્ચે અકસ્માત સર્જાતા 7 લોકોના મોત નિપજ્યા છે. અકસ્માતની જાણ (Junagadh Highway Accident) થતાં સ્થાનિક રહીશો અને આસપાસમાંથી લોકોની ભીડ એકઠી થઇ ગઇ હતી. હાલ પોલીસ અને એમ્બ્યુલન્સ સહિતનો કાફલો ઘટનાસ્થળે પહોંચી ગયો છે.

બે કાર વચ્ચે ગમખ્વાર અકસ્માત
હાલમાં મળી રહેલી માહિતી અનુસાર માળિયા હાટીના ભંડુરી પાસે બે કાર વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાયો છે. જેમાં પાંચ વિદ્યાર્થીઓ સહિત સાત લોકોના મોત થયા હોવાનું સૂત્રોના હવાલેથી જાણવા મળ્યું છે. વિદ્યાર્થીઓ પરીક્ષા આપવા જઇ રહ્યા હતા તે દરમિયાન અકસ્માત સર્જાયો હતો. અકસ્માત એટલો ભયંકર હતો કે કાર સળગી ગઇ હતી અને ગેસનો બાટલામાં બ્લાસ્ટ થયો હતો. જેના લીધે બાજુમાં રહેલા ઝૂંપડામાં પણ આગ લાગી હતી.

પાંચ વિદ્યાર્થી સહિત સાતના મોત
પ્રાથમિક વિગતો અનુસાર હાલ માળીયા હાટીના પોલીસ તેમજ ફાયર વિભાગની ટીમો ઘટના સ્થળ પહોંચી છે. ઉચ્ચ અધિકારીઓ પણ ઘટના સ્થળે જવા માટે રવાના થઈ ચૂક્યા છે.

મૃતદેહોને પીએમ અર્થે મોકકલ્યા
અકસ્માતની જાણ થતાં જ ફાયર વિભાગ અને પોલીસ કાફલો ઘટનાસ્થળે પહોંચ્યો છે અને બચાવ કામગીરી હાથ ધરી છે. હાલ મૃતદેહોને પીએમ માટે મોકલી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.