ગુજરાતીઓ હાજા ગગડાવી નાંખે તેવી ઠંડી માટે થઈ જાવ તૈયાર; પરેશ ગોસ્વામીએ કરી આગાહી

Gujarat Cold Forecast: રાજ્યમાં તેજ ગતિનાં પવનો ફૂંકાતા ઠંડી કહેર વર્તાવી રહી છે. સવારે અને રાતે ઠંડા પવનોનાં કારણે લોકો કડકડતી ઠંડીનો (Gujarat Cold Forecast) અનુભવ કરી રહ્યા છે. આજે સવારે અમદાવાદમાં ઠંડીનો પારો 13 નજીક ડિગ્રી સુધી પહોંચ્યો છે. જ્યારે, કચ્છમાં ઠંડીનું જોર વધતા રોડ-રસ્તા સુમસામ થયા છે. લોકો ગરમ પાણી અને તાપણીનાં સહારે થયા છે. આગામી દિવસોમાં ભારે ઠંડીની હવામાન વિભાગની આગાહી કરી છે.

લઘુત્તમ તાપમાનમાં 2થી 3 ડિગ્રી સુધીનો ઘટાડો થવાંની શક્યતા
રાજ્યમાં લોકો હાડ થીજવતી ઠંડીનો હાલ અનુભવ કરી રહ્યા છે. ઉત્તર ભારતમાં હિમવર્ષાની અસર ગુજરાતમાં પણ જોવા મળી છે. તેજ ગતિનાં પવનને લીધે રાજ્યમાં ઠંડીનું જોર વધ્યું છે. હવામાન વિભાગની આગાહી અનુસાર, અગામી દિવોસમાં સૌરાષ્ટ્ર અને કચ્છમાંકોલ્ડવેવની સ્થિતિ સર્જાય તેવી શક્યતાઓ છે. જ્યારે લઘુત્તમ તાપમાનમાં 2થી 3 ડિગ્રી સુધીનો ઘટાડો થઈ શકે છે. અમદાવાદની વાત કરીએ તો આજે વહેલી સવારથી તેજ ગતિનાં ઠંડા પવનને લીધે લોકો ઠુંઠવાયા છે. લઘુત્તમ તાપમાન 13 ડિગ્રી સુધી પહોંચ્યું છે. જ્યારે કચ્છમાં પણ ગાત્રો થીજવતી ઠંડી પડી રહી છે.

માઉન્ટ આબુમાં તાપમાન માઇનસ ચાર ડિગ્રી નોંધાયું
કાતિલ ઠંડા પવનની અસરથી રાજ્યના મોટા ભાગના વિસ્તારોમાં ઠંડીનું મોજું ફરી વળ્યું છે. બનાસકાંઠા જિલ્લાના અડીને આવેલા માઉન્ટ આબુમાં આજે સતત ચોથા દિવસે તાપમાન માઇનસ ચાર ડિગ્રી નોંધાયું છે, જેને લઈ મેદાની વિસ્તારો અને ખેતરોમાં બરફ જામી ગયો છે. અહીંની સૌથી ઊંચા પહાડની ચોટી ગુરુશિખર પર પણ બરફ જામી ગયો છે. ફરવા ગયેલ સહેલાણીઓ ઠંડીમાં ઠુંઠવાયા છે.

નલિયામાં લઘુતમ તાપમાન 8 ડિગ્રી
બીજી બાજુ નલિયામાં લઘુતમ તાપમાન 8 ડિગ્રી સાથે ઠંડુગાર શહેર રહ્યું. તો અમદાવાદ =નુ તાપમાન 13 ડિગ્રીની આસપાસ રહેવાની શક્યતા વ્યક્ત કરાઈ. આ સાથે પવનની ગતિ 5 થી 10 કિલોમીટર પ્રતિ કલાકે ફુંકાશે જેને લઈને ઠંડી અનુભવાશે. આ સાથે જ દક્ષિણ અને પશ્ચિમ બંગાળમાં એક સિસ્ટમ સક્રિય થઈ છે તેની અસર પવનની ગતિમાં વર્તાઈ રહી હોવાની અને આજે કોઈપણ શહેરમાં કોલ્ડ વેવ ની આગાહી નહિ હોવાની પણ માહિત હવામાન વિભાગે જાહેર કરી છે.

માવઠાની શક્યતા
ડિસેમ્બર મહિનામાં આંશિક રીતે માવઠું પડે એવી શકયતાઓ દેખાઈ રહી છે. 21થી 24 તારીખ દરમિયાન રાજ્યના અમુક વિસ્તારમાં માવઠાની શક્યતાઓ છે. હાલ માવઠાની શક્યતાઓ પ્રબળ બનતી દેખાય છે.અમુક વિસ્તાર પૂરતું મર્યાદિત આ માવઠું હોઈ શકે છે, અન્ય માવઠાનો રાઉન્ડ જાન્યુઆરીમાં પણ આવી શકે છે. જે માટે આગામી સમયમાં જાહેરાત કરવામાં આવશે. ડિસેમ્બર અને જાન્યુઆરી દરમિયાન તાપમાનનો પારો નીચો રહેશે જ્યારે ફેબ્રુઆરીમાં તાપમાન ઠંડુ રહેશે પણ તાપમાન બે મહિનાની સરખામણીએ ઊંચું રહેશે.