શિયાળામાં નીરો પાચનતંત્ર માટે છે અમૃત સમાન, જાણો તેના વિશે વિગતે

Nero Benefits: શિયાળાની શરૂઆત થઈ ગઈ છે. ઠંડીની મોસમ પુરબહારમાં ખીલી ઉઠી છે. ત્યારે આ શિયાળામાં શરીરને સ્વસ્થ રાખવા માટે નીરો એક ઉત્તમ સ્વાસ્થ્યવર્ધક પીણું હોવાનું માનવામાં આવે છે. ખજૂરી અને તાડના વૃક્ષમાંથી ટપકતું પ્રવાહી એટલે નીરો. જે પીવાથી અનેક ફાયદાઓ થાય છે. ત્યારે ખાસ કરીને દક્ષિણ ગુજરાતના લોકો નીરો (Nero Benefits) ખુબ પીવે છે. સુર્યોદય પહેલા જ નીરો પીવો જોઈએ જેને લઈ નવસારી શહેરમાં ઠંડીનો ચમકારા વચ્ચે લોકો વહેલી સવારે જ નીરો પીવા માટે ઉમટી રહ્યા છે.

નીરોના સેવનથી કબજીયાત દૂર થાય છે
નવસારી શહેરમાં ઠંડીનો મારો વધતા લોકો નીરો પીવા આવી રહ્યા છે. શહેરમાં આવેલા 4 જેટલા નીરા વેચાણ કેન્દ્ર પર લોકોની ભીડ જામી રહી છે. 60 રૂપિયા લિટર વેચાતો નીરો હાલ ઠંડી સામે રક્ષણ આપતું સૌથી ફેવરિટ પીણું બન્યું છે. હાલમાં વાતાવરણ સારું છે એટલે નીરાનો ટેસ્ટ પણ મીઠો છે જો વાતવરણ બદલાશે તો તેની સાથે ટેસ્ટમાં પણ અસર જોવા મળશે. નીરોમાં રહેલું વિટામીન સી રક્તવાહીનીઓને સ્વસ્થ બનાવે છે. તેમજ પાચન શક્તિ પણ વધારે છે. તેમજ નીરોના સેવનથી કબજીયાત દૂર થાય છે. પેટ તેમજ મૂત્રાશયના રોગોમાં ફાયદો થાય છે.

સૂર્યોદય પહેલા તાજેતાજું પીવુ જોઈએ
નીર એટલે સત્ત્વસ્વરૂપ નીચાણ તરફ વહેતું દ્રવ-પ્રવાહી. નીરો પણ ખજૂરી કે નર-તાડવૃક્ષના ફુલગુચ્છની ડાળીમાંથી ટપકતું, એ વૃક્ષોનું પરમ સત્ત્વ-તેજ કે સારભાગ પ્રવાહી છે. પામ જાતીના વૃક્ષો જમીનમાંથી પાણી ખેંચીને છેક ટોચે લાગેલા એના ફળમાં સિંચે છે. જેમ કે, નારીયેળી કે જેમાંથી પણ નીરો મળી શકે છે પણ મોટાભાગે ખજુરી જેનું વૈજ્ઞાનિક નામ Phoenix Sylvestris અને પ્રચલીત વિદેશીનામ DatePalm છે, એના વૃક્ષની ટોચે થડમાં ઘા કરીને ત્યાં હાંડી બાંધી દેતાં એમાં રાતભર ટપકી-ટપકીને પ્રવાહી જમા થાય છે, આ પ્રવાહી સૂર્યોદય પહેલા તાજેતાજું પીવાય તો એને નીરો કહે છે. પામપ્રજાતીના વૃક્ષોમાં નર અને માદા વૃક્ષ અલગ-અલગ હોય છે. તાડ- Borassus Flabelliferનું જે નર વૃક્ષ હોય એની ફુલમંજરીની ડાળીમાંથી ખજૂરી કરતાં સાપેક્ષે વધુ રસ ઝરે છે. આ તાડમાંથી મેળવેલ તાજો રસ પણ સૂર્યોદય પહેલાં તો નીરો જ કહેવાય છે.

ધરતીનું અમૃત નીરો
નીરો એ કુદરતી આરોગ્યપ્રદ પીણું છે. નીરામાં રહેલા કેલ્શિયમ ફોસ્ફરસ, નાઈટ્રોજન, પ્રોટીન વીટામીન સી રક્તવાહીનીઓને સ્વસ્થ બનાવે છે અને હ્યદયની કાર્યશક્તિ વધારે છે. અનિંદ્રા, અતિઆહાર. પાચનતંત્રનીમંદતા, વગેરેથી પીડાતા દર્દીને માટે નિરો ગુણકારી છે.

નીરોનો ઉદ્યોગ જોખમમાં
નવસારી જિલ્લાના બોર્ડર પાસે આવેલા દેદવાસણ ગામે ખાદી ગ્રામ ઉદ્યોગ બોર્ડ દ્વારા સંચાલિત ઉતારવાની કામગીરી વર્ષોથી છે જેમાં વહેલી સવારથી કર્મચારીઓ ખજુરી અને તાડના વૃક્ષ પર બાંધેલા માટલાને ઉતારી લાવીને તેનું વેચાણ કરે છે, અહીં 700 જેટલા દાળના વૃક્ષ છે અને 100 જેટલા ખજુરીના વૃક્ષ છે જેમાંથી નીરાનું વેચાણ કરવામાં આવે છે ત્યારે કારીગરો દરરોજ જોખમી રીતે ખજૂર અને તાડના વૃક્ષ પર ચડે છે જે 60 ફૂટ થી વધુ ઊંચા હોય છે, 60 ફૂટ થી ઊંચા વૃક્ષ પર ચઢીને નીરો ઉતારવું એ હવે જોખમી બન્યું છે અને તેમાં ધીરે ધીરે મજૂરો ઓછા મળી રહ્યા છે જેથી આ ઉદ્યોગમાં ટેકનોલોજી ની મદદ લેવાય તેવી પણ માંગ ઉઠી રહી છે.