Sweet potato Benefits: શિયાળીની સીઝન શરુ થઈ ચૂકી છે. સ્વાદમાં મીઠા અને પોષક તત્વોનો ભંડાર એવા શક્કરિયા સ્વાસ્થ માટે ખુબ ફાયદાકારક માનવામાં આવે છે. શક્કરિયામાં (Sweet potato Benefits) ભરપુર માત્રામાં ફાયબર, વિટામિન એ ,સી અને બી 6 હોય છે. આ સિવાય પોટેશિયમ અને મેગનીઝ મિનરલ પણ હોય છે.
શક્કરિયામાં બીટા કેરોટીન હોય છે
શક્કરિયાની અલગ અલગ ડિશ બનાવીને પણ ટ્રાય કરી શકો છો. દરરોજ એક શક્કરિયાનું સેવન કરશો તો તમને જરુરી વિટામિન અને પોષક તત્વો મળી રહેશે. શક્કરિયામાં એન્ટીઓક્સીડન્ટ ભરપુર માત્રામાં હોય છે. જે ત્વચા માટે ખુબ જ ફાયદાકારક માનવામાં આવે છે.શક્કરિયામાં વિટામિન એ સારી માત્રામાં હોય છે. જે આંખો માટે ફાયદાકારક હોય છે. શક્કરિયામાં બીટા કેરોટીન હોય છે. જેનાથી સ્ટ્રેટ ઓછો થાય છે. પાચનતંત્રમાં પણ સુધારો આવે છે અને બ્લડપ્રેશરને પણ કંટ્રોલ કરવામાં મદદ કરે છે.
શક્કરિયા વજન ઘટાડવામાં પણ મદદ કરે છે
શક્કરિયા સ્વાદમાં મીઠા હોય છે પરંતુ ફાયબર વધારે હોય છે. આનું સેવન ડાયાબિટીસના દર્દીઓ પણ કરી શકે છે.શક્કરિયા વજન ઘટાડવામાં પણ મદદ કરે છે. તમે વેટ લોસ ડાયટમાં સામેલ કરી શકો છો. શક્કરિયા ખાવાથી ઈમ્યુનિટી મજબુત બને છે.તેમાં રહેલા વિટામિન સી અને ઈ તમારી સ્કિનને હેલ્ધી રાખવા તેમજ કોલેજનના ઉત્પાદન વધારવામાં પણ મદદ કરે છે.
હાઈ બીપીમાં અસરકારક
પોષક તત્વો અને ઉર્જાથી ભરપૂર શક્કરિયાનું સેવન દિલની અનેક બીમારીઓથી દૂર રાખે છે. શક્કરિયામાં હાજર ફાઈબર શરીરમાં ખરાબ કોલેસ્ટ્રોલને ઓછું કરવામાં મદદ કરે છે. શક્કરિયામાં પોટેશિયમની સારી માત્રા હોવાને કારણે તેના સેવનથી હાઈ બીપીની સમસ્યામાંથી રાહત મળે છે.
કેન્સરનું જોખમ ઓછું થાય છે
શક્કરિયાનું નિયમિત સેવન કરવાથી તેમાં રહેલા કેરોટીનોઈડ્સના કારણે કેન્સરનો ખતરો ઘણી હદ સુધી ઘટી જાય છે. શક્કરિયા કેન્સરના દર્દીઓ માટે ખૂબ જ ફાયદાકારક સાબિત થઈ શકે છે. આ ગંભીર સમસ્યાથી બચવા માટે ડાયટમાં તેને સામેલ કરી શકાય છે.
પાચનતંત્ર મજબૂત બને છે
શક્કરિયામાં ભરપૂર પ્રમાણમાં ફાઈબર હોય છે. દરરોજ તેનું સેવન કરવાથી પાચનતંત્ર મજબૂત બને છે અને કબજિયાતથી રાહત મળે છે. પાચન અથવા પેટ સંબંધિત સમસ્યાથી પરેશાન વ્યક્તિ માટે શક્કરિયાનું સેવન ફાયદાકારક સાબિત થઈ શકે છે.
આંખો માટે ફાયદાકારક
શક્કરિયા આંખો માટે ખૂબ જ ફાયદાકારક છે. લાંબા સમય સુધી આંખોની રોશની બચાવવા માંગો છો, તો શક્કરિયાનું નિયમિત સેવન ફાયદાકારક રહેશે.
આયર્નની ઉણપને દૂર કરે છે શક્કરિયા
શક્કરિયામાં આયર્ન મળે છે. દરરોજ શક્કરિયાનું સેવન આયર્નની ઉણપને દૂર કરવામાં મદદ કરે છે.
વિટામિન ડી અને એનો ભંડાર
શક્કરિયા વિટામિન ડીનો સારો સોર્સ છે. શક્કરિયા શરીરમાં વિટામિન Aની ઉણપ પૂરી કરે છે. તેના સેવનથી દાંત, હાડકાં, ત્વચા અને ચેતાના વિકાસમાં મદદ મળે છે.
- ગુગલ ન્યુઝમાં Trishul News Gujarati ની અપડેટ મેળવવા ક્લિક કરો: Trishul News Gujarati
- નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.
- વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.
- યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરીને જોતા રહો વિડીયો ન્યુઝ: Trishul News YouTube
- એન્ડ્રોઇડ એપ ડાઉનલોડ કરો: Trishul News Gujarati Android App આઈફોન માટે એપ ડાઉનલોડ કરો: Trishul News Gujarati iPhone App