આ તારીખે 2025નું થશે પ્રથમ ચંદ્રગ્રહણ; જાણો કઇ-કઇ રાશિ પર કેવો પડશે પ્રભાવ

2025 Eclipse: ગ્રહણ આમ તો એક ખગોળીય ઘટના છે, પરંતુ જ્યોતિષની નજરમાં આને બહુ મહત્વપૂર્ણ માનવામાં આવે છે. ધાર્મિક નજરથી પણ ચંદ્રગ્રહણની ઘટના ખૂબ મહત્વની છે. આગામી વર્ષ એટલે કે વર્ષ 2025ની વાત કરવામાં આવે તો બે સૂર્ય ગ્રહણ (2025 Eclipse) અને ચંદ્ર ગ્રહણ થશે. માનવામાં આવે છે કે ગ્રહણ દરમિયાન ધાર્મિક અને માંગલિક કાર્યો કરવામાં આવતા નથી. તો જાણો વર્ષ 2025 માં ક્યારે ચંદ્રગ્રહણ છે અને કઈ રાશિનાં જાતકો પર આની અસર પડશે.

ગ્રહણ એક ખગોળીય ઘટના છે. સૂર્ય ગ્રહણની વાત કરવામાં આવે તો આ સમયે ચંદ્રમા સૂર્ય અને ધરતીની વચ્ચે આવે છે અને ધરતી સુધી સૂર્યનો પ્રકાશ પહોંચતો નથી. જ્યારે ચંદ્ર ગ્રહણની વાત કરવામાં આવે તો ધરતી, ચંદ્રમા અને સૂર્ય બંને એક સીધી રેખામાં આવે છે. આ સમયે ચંદ્રમા ધરતીની છાયામાં જાય છે. આ સમયે માત્ર એમની છાયા દેખાય છે અને લોકો ચંદ્રમા દેખી શકતા નથી, જેને ચંદ્ર ગ્રહણ કહેવામાં આવે છે. બીજી તરફ શાસ્ત્રોમાં કહેવાયું છે કે રાહુ અને કેતુ એ છાયા ગ્રહ છે જે સમુદ્ર મંથનમાંથી નીકળીને અમૃત પીને અમર થઈ ગયા પરંતુ તેઓ હંમેશા સૂર્ય અને ચંદ્રમાંથી દ્વેષ રાખે છે.

2025માં આ તારીખે છે પહેલું ચંદ્ર ગ્રહણ
વર્ષ 2025નું પહેલું ચંદ્ર ગ્રહણ 14 માર્ચનાં રોજ છે. 14 માર્ચ એટલે કે શુક્રવારનાં દિવસે પહેલું ચંદ્ર ગ્રહણ થશે જેની અવધિ છ કલાક સુધી ચાલશે. ચંદ્ર ગ્રહણ 14 માર્ચનાં રોજ સવારે 9 વાગ્યાના 27 મિનિટે શરૂ થશે અને બપોરનાં 3 વાગ્યાનાં 30 મિનિટ પર સમાપ્ત થશે. પૂરા ચંદ્ર ગ્રહણની કુલ અવધિ 6 કલાક 3 મિનિટ હશે. આ એક પૂર્ણ ચંદ્ર ગ્રહણ હશે. આ ચંદ્ર ગ્રહણ ભારતમાં દેખાશે તો ગ્રહણનાં નવ કલાક પહેલાં સૂતક કાળ માન્ય થઈ જાય છે અને સૂતક કાળ લાગવા પર બીજા અનેક કામકાજ પણ રોકવા પડે છે.

ક્યાં દેખાશે વર્ષનું પહેલું ચંદ્ર ગ્રહણ
વર્ષનું પહેલું ચંદ્ર ગ્રહણ ઓસ્ટ્રેલિયા, યુરોપ, ઉત્તર અમેરિકા, દક્ષિણ અમેરિકા, પ્રશાંત મહાસાગર, આફ્રિકાનાં કેટલાક ભાગો, એશિયાને કેટલાક ભાગ અને દક્ષિણ ઉત્તર ધ્રુવમાં જોવા મળી શકે છે. ભારતમાં આ જોવા નહીં મળે.

આ રાશિ પર પડશે ચંદ્ર ગ્રહણની અસર
જ્યોતિષ શાસ્ત્ર અનુસાર વર્ષનાં પહેલાં ચંદ્ર ગ્રહણની અસર સિંહ રાશિનાં લોકો પર સૌથી વધારે પડશે. ચંદ્ર ગ્રહણ સિંહ રાશિ અને ઉત્તરા ફાલ્ગુની નક્ષત્રમાં લાગશે. આની સૌથી વધારે અસર સિંહ રાશિ પર પડી શકે છે. આ દરમિયાન આ રાશિનાં લોકોને આર્થિક નુકસાન થઈ શકે છે.

મકર રાશિ
મકર રાશિના લોકો માટે ચંદ્રગ્રહણ નુકસાનકારક રહેશે. નોકરી, વ્યવસાય અને કરિયરમાં તમને મુશ્કેલીઓનો સામનો કરવો પડી શકે છે. સફળતા મેળવવા માટે તમારે સખત મહેનત કરવી પડશે. જીવનમાં ઉતાર-ચઢાવ આવશે. માનસિક સ્થિતિ પ્રભાવિત થઈ શકે છે. સફેદ વસ્તુઓનું દાન કરવાથી લાભ થશે. ભગવાન શિવની પૂજા કરો.

વૃષભ રાશિ
આ રાશિના જાતકોનું સામાજિક જીવન સારું રહેશે, મિત્રો સાથે વ્યસ્ત રહેશો. તમે નવા લોકોને પણ મળી શકો છો. તમારા સપનાઓ પૂરા થશે અને જો તમે સિંગલ છો, તો નવા સંબંધમાં આવવા કે નવા લોકોને મળવા માટે આ સારો સમય છે.

મીન રાશિ
મીન રાશિના લોકો માટે ચંદ્રગ્રહણ નુકસાનકારક સાબિત થઈ શકે છે. સિંહ રાશિમાં ચંદ્રગ્રહણ થશે, જેની અસર તમારા જીવન પર પણ પડી શકે છે. સંબંધોમાં તિરાડ આવી શકે છે. વિરોધીઓથી દૂર રહો. બેદરકાર રહેવું નુકસાનકારક બની શકે છે. કાર્યસ્થળમાં વિશેષ રસ રહેશે, પરંતુ ઘણા લોકો તમારી વિરુદ્ધ હશે. શનિદેવની પૂજા કરવી તમારા માટે ફાયદાકારક રહેશે. મહામૃત્યુંજય મંત્રનો જાપ ફળદાયી રહેશે.