Ramanad Sagar Ramayan: અયોધ્યામાં બની રહેલા ભગવાન શ્રી રામના ભવ્ય મંદિરના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવને લઈને દેશભરમાં ઉત્સાહનો માહોલ જોવા મળી રહ્યો છે. દેશમાં અત્યારે રામાયણમય માહોલ સર્જાઈ રહ્યો છે. એવા સમયે રામાનંદ સાગરની ઐતિહાસિક રામાયણ (Ramanad Sagar Ramayan) સીરીયલનું શૂટિંગ જે સ્ટુડિયોમાં થયું હતું તે ઉમરગામના સ્ટુડિયોમાં પણ ઉત્સાહનો માહોલ છે. આજે પણ રામાયણ સીરીયલના શૂટિંગ વખત ના ભવ્ય સેટ ના અવશેષો જોવા મળે છે .આથી સ્ટુડિયો સંચાલક અને મુલાકાતીઓ પણ રામ મંદિરના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવને લઈ ઉત્સાહ વ્યક્ત કરી રહ્યા છે.
વૃંદાવન સ્ટુડિયોમાં ‘રામાયણ’સિરીયલનું થયુ હતુ શુટીંગ
વલસાડ જિલ્લાના ઉમરગામના દરિયા કિનારે આવેલો વૃંદાવન સ્ટુડિયો જેમાં ધાર્મિક સીરીયલોમાં ઐતિહાસિક બની ગયેલી રામાનંદ સાગરની રામાયણ સીરીયલનું શૂટિંગ થઈ ચૂક્યું છે. એ પછી આ સ્ટુડિયોમાં અનેક ધાર્મિક સીરીયલોના શૂટિંગ પણ થઈ ચૂક્યા છે. આ એ જ સ્ટુડિયો છે જેમાં અરવિંદ ત્રિવેદી, અરુણ ગોહિલ અને દીપિકા ચીખલીયા સહિતના દિગ્ગજ કલાકારોએ રામાયણના પાત્રો ભજવ્યા હતા. એક સમયે રામાનંદ સાગરની રામાયણ સીરીયલ લોકોના માનસપટલ પર અંકિત થઈ ચૂકી હતી. ત્યારે આ સ્ટુડિયોમાં આજથી 35 વર્ષ પહેલા આબેહૂબ અયોધ્યા નગરી, રામ દરબાર, રાવણની લંકા, રાવણ દરબાર, પંચવટી સહિતના ભવ્ય સેટ ઉભા કરવામાં આવ્યા હતા.
ઉમરગામનો વૃંદાવન સ્ટુડિયો પણ અત્યારે ચર્ચાનું કેન્દ્ર
સતત પાંચ વર્ષ સુધી સ્ટુડિયોમાં રામાયણ સીરીયલનું શૂટિંગ ચાલ્યું હતું. આ સ્ટુડિયોમાં રામાયણનું 90 ટકા ભાગનું સુટિંગ થયું હતું ત્યારે એ વખતે રામાયણ સીરીયલ શૂટિંગનો દેશભરમાં ક્રેઝ હતો. આજે પણ રામાયણ સીરીયલના શૂટિંગના સેટના અવશેષો હયાત છે. સીરીયલના શૂટિંગમાં દર્શાવેલો વડ જ્યાં ભગવાન શ્રીરામ અને સીતા માતા મંદિરમાં પૂજા કરતા હતા તે મંદિર, કેવટની નાવ, રથ સાથે જ રામ રાવણ યુદ્ધના વખતના હથિયારોનાના અવશેષો જોવા મળે છે. અહીં જ રામ દરબાર અને રાવણ દરબારના સિંહાસન અને અન્ય અવશેષો પણ આજે હયાત છે. આથી સ્ટુડિયો સંચાલક અત્યારે ભગવાન શ્રી રામના અયોધ્યામાં બની રહેલા ભવ્ય મંદિરની પ્રાણ પ્રતિષ્ઠાને લઈને ઉત્સાહ વ્યક્ત કરી રહ્યા છે અને 35 વર્ષ પહેલાં આ સ્ટુડિયોમાં સતત પાંચ વર્ષ સુધી જોવા મળેલા રામાયણમય માહોલને યાદ કરી અને ધન્યતા અનુભવી રહ્યા છે.
‘રામાયણ’ના પાત્રો આજે પણ લોકોના માનસપટલ પર જીવંત
ઉમરગામનો આ વૃંદાવન સ્ટુડિયો ઐતિહાસિક બની ચૂક્યો છે. ધાર્મિક સીરીયલના શૂટિંગ માટે આ સ્ટુડિયો હોટ ફેવરિટ હતો. સાથે જ અનેક ફિલ્મો અને ટીવી શો ના સેટ પણ અહીં બનાવવામાં આવ્યા હતા. ઉમરગામના સુંદર દરિયા કિનારે જ રામાયણના સીરીયલનું શૂટિંગ પણ થઈ ચૂક્યું હતું.
આથી અત્યારે જે રીતે અયોધ્યામાં બનેલા ભગવાન શ્રી રામના ભવ્ય મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવને લઈ જે ઉત્સાહનો માહોલ જોવા મળી રહ્યો છે અને દેશ આખો રામમય અને રામાયણમય બની રહ્યો છે એને લઈને આજે પણ લોકો રામાયણની સ્મૃતિને તાજી કરવા આ વૃંદાવન સ્ટુડિયોની મુલાકાત લઈ રહ્યા છે. અને રામાયણ સીરીયલના શૂટિંગ વખતના અવશેષો જોઈ અને ધન્યતા અનુભવી રહ્યા છે. સાથે જ અયોધ્યામાં બની રહેલા ભગવાન શ્રી રામના મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવને લઈ ખુશી વ્યક્ત કરી રહ્યા છે.
રામાયણની સ્મૃતિને તાજી કરવા લઇ રહ્યા છે મુલાકાત
આખો દેશ અત્યારે અયોધ્યામય બની રહ્યો છે. ત્યારે ઉમરગામનો સ્ટુડિયો પણ અત્યારે ચર્ચાનું કેન્દ્ર છે. રામાનંદ સાગરની રામાયણ સીરીયલ (Ramayan Serial) ના શૂટિંગના તમામ પાત્રો આદર્શ બનીને આજે લોકોના માનસપટલ પર જીવંત છે. ત્યારે એ વખતે રામાયણ સીરીયલે પણ દેશભરમાં રામમય અને રામાયણમય માહોલ ઉભો કર્યો હતો. એવી જ રીતે ફરી એક વખત રામ મંદિરના ભવ્ય પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવને લઈને પણ દેશમાં રામ અને રામાયણ મય ધાર્મિક માહોલ ઊભો થઈ રહ્યો છે.
- ગુગલ ન્યુઝમાં Trishul News Gujarati ની અપડેટ મેળવવા ક્લિક કરો: Trishul News Gujarati
- નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.
- વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.
- યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરીને જોતા રહો વિડીયો ન્યુઝ: Trishul News YouTube
- એન્ડ્રોઇડ એપ ડાઉનલોડ કરો: Trishul News Gujarati Android App આઈફોન માટે એપ ડાઉનલોડ કરો: Trishul News Gujarati iPhone App