અંકલેશ્વર પાસે ‘સ્ટોપ રેપ’ સ્ટીકરવાળી વાન વૃક્ષ સાથે ભટકાતા બેના મોત, 4 ઈજાગ્રસ્ત

Ankleshwar Accident: બેંગલુરુથી સ્ટોપ રેપના સૂત્ર સાથે પદયાત્રાએ નિકળેલ પદયાત્રીઓની મારૂતિવાનને અંકલેશ્વરના બાકરોલ બ્રિજ પાસે અજાણ્યા વાહન ચાલકે ટક્કર મારતા 2 વ્યક્તિના મોત (Ankleshwar Accident) નિપજ્યા હતા જ્યારે 4 વ્યક્તિ ઈજાગ્રસ્ત થયા હતા.

અજાણ્યા વાહન ચાલકે મારૂતીવાનને ટક્કર મારી
બેંગલુરુ પાસિંગની મારૂતિ વાન હાઇવે પર સુરતથી વડોદરા તરફ જઈ રહી હતી. સ્ટોપ રેપના સ્ટીકરવાળી વાન અંકલેશ્વરના બાકરોલ અને ખરોડ ચોકડી વચ્ચેથી પસાર થઈ રહી હતી ત્યારે અજાણ્યા વાહન ચાલકે તેને ટક્કર મારી હતી.અકસ્માત બાદ વાન હાઈવેની બાજુના વૃક્ષ સાથે ભટકાઈ હતી.

2 વ્યક્તિના મોત થયા
જેમાં ઘટના સ્થળે જ બે વ્યક્તિના મોત નિપજ્યા હતા. જ્યારે 4 વ્યક્તિને ઇજાઓ પોહચી હતી. પાનોલી પોલીસે દોડી આવી તપાસ હાથ ધરી હતી. ઇજાગ્રસ્તોને સારવાર અને મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે ખસેડવામાં આવ્યા હતા. ભોગ બનનારની ભાળ મેળવવા સાથે અકસ્માત સર્જક ફરાર વાહન ચાલકની શોધખોળ હાથ ધરવામાં આવી છે.બનાવની વધુ તપાસ પાનોલી પોલીસે તપાસ હાથ ધરી છે.

અંકલેશ્વર નેશનલ હાઇવે લોહિયાળ બની ગયો
અંકલેશ્વર હાઇવે પર સતત અકસ્માતોની ઘટના વધતી જાય છે. અંકલેશ્વર નેશનલ હાઇવે લોહિયાળ બની ગયો છે. ત્યારે આ અગાઉ પણ ભરૂચ અંકલેશ્વર નેશનલ હાઇવે પર બે બસ વચ્ચે અકસ્માત સર્જાયો હતો.

હાઇવે અર આવેલા અમલાખાડી બ્રિજ પર એક ખાનગી બસ અને સરકારી બસ વચ્ચે અકસ્માત સર્જાતા ખાનગી બસ પલટી મારી ગઇ હતી, જ્યારે સરકારી બસ ખાડામાં ઉતરી ગઇ હતી. ત્યારે આ અકસ્માત 15 જેટલા મુસાફરો ઘાયલ થયા હતા. ઇજાગ્રસ્તોને નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.