Surat Shrimad Bhagwat Katha: સુરતના આંગણે શ્રી દાસીજીવણ સત્સંગ મંડળ-સુરત તથા વલ્લભ યુથ ઓર્ગનાઈઝેશન-સુરતના તત્વાધાનમાં “શ્રીમદ ભાગવત કથા” (Surat Shrimad Bhagwat Katha) નું ભવ્યાતિ ભવ્ય આયોજન તા. 16 થી 22 ડિસેમ્બર 2024 દરમ્યાન થવા જઈ રહ્યું છે. શ્રી વલ્લભકુલભૂષણ વૈષ્ણવાચાર્ય પૂજ્યપાદ ગોસ્વામી 108 શ્રી વ્રજરાજકુમારજી મહોદયશ્રી આચાર્યપિઠ પર બિરાજમાન થઇને આપશ્રી ના મધુર કંઠે સંગીતમય શૈલીમાં “શ્રીમદ ભાગવત કથા” નો ઔલોકિક રસપાન કરાવશે.
આ કથામાં મોટી સંખ્યામાં લોકો જોડાશે
વૃંદાવન ધામ, એન્થમ સર્કલ, આઉટર ન્યુ રિંગ રોડ, વલથાણ-પુણા ગામ, કેનાલ રોડ ખાતે “શ્રીમદ ભાગવત કથા” શુભ આરંભ તારીખ 16 ડિસેમ્બર 2024 અને સમાપન 22 ડિસેમ્બર 2024 ના રોજ થશે. તેમજ આ કથાનો સમય બોપોરે 3:00 થી 7:00 કલાક સુધી રહેશે.
શ્રીમદ ભાગવતજીની પોથીયાત્રા 16 ડિસેમ્બર 2024 (સોમવાર) બપોરે 01:30 કલાકે સ્વસ્તિક ટાવર પરિવારના પંટાગણમાં સરથાણા જકાતનાકાથી પ્રસ્થાન કરી કથા સ્થળે પહોંચશે. પોથીયાત્રામાં વિવિધ રાજ્યોમાં થી કલાવૃંદો કલાનો પ્રદર્શન કરશે સાથે હાથી-ઘોડા અને વિન્ટેજ કારોના કાફલા સાથે હજારોની સંખ્યામાં લોકો જોડાશે.Surat
વિવિધ ઝાંખીઓ રજુ થશે
કથા દરમ્યાન દરરોજ શ્રી ગિરિરાજજીના પાવન મનોરથ જેવા કે રંગ મહલ, મોર કુટિર, અન્નકૂટ, વિવાહ ખેલ વગેરે સાકાર થશે. આ ઉપરાંત વિવિધ તીર્થસ્થાનો જેવા શ્રી રામ મંદિર, શ્રી જગન્નાથ પુરી, શ્રી કાશી વિશ્વનાથ, શ્રી બદ્રીનાથ, શ્રી કેદારનાથ વગેરેની ઝાંખી તથા પ્રદર્શન અને શ્રી ગિરિરાજજીની પરિક્રમાનો લાભ સુરત શહેરના સનાતની ભાઈઓ-બહેનો તથા વૈષ્ણવજનો લઇ શકશે.
- ગુગલ ન્યુઝમાં Trishul News Gujarati ની અપડેટ મેળવવા ક્લિક કરો: Trishul News Gujarati
- નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.
- વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.
- યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરીને જોતા રહો વિડીયો ન્યુઝ: Trishul News YouTube
- એન્ડ્રોઇડ એપ ડાઉનલોડ કરો: Trishul News Gujarati Android App આઈફોન માટે એપ ડાઉનલોડ કરો: Trishul News Gujarati iPhone App