પૂરપાટ ઝડપે આવતી કારે ઘોડાની બગ્ગીને ફૂટબોલની જેમ ઉછાળી, જુઓ વીડિયો

Delhi Accident: યુપીના બાગપતમાં દિલ્હી-સહારનપુર હાઈવે પર એક ભયાનક માર્ગ અકસ્માતના લાઈવ CCTV ફૂટેજ સામે આવ્યા છે. વાસ્તવમાં, હાઇવે પર નિવાડા ગામ (Delhi Accident) પાસે, એક ઝડપી કારે ઘોડાગાડીને ટક્કર મારી. ટક્કર એટલી જોરદાર હતી કે કારને ટક્કર માર્યા બાદ ઘોટા હવામાં કેટલાય ફૂટ ઉછળ્યો અને દૂર સુધી પડી ગયો. આ અકસ્માતમાં અનેક લોકો ઘાયલ પણ થયા છે.

ઘોડો હવામાં ફંગોળાયો
માર્ગ અકસ્માતમાં કારના ટુકડા થઈ ગયા હતા અને ઘોડાગાડીને સંપૂર્ણ નુકસાન થયું હતું. સ્થળ પર હાજર લોકોએ તાત્કાલિક તમામ ઘાયલોને જિલ્લા હોસ્પિટલમાં દાખલ કર્યા, જ્યાં તમામની સારવાર ચાલી રહી છે.

ઘોડાગાડીને કારે મારી ટક્કર
આ ઘટના શહેરના કોતવાલી વિસ્તારના નિવાડા ગામમાં દિલ્હી સહારનપુર હાઇવે પર બની હતી. અહીં એક ઘોડાગાડી અચાનક જ ઝડપથી આવતી કારની સામે આવી જતાં અકસ્માત સર્જાયો હતો. જ્યારે ઘોડાગાડી સામે આવી ત્યારે કાર બેકાબુ થઈ ગઈ અને તેની સાથે અથડાઈ. અથડામણ પછી, ઘોડો હવામાં ઉછળ્યો અને દૂર ગયો. આ અકસ્માતમાં કાર અને ઘોડાગાડીમાં મુસાફરી કરી રહેલા અનેક સ્ત્રી-પુરુષોને ઈજા થઈ હતી.

હાલ તમામની હાલત ખતરાની બહાર છે પરંતુ જિલ્લા હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે. ઘટનાના સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા છે, જેને જોઈને તમે અંદાજ લગાવી શકો છો કે અકસ્માતની તીવ્રતા કેટલી છે.

વિડીયો થયો વાયરલ
વાયરલ થઈ રહેલા 20 સેકન્ડના વીડિયોમાં જોવા મળી રહ્યું છે કે રોડ પર ટ્રાફિક રાબેતા મુજબ ચાલી રહ્યો છે. દરમિયાન, એક ઘોડાની ગાડી ગલીમાંથી નીકળીને રસ્તા પર આવે છે. આ દરમિયાન પાછળથી તેજ ગતિએ આવી રહેલી એક કાર ઘોડાની બગી સાથે જોરદાર ટકરાઈ હતી. અકસ્માત થતાંની સાથે જ ઘોડો હવામાં ફંગોળાઇને દુર જઇને પડે છે.